Archive for the 'ચિન્તન' Category

પ્રેમની અતિશયોક્તી.

સમગ્ર સંસાર પ્રેમને આધારે ટકી રહ્યો છે. જો દુનિયામાં પ્રેમ ન હોય તો દુનિયા ટકે નહી. પ્રેમ દોરથી સમગ્ર સંસારના જીવ એક બીજા સાથે બંધાયેલ છે. પ્રેમ વીના જીવન શક્ય જ નથી. મનુષ્યના દરેક ભાવ જેવા કે કામ-ક્રોધ-મોહ-લોભ વગેરે મનને આધીન છે જ્યારે પ્રેમ એ આત્માનુ સ્વરૂપ ગણાય. મનુષ્ય શરીરમાં આત્મા એ અનંત છે. આત્મા એ આનંદ અને પ્રેમ સ્વરૂપ હોવાથી , દરેક વ્યક્તિના દિલમાં પ્રેમ ધડકતો રહે છે. પ્રેમના સ્વરૂપ બદલાય પરંતું તેનો ભાવ નથી બદલાતો. વ્યક્તિના એક બીજા સાથે સબંધ જેવા કે માતા-પિતા, ભાઈ-બહેન,સંતાન પ્રત્યેનો પ્રેમ,પતિ-પત્ની, મિત્રતા આમ એક બીજાના સબંધોને આધારે આપણે પ્રેમને જુદા સ્વરુપ આપ્યા છે. સૌથી શ્રેષ્ઠ માતાનો પ્રેમ ગણ્યો છે જ્યાં બિલકુલ લાલચ, કોઈ આશા, અપેક્ષા હોતી નથી, જ્યાં માના દિલમાં મમતાનુ ઝરણુ અવીરત વહેતુ રહે છે. બીજો શ્રેષ્ઠ પ્રેમ  ભગવાનનો તેમના ભક્ત પ્રત્યેનો  છે જેને એકદમ ઉંચો ગણ્યો છે.

હમણા જ એક સત્ય બની ગયેલો કિસ્સો સાંભળીને આ લેખ લખવાની પ્રરણા મળી. માતા-પિતાએ એકના એક દિકરાને ઈન્ડિયા જઈને લગ્ન કરાવી આપ્યા. છોકરો બ્રિટશ બોર્ન, પરંતુ માતા-પિતા અમેરિકા મુવ થયા એટલે દશ બાર વર્ષથી અમેરિકામાં રહે છે. આ છોકરો  નાદાન, ભોળિયો, જેનાથી કપટ વગેરે કોસો દુર છે. એકદમ ડાહ્યો છોકરો.આ છોકરો તેની પત્નીને અનહદ પ્રેમ કરે છે.છોકરી આને બરાબર ઓળખી ગઈ, ગુજરાતના નાના ગામમાંથી આવેલી ,  અહિયાં આવીને તેની ફેશન વધી ગઈ એટલે તેની ખરીદી વધી ગઈ. મૉઘી  મૉઘી ચપલ,સુઝ, ઘડિયાળ,કપડાં,ખોટી જ્વેલરી, રેસ્ટોરંટમાં  ખાવા-પીવાનુ વગેરે વધી ગયુ. તેનો પતિ તેને પાણી માગતાં દુધ હાજર કરે. પૈસાનો આટલો મોટો બગાડ કરવા છતા  તેણે તેને કોઈ દિવસ રોકી નથી કારણ શું  ? કેમ કે તે તેને અતિશય પ્રેમ કરે છે, તેને પાગલની માફ્ક પ્રેમ કરીને જેમ એક પ્રેમી પ્રેયસીની પાછળ લટ્ટુ હોય એમ આ છોકરો તેની પત્ની પાછળ લટ્ટુ !!! જ્યારે પત્ની એટલી બધી શાણી અને ચાલાક તેના પતિના આ સ્વભાવનો ફાયદો ઉઠાવતી. પતિને તેના માટે જેટલો પ્રેમ હતો એટલો જ સાથે વિશ્વાસ પણ હતો.

