Archive for the 'કવિતા' Category

પ્રેમની અતિશયોક્તી.

સમગ્ર સંસાર પ્રેમને આધારે ટકી રહ્યો છે. જો દુનિયામાં પ્રેમ ન હોય તો દુનિયા ટકે નહી. પ્રેમ દોરથી સમગ્ર સંસારના જીવ એક બીજા સાથે બંધાયેલ છે. પ્રેમ વીના જીવન શક્ય જ નથી. મનુષ્યના દરેક ભાવ જેવા કે કામ-ક્રોધ-મોહ-લોભ વગેરે મનને આધીન છે જ્યારે પ્રેમ એ આત્માનુ સ્વરૂપ ગણાય. મનુષ્ય શરીરમાં આત્મા એ અનંત છે. આત્મા એ આનંદ અને પ્રેમ સ્વરૂપ હોવાથી , દરેક વ્યક્તિના દિલમાં પ્રેમ ધડકતો રહે છે. પ્રેમના સ્વરૂપ બદલાય પરંતું તેનો ભાવ નથી બદલાતો. વ્યક્તિના એક બીજા સાથે સબંધ જેવા કે માતા-પિતા, ભાઈ-બહેન,સંતાન પ્રત્યેનો પ્રેમ,પતિ-પત્ની, મિત્રતા આમ એક બીજાના સબંધોને આધારે આપણે પ્રેમને જુદા સ્વરુપ આપ્યા છે. સૌથી શ્રેષ્ઠ માતાનો પ્રેમ ગણ્યો છે જ્યાં બિલકુલ લાલચ, કોઈ આશા, અપેક્ષા હોતી નથી, જ્યાં માના દિલમાં મમતાનુ ઝરણુ અવીરત વહેતુ રહે છે. બીજો શ્રેષ્ઠ પ્રેમ  ભગવાનનો તેમના ભક્ત પ્રત્યેનો  છે જેને એકદમ ઉંચો ગણ્યો છે.

હમણા જ એક સત્ય બની ગયેલો કિસ્સો સાંભળીને આ લેખ લખવાની પ્રરણા મળી. માતા-પિતાએ એકના એક દિકરાને ઈન્ડિયા જઈને લગ્ન કરાવી આપ્યા. છોકરો બ્રિટશ બોર્ન, પરંતુ માતા-પિતા અમેરિકા મુવ થયા એટલે દશ બાર વર્ષથી અમેરિકામાં રહે છે. આ છોકરો  નાદાન, ભોળિયો, જેનાથી કપટ વગેરે કોસો દુર છે. એકદમ ડાહ્યો છોકરો.આ છોકરો તેની પત્નીને અનહદ પ્રેમ કરે છે.છોકરી આને બરાબર ઓળખી ગઈ, ગુજરાતના નાના ગામમાંથી આવેલી ,  અહિયાં આવીને તેની ફેશન વધી ગઈ એટલે તેની ખરીદી વધી ગઈ. મૉઘી  મૉઘી ચપલ,સુઝ, ઘડિયાળ,કપડાં,ખોટી જ્વેલરી, રેસ્ટોરંટમાં  ખાવા-પીવાનુ વગેરે વધી ગયુ. તેનો પતિ તેને પાણી માગતાં દુધ હાજર કરે. પૈસાનો આટલો મોટો બગાડ કરવા છતા  તેણે તેને કોઈ દિવસ રોકી નથી કારણ શું  ? કેમ કે તે તેને અતિશય પ્રેમ કરે છે, તેને પાગલની માફ્ક પ્રેમ કરીને જેમ એક પ્રેમી પ્રેયસીની પાછળ લટ્ટુ હોય એમ આ છોકરો તેની પત્ની પાછળ લટ્ટુ !!! જ્યારે પત્ની એટલી બધી શાણી અને ચાલાક તેના પતિના આ સ્વભાવનો ફાયદો ઉઠાવતી. પતિને તેના માટે જેટલો પ્રેમ હતો એટલો જ સાથે વિશ્વાસ પણ હતો.

