Archive for April, 2012

શ્રેષ્ઠ યાત્રા.

૧- શરીરમાં ફેરફાર કરે છે  હોસપીટલની યાત્રા.

૨- વિધ્યામાં ફેરફાર કરેછે શાળા-કોલેજની યાત્રા.

૩- મનમાં  ફેરફાર કરે છે   માનસશાસ્ત્રીની યાત્રા.

૪- પોતાનાકર્મો ફેરફાર કરે છે જન્મ-મરણની યાત્રા.

૫- પરંતુ આપણા જીવાત્માની યાત્રાને ફેરવી નાખે છે

     ભગવાન અને તેમના સંતપુરુષોના શરણે જવાની

     પદયાત્રા !!!

     મનને દોષોનો સંગ્રહ કર્યા વિના ચેન પડતુ નથી

     જીવાત્મા અનંતકાળથી સંસારમાં રખડી રહ્યો છે

     એનુ મુળ કારણ  છે દોષ સંગ્રહ.

No Comments »

હાઈકુ.

           ૧      

    ૐકાર ધ્વનિ

  ફેલાયો બ્રમ્હાંડમાં

      ૐમય સૃષ્ટિ.

          ૨

    સમગ્ર સૃષ્ટિ

સમાઈ આ દ્રષ્ટિમાં

    ન્યારૂ જગત

 

1 Comment »

નીજ લીલા.

ગજબનો આ રંગારો,અજબ રંગો મિલાવ્યા.

ભરી રંગપ્યાલી ચિતારે, પીછી એક ફેરવી

જંગલ- વનમાં ઉગી નીકળ્યા લીલા ઝાડ.

રંગના  ટપકાંમાંથી  ફૂટી  નીકળ્યા પહાડ.

પીછી ખંખેરી ત્યાં ખીલ્યાં રંગબેરંગી ફૂલો.

મારી એક ફુક ત્યાં ફેલાયા સાત સમુન્દર.

વાદળ લુછતાં નીખર્યા મેઘધનુષના રંગ.

પલક ઝબકાવી ત્યાંબની આસૃસ્ટિ રંગીન.

રંગના એક એક ટપકે-ટપકે નીજ લીલા.

આતો એની રમત ખેલવા ચિતરે વારંવાર.

 

No Comments »

સન્નાટો.

કાળી અંધારી રાતનો આ સન્નાટો

ધરા ઉપર કોઈ  દીવડા પ્રગટાવો

કેટલી સ્તબ્ધતા  છવાઈ  ગઈ છે

તમરાના સરવળાટને સાંભળુ છુ

ઉઘવા નથી દેતો સ્તબ્ધ સન્નાટો

એ પણ એક ઉપકાર બની જાય

કોઈ વેળાનો એ હળવો જાકારો

અંધારી રાતમાં શોધુ પડછાયો

ટમટમતા દીવડા વચ્ચે દીઠુ કોઈ

ચીધે છે માર્ગ લઈ હાથમાં દીપ.

 

 

 

 

 

 

 

 

No Comments »

ક્યારેક

ક્યારેક હળવુ ક્યારેક મળવુ ક્યારેક ઝળહળવુ હવે

ક્યારેક ભીના ઘાસમાં પગલાંનુ ટળવળવુ હવે તો

ક્યારેક આશા લઈ બેઠુ શબ્દોને માટે આ હૈયુ હવે

ક્યારેક લીલુ  છમ ઘાસ પાંગરે પથ્થર  જેમ  હવે

દુર પર્વતની ટોચે ડોકાય જરા સોનેરી સૂરજ કિરણ

પહાડો પર પથરાયેલા બરફના ઢગલા ઓગળે હવે

એક બાજુ હાથના ટેરવા તગતગે,શબ્દો મળ્યા હવે

એક બાજુ શબ્દનુ બેફામ વિસ્તરવુ સાગર જેમ હવે

બેફામ વિસ્તરેલા શબ્દોના અવસાદી સ્વરો  હવે

ઘરની ભીતોની ઉદાસી ચીરીને ઉમરે ઢળ્યા હવે.

1 Comment »

તારુ સ્મરણ.

વહી ગયેલી વાતોની એક પળ મળી મને

અને પૂરા પ્રસંગનુ વાતાવરણ મળ્યુ મને.

જોઈશ અને માણીશ હુ આપ્રસંગ ધરાઈને.

જીવીશ એ વહી ગયેલી પળોમાં ફરીથી હુ. 

અને આખી જીન્દગી સમાયજાણે એપળમાં.

પરંતુ ત્યાં સુધી એ સ્વરૂપ આંખ સામે રહે.

તારી યાદ લઈને ફરતા બને એક ક્ષિતિજ

અને યાદોનુ જગત તો સમાયુ ક્ષિતિજમાં

ઈચ્છા થાય ત્યારે યાદ કરુ હુ તને વારંવાર.

હરેક વાતમાં,  હરપળ રહે તારુ સ્મરણ મને.

જો સ્વપ્નમાં આવે યાદ,ઝાકળ જેમ ઓગળે.

જીવનમાં ક્યાં રહે પછી તારી યાદોની પળ ?

 

1 Comment »

પ્રાર્થના.

પ્રાર્થનામાં અજબ શક્તિ રહેલી છે.

હ્રદયના ઉડાણમાંથી નીકળેલ

ભાવભરેલ શબ્દોથી સર્જીત વાણી,

પ્રેમભાવથી હ્રદયથી કરેલ વિનંતિ

 ઈશ્વર જરૂર સાંભળે છે.  પ્રાર્થનામાં

શબ્દોનુ મહત્વ નથી હ્રદયના ભાવો

અને ઈશ્વર સાથેના પ્રેમનુ મહત્વ છે.

ભક્ત અને ઈશ્વરના સબંધનુ મહત્વ છે.

પ્રાર્થના જીવનનુ બળ અને શક્તિ છે

પ્રાર્થના તેની સ્થિતીમાંથી  ઉચકીને

પ્રાર્થના કરનાર વ્યક્તિને એક મહત

ચૈતન્ય સાથે સંબંધ જોડી વિષમ,કઠીન

પરિસ્થિતીની હતાશા અને શોક  દુર કરે છે.

પ્રાર્થના એટલે પરર્માત્મા સાથે ગોઠડી

પરર્માત્માનુ ચિન્તન અને અનુભવ.

1 Comment »

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help