આ છોકરો અમેરિકન સીટીઝન હોવાથી તેની પત્ની ત્રણ વર્ષમાં સીટીઝન થઈ ગઈ. સીટીઝન થઈ  માંડ એક અઠવાડિયું થયુ એક દિવસ બધા કામે ગયા હતા ત્યારે દિવસના ટાઈમે તેનો બધો જ સામાન, બેન્ક લોકરમાંથી તેના સોનાના દાગીના વગેરે બેગમાં પેક કરીને લઈને ,ટેક્ષી કરીને ઘરેથી ભાગી ગઈ. રાત્રે એરપોર્ટથી તેના પતિને ફોન કર્યો હું અત્યારે એરપોર્ટ પર છુ હું કાયમ માટે તને છોડીને ચાલી ગઈ છું.ક્યાં જાય છે કેમ જાય છે કોઈ કારણ ન આપ્યું, એણે આ પરિવારને કેટલો મોટો ઝટકો આપ્યો. આ સમાચાર સાંભળીને પરિવારમાં બધાની શું હાલત થઈ હશે ? આ પરિવારનો શું વાંક ગુનો ? સાસુ મરતા ને  પણ મર ન કહે , સસરા ખસ ન કહે, પ્રેમાળ પતિ, આ છોકરીને શેની ખોટ હતી ? શું પાગલની માફક તને તારો પતિ પ્રેમ કરે તે ગુનો છે ? કે પછી આ પ્રેમ પચાવતાં ન આવડ્યું , સુખને ઠોકર મારીને  કોઈ કારણ વીના શેની શોધમાં નીકળી. એવુ લાગે છે પ્રેમની અતિ શયોક્તીથી તેનુ પેટ ભરાઈ ગયું અને આ પ્રેમ તેને પચાવતાં ન આવડ્યુ.  આ કિસ્સો સાંભળીને એક વસ્તુ તો  સમજવા મળી. દરેક વસ્તુને એક લિમીટ હોય, વસ્તુ લિમીટની બહાર જાય એટલે આવી અવદશા થાય.  ખાલી એકલા દિલનુ ન સાંભળવાનુ હોય દિલની સાથે સાથે દિમાગનો પણ ઉપયોગ કરવો પડે,  આ છોકરાએ થોડું તેના દિમાગનુ પણ સાંભળ્યું હોત અને પ્રેમ પણ હદમાં રહીને કર્યો હોય તો આવી  અવદશા ન આવી હોત, પૈસા  બગાડ્યા અને બૈરી પણ ગઈ.

2 Comments »

પહેચાન.

Gain Lord’s recognition

instead of social recognition.

 

આપણે જ્યારે ફેઈસબુક ખોલીયે ત્યારે દરરોજ કોઈને કોઈ સુવાક્યો અને સુવિચાર વાંચવા મળે છે.

અને અમુક સુવાક્યો હ્રદયને સ્પર્ષી જાય છે. દરેકમાં ઉંડો ભાવાર્થ રહેલો હોય તો કોઈમાં ઉંડું તત્વ ચિંતન

સમાયેલુ હોય. ઉપરના સુવિચાર વાંચ્યા ઘણાજ ગમ્યા.

આપણે સૌ જાણીએ છીએ દરેક વ્યક્તિ પોતે જે સોસાઈટીમાં ઉઠે બેસે, રહે, ત્યાં આગળ હમેશાં પોતાની ખાસ જગા, પહેચાન બનાવવા માગે. દરેક વ્યક્તિ ખરાબ હોય કે સારા તેને પોતાની આબરું અને ઈમેજની સતત ચિંતા હોય, તેને સમાજમાં ખાસ પ્રતિષ્ઠા મેળવવી હોય તેને માટે તેને પોતે મુખવટો ઓઢીને પણ સારા થવાનો ઢોંગ કરવો પડે તો પણ કરે.સમાજમાં લોકો તરફથી માન-સંન્માન જોયતા હોય. પોતાની આબરૂ, ઈજ્જત,પ્રતિષ્ઠા સમાજમાં ન બગડે તેની ખાસ કાળજી રાખે. પોતાની પહેચાન જે તેણે ઘણી મહેનત કરીને બનાવી હોય તેની સતત ચિંતા રહ્યા કરે.આ પહેચાનથી  લોકો તરફ્થી જે વાહ  વાહ મળતી હોય તેમાં તેને ઘણીજ ખુશી-આનંદ મળે.ઘણા લોકો એવા જોયા છે જાણે સમાજ માટે જીવતા હોય એવું લાગે. કોઈ પણ કામ કરે પહેલાં સમાજનો વિચાર કરે, હુ આ કાર્ય કરીશ તો મારી આબરૂ જશે.પછી ભલે તેમાં પોતાની અને પોતાના પરિવારની ખુશી કેમ ન સમાયેલી હોય ! સમાજથી ડરે, સમાજની બીક !