આ છોકરો અમેરિકન સીટીઝન હોવાથી તેની પત્ની ત્રણ વર્ષમાં સીટીઝન થઈ ગઈ. સીટીઝન થઈ  માંડ એક અઠવાડિયું થયુ એક દિવસ બધા કામે ગયા હતા ત્યારે દિવસના ટાઈમે તેનો બધો જ સામાન, બેન્ક લોકરમાંથી તેના સોનાના દાગીના વગેરે બેગમાં પેક કરીને લઈને ,ટેક્ષી કરીને ઘરેથી ભાગી ગઈ. રાત્રે એરપોર્ટથી તેના પતિને ફોન કર્યો હું અત્યારે એરપોર્ટ પર છુ હું કાયમ માટે તને છોડીને ચાલી ગઈ છું.ક્યાં જાય છે કેમ જાય છે કોઈ કારણ ન આપ્યું, એણે આ પરિવારને કેટલો મોટો ઝટકો આપ્યો. આ સમાચાર સાંભળીને પરિવારમાં બધાની શું હાલત થઈ હશે ? આ પરિવારનો શું વાંક ગુનો ? સાસુ મરતા ને  પણ મર ન કહે , સસરા ખસ ન કહે, પ્રેમાળ પતિ, આ છોકરીને શેની ખોટ હતી ? શું પાગલની માફક તને તારો પતિ પ્રેમ કરે તે ગુનો છે ? કે પછી આ પ્રેમ પચાવતાં ન આવડ્યું , સુખને ઠોકર મારીને  કોઈ કારણ વીના શેની શોધમાં નીકળી. એવુ લાગે છે પ્રેમની અતિ શયોક્તીથી તેનુ પેટ ભરાઈ ગયું અને આ પ્રેમ તેને પચાવતાં ન આવડ્યુ.  આ કિસ્સો સાંભળીને એક વસ્તુ તો  સમજવા મળી. દરેક વસ્તુને એક લિમીટ હોય, વસ્તુ લિમીટની બહાર જાય એટલે આવી અવદશા થાય.  ખાલી એકલા દિલનુ ન સાંભળવાનુ હોય દિલની સાથે સાથે દિમાગનો પણ ઉપયોગ કરવો પડે,  આ છોકરાએ થોડું તેના દિમાગનુ પણ સાંભળ્યું હોત અને પ્રેમ પણ હદમાં રહીને કર્યો હોય તો આવી  અવદશા ન આવી હોત, પૈસા  બગાડ્યા અને બૈરી પણ ગઈ.

2 Comments »

વીર.

નાનીને ઘેર પધાર્યો દિકરીનો રાજકુંવર

નાનીના હૈયામાં  ખુશીઆનંદ ન સમાય,

ગુલાબ કલીની પંખડી સમા લાલ અધર

રેશમી કેશ,ચમકીલા નયન,કોમલ બદન

બાલ ક્રિષ્ણ સમાન દીસે સુંદર મુખારર્વિંદ,

કહું તને હું ચાંદ કે કહું તને  સૂરજ કે વીર

નીરખી રૂપ વીરનુ, છલક્યું મમતા ઝરણું,

નાજુક હાથે ઝટ પકડી નાનીની  આંગળી

કરતો ઈશારા હું પણ બનીશ હાથ લાકડી,

વીર મારો લાડલો,દુલારો મધુર મુશ્કરાતો

નાની,હસી હસી વ્હાલથી લેતી  ઓવારણા

ગાતી  હાલરડા, કુંવર પોઢતો મીઠી નીંદર,

પપ્પાનો પ્યારો, મમ્મીનો જીગરનો ટુકડો

નાનીના દિલની, મીઠી- મધુર  ધડકન .

1 Comment »

સ્વાગતમ-૨૦૧૩

                         Wish you Happy New Year

                         નવું વર્ષ સૌના માટે સુખ શાંતિ 

                                      કલ્યાણકારી

                                       મંગલમય

                                         બની રહે.

1 Comment »

નીજ લીલા.

ગજબનો આ રંગારો,અજબ રંગ મીલાવ્યા.

ભરી રંગપ્યાલી ચિતારે પીછી એક ફેરવી

જંગલ-વનમાં ઉગી નીકળ્યા લીલા ઝાડ

રંગના ટપકામાંથી ફૂટી નીકળ્યા પહાડ

પીછી ખંખેરી ત્યાં ખીલ્યાં રંગબેરંગી ફૂલો

મારી એક ફુંક ત્યાં ફેલાયા સાત સમુંદર

વાદળ લુછતાં નીખર્યા મેઘધનુષના રંગ

પલક ઝબકાવી ત્યાં બની આ સૃષ્ટિ રંગીન

રંગના એક એક ટપકે ટપકે  નીજ લીલા

આતો એની રમત, ખેલવા ચિતરે વારંવાર.

