અમી નજર .
તારલીયા ટમટમે આકાશ , અંધારી રાતલડી સોલે સજ્યા શણગાર.
તમરા, ગાયે એકી સાથે ગીત , કર્ણપ્રિય હજારો ઘંટડીઓના નાદ .
કરે નૃત્ય વૃક્ષોના પાંદડા , લહેરાએ, બાલ સમા છોડ નાચી ઉઠ્યા .
મધુર ચાંદની , શીતળ વાયરા , રાતરાણી મહેકી ઉઠી મઘ-મઘ .
પંખીડા પોઢ્યા , નીન્દરમાં ફેરવે પાસુ , પાંખોનો ફડફડાટ .
ખળ- ખળ વહેતા ઝરણા , ગાયે લોરી પોઢારે ધરતીમાને પ્રેમથી .
સંગીતના આ સુર , સૃષ્ટી બની લીન , સાંભળતાં પોઢી નીદરમાં.
મધુર સંગીત , અજબ શાંતિ , સુન્દર ભવ્ય આ અજોડ રાતલડી .
શંખનાદ , મંદિરની ઝાલર , ઢોલ – નગારા , ઘંટનાદ , ધુપ દીપ .
ધીરે ઉઘડે મંદિર દ્વાર , રાધા – ક્રિષ્ણ ખોલે નયન , અમી નજર .
અમી નજર પડે , સૃષ્ટિમાં પુર્યા પ્રાણ , દયાળુ ભગવંત , કૃપાળુ .
જાગ્યા સૌ બાળ નર ને નારી છોડીને મોહ નીદ્રા , પામે પ્રભુ કૃપા .
નીરખ્યા શ્રી રાધા – ક્રિષ્ણ .