કેટલા માણસો એવા હોય તેને સમાજની ન પડી હોય, સમાજ માન સંન્માન આપે કે ન આપે તેને કોઈ ફરક ન પડે. ભગવાન આગળ પોતાની પહેચાન, પોતાની ઈમેજ બની રહે એની ચિંતા હોય. બહુ ઓછા માણસો હોય તેને ઈશ્વર સામે પોતાની ઈમેજની પડી હોય. સાચા ભક્ત હોય તે સમજે છે, જેવો હું છુ તેવો જ  મારા ભગવાન સામે રહું, ભગવાન અંર્તરયામી છે,આપણા હ્રદયની આપણા મનની એક એક વાત અને વિચારોથી તે વાકેફ છે,ભગવાન આગળ ઢોંગ કે ફરેબ ન ચાલે.હું કોઈ પણ અધર્મ કે અનિતિ કરીશ તો ઈશ્વરને મંજુર નથી, તેમને ગમશે નહી મારા આ વર્તનથી તે રાજી નહી થાય, મારા કર્મો અને વર્તનથી, મારો ભગવાન ન રુઠવો જોઈએ. આ જાતની ઈમેજ અને આપણી આ પહેચાન ઈશ્વર આગળ બનાવવાની જરૂર છે.સમાજને રાજી રાખવાથી કોઈ ફાયદો થવાનો નથી. લોકો તો સારુ  બોલે  અને સમય આવે આપણું ખરાબ પણ બોલે. લોકો અને સમાજે ભગવાનને પણ નથી છોડ્યા, રાજા રામ અને ક્રિષ્ણ માટે પણ ખરાબ બોલ્યા છે, આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. સમાજમાં આપણી જે પહેચાન બની હોય તેનો કોઈ મતલબ નથી,કોઈ કિંમત નથી, જ્યારે  ઈશ્વર આગળ આપણી પહેચાન બને, આપણે ઈશ્વરના ખાસ બનીએ, ઈશ્વર આપણને પ્રેમ કરે, તેમના ચરણોમાં જગા આપે ત્યારે તે પહેચાન સાચી છે, નિત્ય છે. સમાજે આપેલી પહેચાન અનિત્ય છે, ક્યારે બદલાઈ જાય તે કહેવાય નહી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1 Comment »

Trust God.

God does not creat a lock

without its key

and

God doesn’t give you problems

wothout its solutions !

Trust Him.

1 Comment »

ભગવાનને પણ લાંચ !!!

 

 

 

આપણી સંસ્કૃતિના મૂળિયા ઘણા જ ઉંડા અને મજબુત છે. એ સંસ્કૃતિના જે નિયમો અને તેની સાથે જોડાયેલી ઈશ્વરમાં શ્રધ્ધા અને આસ્થામાં કોઈ માણસ બાંધ છોડ કરવા માગતું નથી. દરેકના જીવનમાં સુખ અને દુઃખ જોડાયેલા છે. દુખ દુર કરવા માટે અને સુખની આશામાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.કારણ દુખ કોઈનાથી સહન નથી થતું, દુખ કોઈને ન ગમે એ સ્વભાવિક છે,સુખની પ્રાપ્તિ  માટે મંદિરમાં જઈને પ્રાર્થના કરીને ભગવાનને વિનંતિ કરીએ, આજીજી કરીએ અને સાથે સાથે બોલીએ હે ભગવાન મારું આટલું કામ થશે તો હું તમને આટલા રૂપિયા ભેટ મુકીશ, અથવા તો કોઈ વસ્તુ અર્પણ કરીશ વગેરે વગેરે. બાધાઓ રાખે, ભગવાન તમે મારું કામ કરશે તો તમને હું આ આપીશ અને તે આપીશ. હવે ભગવાને જ આપણને બધું આપ્યુ છે અને તેનુ આપેલુ તેને જ પાછું આપવાનુ અને પાછું આપણે ગાઈએ પણ,  “તેરા તુજ કો અર્પણ ક્યા લાગે મેરા”. જાણે ભગવાનને કંઈ ખબર નથી. ભગવાનના દરબારમાં શું ખોટ છે. જો આપણે કોઈ વસ્તુ અર્પણ ન કરીએ તો શું ભગવાન આપણી પ્રાર્થના ન સાંભળે ? આ તો ખુલ્લે આમ ભગવાનને  લાંચ-રીશવત ઓફર કરી કહેવાય.લગભગ બધા જ લોકો જીવનની કઠીન પરિસ્થીતિમાં આ જાતનો વ્યવહાર ભગવાન સાથે કરતા હોય છે. નાના-મોટા, અમીર-ગરીબ દરેક ભગવાનને પોતાનુ કામ પાર પડે તેના માટે પ્રાર્થના પણ કરે અને બાધા-મંનત માનતા હોય છે. તેમા તેમની પભુ પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા હોય છે. અને સાથે સાથે કંઈક પામવાની અપેક્ષા પણ હોય છે.કંઈક પામવાની લાલચમાં ભગવાન સાથે કંડીશન મુકીને લાંચ ઓફર કરતાં પણ નથી અચકાતા.