1 Comment »

(૧) અદભુત નયન,(૨) તારી યાદ(૩) ઝાક્ળ બિંદુ(૪) અતિત.

 

             (૧)
     અદભુત નયન
ઉષમા ભર્યા રે આ નયન,
ઉના પાણીના અદભુત નયન.
એમાં ભર્યા હ્રદયના ભેજ,
એમાં ભર્યા આતમના તેજ.
સાતે સમંદર  એના પેટમાં,
એમાં મીઠા જળના ઉંડા કુવા.
સપનાં આળોટે એમાં મોટી આશા,
એમાં મનનો ચોખ્ખો આયનો,
બોલે દિલની સાચી મુગી વાણી.
જલના દીવા જલમાં ઝળહળે.
કોઈ દિન રંગ અને  વિલાસ,
કોઈ દિન પ્રભુ તારી પ્યાસ.
 
                  (૨)
             તારી યાદ
 
ક્યાંક નદીઓની ઉદાસી કિનારે પડી છે
ક્યાંક તારી યાદોની મોસમ વહી રહી છે
ઝાંઝવાના નીરીની કથા વચ્ચે તૂ વસે છે
ધરતી પર તરસ્યાં ત્યાં મેઘા ઉચે ચડી છે
પંખીના કલરવ જેવી એક ઈચ્છા સળવળે છે
ઘાયલ દિલ! આ કેવી વીરહની એક પળ છે
જ્યાં એકાંતે આવી છે સાજન તારી યાદ
મારા સુવાળા એ દિવસોની એ સુખદ પળો
કહેવાય છે જીન્દગી એ હવે અહી અટવાઈ છે
લાગણીના એ પ્રવાહો ક્યાં વહી ગયા હવે
ખળખળ વહેતાં શીતળ ઝરણાં બુઝે ન પ્યાસ.
 
                  (૩)
             ઝાકળ બિંદુ
 
સુખ તો એવુ લાગે  જાણે ઝાકળ બિન્દુ
           કેમ રે કરી ઉકેલવી આ ઝાકળ વાણી
આંખ ખોલુ તો એક તેજ કિરણ
            ને  આંખ મિચુ  તો અંધારી રાત
ખુલવામાં અને મિચવામાં
            આ  તો   આપણી છે જાગીર
એક પળમાં વહેતાં ઝરણાં જેવી રામ કહાણી
             ટહુકો  છલકે નભમાં એટલો  તો કલરવ
સૂના રસ્તા ઉપર સાંજનો પથરાયો પગરવ
                   આછા આ અંધારા સૌને લેતા ઘેરી.
 ઘેરાઈ નીંદર નયન પડર ખોલ બંધ 
                  ભાસે સુખમય સપનાની દુનિયા.
 
                      (૪)
                    અતિત
 
ન વાગોળો આમ અતિતને,દુખ સિવાય કંઈ નમળે ત્યાં.
ન ફરક પડે કોઈ આજે,  થાય ખોટો સંતાપ અને ઘુટન.
અતિત  હતુ દુખી કે હતુ સુખમય,  ખાલી એનો બળાપો.
અતિતતો એક શમણુ, આંખ ખુલે ત્યાંઆલોપ, ખોટો ભ્રમ.
અતિતતો ના આજન્મનુ,ભવોભવના લઈને ફરીયે સાથે.
ક્યાં હિસાબ રાખવો સુખ-દુખનો,અતિતના મોટા ભારા.
ક્યાં ઉચક્વા ભારા,  ભારા માથે લઈને ન ફરીયે.
આજે ન કોઈ મહત્વ  અતિતનુ, કાલનુ વિચારીયે.
ઉજ્વળ બની ઉભી છે આવતી કાલ,સુંદર-સુન્હેરી.
આવતીકાલને વિચારીયે, બનીને ઉર્ધ્વગામી.
ઉર્ધ્વગામી બની, આંબીયે ઉચાઈના એ શિખર.
ઉચાઈના એ શિખરતો , અંતિમ લક્ષ્ય આપણુ.
   
