ૐ નમઃ શિવાય
શ્રાવણ માસ અતિ પવિત્ર અને શિવ પૂજન અને અર્ચના
તેમજ શિવ આરાધના માટે ખાસ મહત્વના પાવન દિવસો .
પ્રેમથી ભક્તિભાવ સાથે ભોળેનાથનુ સ્મરણ કરીએ .
મહામૃત્યુનજય મંત્ર
(વેદોક્ત)
ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ
ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મ્રુક્ષીય મામૃતાત
( દિવ્ય ગંધયુક્ત બધાના પોષક હે ત્રિલોચન ‘ભગવાન શિવ’
અમે આપનુ પૂજન કરીએ છીએ, જેમ પાકુ થયેલ ફળ
આપોઆપ વૃક્ષ પરથી ડીટામાંથી તૂટી પડે છે તેમ અમને
પણ અમારૂ કાર્ય પુરુ થયે લઈ લેજો. આપની કૃપાથી મૃત્યુથી
મુક્ત થઈ અમૃતમાં વિલિન થઈ જઈએ ).
મૃત્યુનજય મંત્ર
(પુરાણોક્ત)
મૃત્યુનજય મહાદેવ, ત્રાહિમામ શરણાગતમ
જન્મ મૃત્યુ જરા વ્યાધિ, પિડીતં કર્મ બંધનૈ .
( હે મૃત્યુને જીતનારા મહાદેવ આપને શરણે
આવેલ અને કર્મના બંધનો વડે જન્મ,મૃત્યુ
જરા,તેમજ રોગોથી પીડાએલા એવા મારુ
આપ રક્ષણ કરો ) .