અત્યારના સમયમાં બાળકો નાનપણથી જ વધારે પડતા સ્માર્ટ અને બુધ્ધિશાળી હોય છે.૧૯૬૧-૧૯૬૨ ની વાત છે, એ સમયમાં  છોકરા છોકરીઓમાં સ્માર્ટનેશ, અત્યારના છોકરાઓની તુલનામાં ઓછી જોવા મળતી. પાછુ ઘરમાં પણ છોકરીઓ માટે બધી વસ્તુ માટે પાબંધી હોય. છોકરીઓને દરેક વસ્તુ માટે છુટ ન મળે.મને મારી બે સેહેલીઓનો  નાનપણનો કિસ્સો યાદ આવે છે. કોલેજ કાળ દરમ્યાન હિન્દી પિક્ચર જોવાનો તેઓને ઘણો શોખ હતો અને ઘરે તેમના માતુશ્રીને તે સિનેમા જોવા જાય તે પસંદ ન આવે. અને નવું પિક્ચર જોવું હોય.એટલે ઘરેથી માતા-પિતાની રજા લીધા વીના, સહેલીયો સાથે પિક્ચર જોવા માટે ઉપડી જાય, ઘરમાં ખબર પડે કહ્યા વીના પિક્ચર જોવા માટે ગયા એટલે ઘરે જઈને બા ગુસ્સે થવાની નક્કી જ છે. બીક બહુજ લાગે. તેમાંથી બચવા માટે, ઘરની બાજુમાં માતાજીનુ મંદિર છે તેમની પ્રાર્થના ચાલુ થઈ જાય. માતાજીને પ્રાર્થના કરવામાં આવે ” હે મા હું પિક્ચર જોવા આવી છું તેની, મારી બા ને ખબર ના પડે તેનુ ખાસ ધ્યાન રાખજો જો મારી બા ને ખબર નહી પડે તો હું તમને આટલા દીવા કરી જઈશ, આટલા નારિયેળ ચઢાવીશ” વગેરે વગેરે. ન જાણે માતાજીને કંઈ કેટલા બધા દીવા કર્યા હશે અને કેટલા નારિયેળ ધરાવ્યા હશે. અત્યારે જ્યારે આ વાત યાદ આવે છે ત્યારે તેઓની પર હસવું આવે છે. અને થાય છે ત્યારે મનમાં કેટલી બધી અજ્ઞાનતા ભરેલી હતી.માતાજીને દીવા કર્યા અને નારિયેળ ચઢાવ્યા તે શું એક રીશવત ન હતી ? ભગવાનને લાંચ અપાય ? તે ઉંમરમાં ધર્મ અને શાસ્ત્રોનુ એટલું જ્ઞાન પણ ન હોય એક બીજાનુ જોઈને સાંભળીને અનુકરણ કરતા હોઈએ.જેમ જેમ ઉંમર વધતી જાય તેમ આપણા જીવનમાંથી જ ઘણું  બધું શીખવાનુ મળે.

મુસ્કેલ પળમાં તો ભગવાનની સહાય જોઈતી હોય તો હ્રદયના ઉંડાણમાંથી નીકળેલ પ્રેમ ભર્યા શબ્દોથી પ્રાર્થનાની જરૂર છે. સાચા દિલથી કરેલ પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે. ચોક્ક્સ સહાય કરે છે.ભગવાનને આ દુન્યવી વસ્તુની કંઈ પડી નથી. બધાથી પર છે. અને દરેકના જીવનમાં જે સુખ- દુઃખ આવે છે તે તો કર્મને આધીન છે. ઈશ્વર સ્મરણ અને ભક્તિથી દુખ સહન કરવાનુ આત્મ બળ મળે છે. જે લખ્યું છે તે તો થઈને રહે છે, સુખ-દુખ દરેક માણસે ભોગવવા જ પડે તેમાંથી કોઈ બાકાત ન રહી શકે.

5 Comments »

ગીતા ધ્વનિ.

                                                    

 

                                           સ્થિત પ્રજ્ઞ લક્ષણ.

 

૧- મનની કામના સર્વે  છોડીને, આત્મમાં જ જે, રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો.

૨- દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ, ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિર બુધ્ધિનો.

૩- આસક્ત નહી જે ક્યાંય, મળે કાંઈ શુભાશુભ, ન કરે હર્ષ કે દ્વેષ,  તેની પ્રજ્ઞા થઈ સ્થિર.

૪- કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી, સંકેલે ઈન્દ્રિયો પૂર્ણ,  તેની પ્રજ્ઞા થઈ સ્થિર.

૫- નિરાહારી શરીરના, ટળે છે વિષયો છતાં, રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં.

૬- પ્રયત્નમાં રહે તોય, શાણાયે નરના હરે, મનને ઈન્દ્રિયો મસ્ત, વેગથી વિષયો ભણી.

૭- યોગથી તે વશ રાખી, રહેવું મત્પરાયણ, ઈન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.

૮- વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઉપજે, જન્મે આસક્તિ કામ, કામથી ક્રોધ નિપજે.

૯- ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિલોપે બુધ્ધિ નાશ, બુધ્ધિ નાશે વિનાશ છે.

૧૦- રાગ ને દ્વેષ છૂટેલી, ઈન્દ્રિયો વિષયો ગ્રહે, વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા.

૧૧- પામ્યે પ્રસન્નતા તેનાં, દુઃખો સૌ નાશ પામતાં, પામ્યો પ્રસન્નતા તેની, બુધ્ધિ શીઘ્ર બને સ્થિર.

૧૨- અયોગીને નથી બુધ્ધિ, અયોગીને ન ભાવના, ન ભાવનાહીનને શાંતિ, સુખ ક્યાંથી અશાંતને.

૧૩- ઈન્દ્રિયો વિષયે દોડે,  તે પૂઠે જે વહે મન,  દેહીની તે હરે બુધ્ધિ,  જેમ વા નાવને જળે.

૧૪- તેથી જેણે બધી રીતે, રક્ષેલી વિષયો થકી, ઈન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.

૧૫- નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી, જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા.

૧૬- સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ, સમુદ્રમાં નીર બધાં પ્રવેશે, જેમાં પ્રવેશે સહુ કામ તેમ, તે શાંતિ પામે નહી કામ કામી.

૧૭- છોડીને કામના સર્વે ફરે જે નર નિઃસ્પૃહ,  અહંતા-મમતા મૂકી, તે પામે શાંતિ ભારત.

૧૮- આ છે બ્રહ્મદશા, એને પામ્યે ના મોહમાં પડે, અંતકાળેય તે રાખી બ્રહ્મનિર્વાણ મેળવે.

2 Comments »

અવર્ણવાદ, અપરાધ, અવિનય.

કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહી ચીતરવું પણ ઉંધું ચીતરવું, એ અવર્ણવાદ! જેમ છે તેમ ચીતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ તો અવર્ણવાદ ના કહેવાય, પણ બધુંજ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય.કોઈ પણ માણસમાં થોડું સારું હોય કે ના હોય ને થોડું અવળું પણ હોય છતાં એનુ બધુંજ અવળું બોલીએ ત્યારે પછી એ અવર્ણવાદ કહેવાય.અવર્ણવાદ એટલે આપણે એનુ જાણીએ, એની અમુક બાબતો જાણીએ છતાંય એની વિરુધ્ધ બોલીએ, જે ગુણો એનામાં નથી એવા ગુણોની બધી વાત કરીએ તો બધા અવર્ણવાદ. વર્ણવાદ એટલે જે છે એ બોલવું અને અવર્ણવાદ એટલે જે નથી તે બોલવું. અને આ મોટામાં મોટી વિરાધના કહેવાય. મોટા માણસો જે અંતરમુખ થયેલ છે તેના માટે બોલીએ તો એ અવર્ણવાદ કહેવાય અને સામાન્ય માણસો માટે જ્યારે ખોટું બોલાય તો તે નીંદા છે.

વિરાધના વાળો માણસ ઉંધો જાય, નીચલી ગતીમા જાય, અને અવર્ણવાદ તો, પ્રતિક્રમણ કરે એટલે વાંધો ન આવે. કોઈનુ અવર્ણવાદ બોલે અને પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખું થઈ જાય.

માણસ આરાધના કરતો હોય તો ઉંચે ચઢે અને વિરાધના કરતો હોય તો નીચે ઉતરે પરંતુ અપરાધ કરતો હોય તો બંને બાજુ માર ખાય. અપરાધવાળો પોતે આગળ વધે નહી અને કોઈને આગળ વધવા ના દે, એ અપરાધી કહેવાય. વિરાધના એ ઈચ્છા વીના થાય અને અપરાધ ઈચ્છાપૂર્વક થાય. બહુ તીવ્ર ભારે અહંકાર હોય તે અપરાધ કરી બેસે.

નીંદા એ વિરાધના ગણાય. કોઈની નીંદામાં ના પડવું, કીર્તન ના કરાય તો વાંધો નહી પરંતુ નીંદા ના કરાય. જબરજસ્ત નુક્સાન જો કદી આ જગતમાં હોય તો નીંદા કરવામાં છે. એટલે કોઈનીય નીંદા કરવાનું કારણ  ના હોવુ  જીઈએ. અહિયાં નીંદા જેવી વસ્તુ જ ના હોય આપણે સમજવા માટે વાતો કરીએ છીએ, શું સાચું શું ખોટું ? ભગવાન કહે છે કે ખોટાને ખોટું જાણ  અને સારાને સારું જાણ. પરંતું ખોટું જાણતી વખતે એના પર કિંચિત માત્ર દ્વેષ ના રહેવો જોઈએ, અને સારું જાણતી વખતે એના પર કિંચિતમાત્ર રાગ ના રહેવો જોઈએ. જ્ઞાનીની પાસેજ  સમજાય.

કઠોર ભાષા નહી બોલવી જોઈએ,  ૠજુ એટલે સરળ વાણી અને મૃદુ એટલે નમ્રતાવાળી ભાષા-વાણી.અત્યંત નમ્રતાવાળી હોય ત્યારે મૃદુ કહેવાય એટલે સરળ અને નમ્રતાવાળી ભાષાથી આપણે બોલવું  અને એવી શક્તિ માગવી.કઠોર ભાષા બોલતા હોય એ અહંકારી હોય.તંતીલી ભાષા એટલે સ્પર્ધામાં જેમ તંત હોય એવું તંતે ચઢે, સ્પર્ધામાં ચઢે, એ તંતીલી ભાષા બહુજ ખરાબ હોય. કઠોર અને તંતીલી ભાષા બોલાય નહી. ભાષાના બધાજ દોષો આ બે શબ્દોમાં આવી જાય છે. હમેશાં શુધ્ધ વાણી બોલવાની શક્તિ, સ્યાદવાદ વાણી( કોઈને દુખ ના થાય એવી વાણી ) બોલવાની શક્તિ, મૃદુ-ઋજુ ભાષા બોલવાની શક્તિ ભગવાન પાસે માગવી જોઈએ.

( શ્રી દાદાભગવાન )

No Comments »

સ્યાદવાદ વાણી, વર્તન, મનન.

 

 

સ્યાદવાદનો અર્થ એવો કે બધા કયા ભાવથી, કયા વ્યુ પોઈન્ટથી કહે છે એ આપણે જાણવું જોઈએ.

સામાનો વ્યુ પોઈન્ટ સમજીને અને તે પ્રમાણે એનો વ્યવહાર કરવો, એનુ નામ સ્યાદવાદ. એનાં વ્યુ પોઈન્ટને દુખ ના થાય એવી રીતે વ્યવહાર કરવો. દરેક પોતપોતાના ધર્મમાં છે. કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય એનુ નામ સ્યાદવાદ વાણી. સ્યાદવાદ વાણી સંપૂર્ણ હોય. દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય તોયે સ્યાદવાદ વાણી કોઈની પ્રકૃતિને હરકત ના કરે.

સ્યાદવાદ મનન એટલે વિચારણામાં, વિચાર કરવામાં કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાવવું જોઈએ. વર્તનમાં તો ના જ હોવું જોઈએ પણ વિચારમાં, પણ ના હોવું જોઈએ. બહાર બોલો એ જુદુ અને મનમાં પણ એવા સારા વિચાર હોવા જોઈએ કે સામાનું પ્રમાણ ના દુભાય એવા.કારણ કે મનમાં જે વિચારો હોય છે એ સામાને પહોચે છે.દરેકનુ એના પ્રમાણમાં સાચું હોય એટલે દરેકનુ જે સ્વીકાર કરે છે એનુ નામ સ્યાદવાદ. એક વસ્તુ તેના ગુણધર્મમાં હોય પણ આપણે એ અમુક જ ગુણનો સ્વીકાર કરીએ ને બીજાનો સ્વીકાર ના કરીએ તે ખોટું છે. સ્યાદવાદ એટલે દરેકનુ પ્રમાણ પૂર્વક સ્વીકાર્ય.

જેટલા પ્રમાણમાં સત્ય હોય એટલા પ્રમાણમાં સત્ય હોય એને કહે છે અને બીજા જેટલા પ્રમાણમાં અસત્ય હોય તેને અસત્ય પણ કહે છે. ભગવાનનું સ્યાદવાદ એટલે કોઈને કિંચિત માત્ર દુખ ના થાય, પછી ગમે તે ધર્મ હોય. એટલે એ સ્યાદવાદ માર્ગ એવો હોય, દરેકના ધર્મને સ્વીકાર કરવો પડે. જગત આખું નિર્દોષ છે. દોષિત દેખાય છે તે તમારા દોષો  કરીને દેખાય છે. બાકી જગત દોષિત છે જ નહી. અને તે તમારી બુધ્ધિ દોષિત દેખાડે છે કે આણે ખોટું કર્યું.

( શ્રી દાદાભગવાન )

 

No Comments »

એક કડવી હકીકત:

 આ દુનિયામાં વસેલા લોકોની અલગ કહાણી છે:

જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે; અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે!

 જીવન શું છે ? સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !

જયારે દીવાલોમાં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે;

જયારે સંબંધોમાં તિરાડે પડે છે, ત્યારે દીવાલો બની જાય છે !

નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા કે “યાદ રાખતા શીખો”

 અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે “ભૂલતા શીખો  ” !

જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા,

ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજનમાં Diet ખાખરા !

 

( અનીલા પટેલની ઈમેલમાંથી )

No Comments »

એકલતા.

એકલતા એ એવી સ્થિતી છે જે દરેકની મનઃ સ્થિતી હાલી જાય, પરેશાન થઈ જાય  અને અસહ્ય લાગે.એકલતા અંદરથી માણસને ખાઈ જાય છે.જ્યારે જીવનમાં પતિનુ, પત્ની પહેલાં જો અવસાન થાય અથવા તો પત્નીનુ અવસાન પહેલુ થાય તો આ પરિસ્થિતીમાં બંને માટે એક બીજા વીના જીવવુ ભારે પડે છે. જીંદગી મુશ્કેલ થઈ જાય છે.

ઈશ્વરે માયાનુ બંધન એવુ મુક્યું છે, માયા હસાવે અને માયા જ રડાવે. આપણે બધાજ માયાના વશમાં છીએ.માયાના બંધનને લીધે  પતિ-પત્નિ એક્બીજા સાથે બધીજ રીતે એક્દમ નીકટ જોડાએલા રહે છે અને એકના વીના પણ જીવન જીવવુ એ વિચાર પણ હચમાચાવી મુકે છે,પતિ-પત્નીનો સબંધ એવો છે દો જીસ્મ એક જાન. ને જ્યારે એક પહેલું ચાલી જાય ત્યારે જીવન અસહ્ય બની જાય છે.પતિ-પત્નિની વાત કરીએ યા તો ઘરનુ કોઈ પણ સ્વજન હોય આપણા પહેલાં ચાલ્યું જાય  છતાં પણ યાદોને સહારે જીવન જીવવું પડે છે. અને તે વીના બીજો કોઈ રસ્તો પણ નથી કોઈએ સાચુ જ કહ્યું છે  ” એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વીના સંગી વીના એક્લા જવાના”  ત્યારે મન મનાવવુ પડે છે અને મોંઢામાંથી શબ્દો સરી પડે છે, અમારો સાથ આટલો જ હતો, અહિંયા અમારી લેણ-દેણ પુરી થઈ.

ઘણા લોકો તો સમજે છે બસ હવે જીવન અટકી ગયું પરંતુ ખરેખર તો કોઈના વીના જીવન અટકી નથી જતુ. દુનિયા બદલાતી નથી, બધુંજ એની રીતે ચાલતું રહે છે.માયાને વશ અંદરથી હ્રદય રડે છે, મન રડે છે. બહાર દુનિયામાં કંઈ નથી બદલાતું, બધુજ એની રીતે સમયની રફતારની સાથે ચાલતું રહે છે. અને મને કે કમને જીવવું પડે છે અને હકીકતમાં આતો જીવન છે. જીવનમાં જેવી જેવી પરિસ્થિતીઓ આવે તેનો સામનો કરવો જ પડે અને ભગવાન જે સ્થિતીમાં રાખે તે સ્થિતીમાં રહેવું જ પડે છે,અને આપણે ભુલવુ ના જોઈએ આપણા જીવનમાં જે કોઈ પરિસ્થિતી આવે તે આપણા કર્મને આધારે છે અને બધીજ સ્થિતી આપણે જ ઉભી કરેલી છે, જ્યારે દુખ આવે ત્યારે આપણે ભગવાનને દોશી માનીએ છીએ, હે ભગવાન તેં મને આટલું બધું દુખ કેમ આપ્યું ? અને દુખી થઈએ છીએ મીંરાએ તો ગાયું છે ‘ રામ રાખે તેમ રહીએ ઓધ્ધવજી, આપણે ચિઠ્ઠીના ચાકર થઈએ  ઓધ્ધવજી”  જ્યારે નરસિંહ મહેતા ગાય છે “ ભલુ થયું ભાગી જંજાર સુખે ભજીશું શ્રી ગોપાલ “ આ બંને તો મોટા ભક્ત હતા એટલે એ લોકોએ માયાને વશમાં કરી હતી પરંતુ આપણા જેવા સામાન્ય માણસો માટે આ બધુ અઘરું છે.સ્વજન ચાલ્યું જાય એટલે અસહ્ય દુખ તો થાય જ,આપણે ભુલી ના શકીએ, જીવન અસહ્ય લાગે છતાં પણ સ્વજન ચાલી જાય પછીથી થોડી જીવન જીવવાની ઢબ બદલવી પડે અને રડીને બેસી રહ્યા વીના બીજા કામમાં મન પ્રવૃત કરવું પડે છે અને સાચેજ દુખનુ ઓસડ દાડા.નવરું મન એ સેતાનનુ ઘર એટલે મનને પ્રવૃત રાખવુ પડે નહીતો ખોટા વિચારો આવવાના છે. અત્યારે તો દરેક જગ્યાએ એટલી બધી ઈતર પ્રવૃતીઓ વધી ગઈ છે અને જુદી-જુદી સંસ્થાઓ પણ વધી ગઈ છે જ્યાં સમય પસાર થઈ શકે. અને સેવા આપવાના કામો પણ વધી ગયા છે. લોકો મંદિરોમાં પણ ઘણી સેવા આપે છે.સાચેજ કંઈ કરવું હોય તો કરવા માટે ઘણું બધુ છે. નહીતો રડીને બેસી રહો. રડતા જ રહીએ તો ઘરના બીજા માણસોને પણ આપણે મુશીબતમાં મુકીએ છીએ અને પરેશાન કરી મુકીએ છીએ. એટલે બીજાનો સહારો લીધા વીના પરિસ્થિતીનો સામનો એકલાએજ કરવો જોઈએ. એક બીજા માટે ગમે તેટલો પ્રેમ હોય તો પણ મુઆ પાછળ જતુ આજ સુધી કોઈને હજુ સુધી જોયુ નથી !!!

1 Comment »

ગુરુ પ્રણામ.

               ( જગદગુરુ શ્રી ક્રિષ્ણના ચરણોમાં કોટી કોટી પ્રણામ

         જેમણે ગીતા જ્ઞાન આપીને જીવન જીવવાનો શ્રેષ્ઠ રાહ બતાવ્યો )

                                         શ્રી સાઈ ગુરુ સ્તોત્ર

                            ગુરુરબ્રહ્મા, ગુરુરવિષ્ણુ, ગ્રુરુર દેવો મહેશ્વરઃ

                            ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

                            અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ

                            તત્પદં દર્શિતં યેન તસ્મૈય શ્રીગુરુવે નમઃ

                            અજ્ઞાન તિમિરાધસ્ય જ્ઞાનાંજન શલાકયા

                            ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

                           બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાન મૂર્તિમ

                            દ્વંદાતીતં ગગનસદષં તત્વમસ્યાદિલક્ષ્યમ

                           એકં નિત્યં વિમલંમચલં સર્વધિસાક્ષિભુતં

                        ભાવાતિતં ત્રિગુણરહિતં શ્રી સાઈનાથં નમામ્યહમ

                        આનંદ નિંદકર પ્રસન્નં જ્ઞાનસ્વરૂપં નિજ બોધ રૂપં

                 યોગીન્દ્રમીડ્યં ભવરોગ વૈદ્યં શ્રીમદગુરુ સાઈનાથં નમામ્હમ

                            નિત્યં શુધ્ધં નિરાભાસં નિરાકારં નિરંજનમ

                            નિત્ય બોધ ચિદાનંદ શ્રી સાઈબ્રહ્મ નમામ્યહં

            જે અંતરે કરી પ્રવેશ સૂતેલ મારી વાણી સજીવન કરે નિજ ભર્ગ પ્રેરી

            જે રોમ રોમ મહીં પ્રાણ પુરે પ્રતાપી તે સાઈનાથ પ્રણમું સહ્રદયેથી.

                           गुरु गोविंद दोनो खडे काके लागूं पाय

                        बलिहारी मैं गुरुकी जीन गोविंद दीयो बताय.

1 Comment »

Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.