              
 
 
 
 
 

 
  

No Comments »

એકલતા.

આસમાનમાં સાથે ઉડવાની ઝંખના

તને મળ્યુ ઉડવા ખુલ્લુ આસમાન

ભરી ઉચી ઉડાન, લઈને આતમ પંખ

અહીયાં ધરતી પર મજબુર, લાચાર હું 

વ્યાકુળ પ્યાસી નજર    આસમાનમાં

દીશાઓ ખાલી પડી,રસ્તા પડ્યા ખાલી

ઘરના આંગન સુના, સુના ઓરડા

ખાલી-ખાલી  આ સુની-સુની જીંદગી

હ્રદય ચીરતી એકલતા ને ખાલીપો

વહેતા અશ્રુના બંધની તુટી દિવાલો

અશ્રુના પુરમાં વહી ગયું મારું આયખુ.

વિરહના વિષમ દર્દથી તડપતુ મારૂ હૈયુ

સુન્ય ભાસે સઘળુ, રંગ હીન સારી સૃષ્ટિ.

No Comments »

શ્રી ગણેશ સ્તુતિ.

પાહી પાહી ગજાનના , પાર્વતિ પુત્ર ગજાનના

ગજાનના,ગજાનના, ગજાનના જય ગજ વદના.

મૂશક વાહન ગજાનના,વિઘ્ન વિનાશક ગજાનના

ગજાનના,ગજાનના,  ગજાનના જય ગજ વદના.

મોદક હસ્તા ગજાનના, શ્યામલ કરણા ગજાનના

ગજાનન,ગજાનના,  ગજાનના જય ગજ વદના.

શંકર સુમના ગજાનના, વેદ વિનાયક ગજાનના.

ગજાનના,ગજાનના, ગજાનના જય ગજ વદના.

No Comments »

શ્રી ગણેશ વંદના.

ગાઈએ ગણપતિ જગ વંદન

શંકર સુમન ભવાની કે નંદન.  ગાઈએ ………

રિધ્ધિ સદન ગજવદન વિનાયક

કૃપા સિંધુ સુંદર સબ દાયક.  ગાઈએ ……….

મોદક પ્રિય મુદ મંગલ દાતા

વિદ્યા વારીદી બુધ્ધિ વિધાતા.  ગાઈએ ………..

માગત તુલસીદાસ કર જોરી

બસ હુ રામ સીય માનસ મોરી.

ગાઈએ ગણપતિ જગ વંદન.

No Comments »

શ્રી ગણેશ ધૂન.

સ્વાગતમ ગૌરી સૂતમ, સ્વાગતમ શીવ નંદનમ

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ ગણનાયકમ.  સ્વાગતમ ગૌરી સુતમ ……..

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ લંબોદરમ.     સ્વાગતમ ગૌરી સુતમ ………

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ મોદકપ્રીયમ.  સ્વાગતમ ગૌરી સુતમ ………

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ વિશ્વનાયકમ.  સ્વાગતમ ગૌરી સુતમ  ………

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ વરદાયકમ.   સ્વાગતમ ગૌરી સુતમ ……..

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ મુક્તિદાયકમ.  સ્વાગતમ ગૌરી સુતમ ……

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ સુખદાયકમ.   સ્વાગતમ ગૌરી  સુતમ ……

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ ગજાનનમ.    સ્વાગતમ ગૌરી સુતમ …….

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ વિઘ્નનાશકમ.  સ્વાગતમ ગૌરી સુતમ …….

No Comments »

ભારત મેરા દેશ.

આપને કભી ભારત કે નકશે કી તરફ દેખા હૈ ?

વો કોઈ ભૂમિકા ટુકડા નહી,વોતો જીતા જાગતા રાષ્ટ્રપુરુષ હૈ.

દિલ્લી જીસકા દિલ હૈ,પશ્ચિમ ઔર પૂર્વિ ઘાટ દો વિશાલ જીન્ગાહ હૈ.

પંજાબ ઔર બંગલા દો ભુજા હૈ, સાગર જીસકે ચરન ધુલાતા હૈ.

એ અર્પણકી ભૂમિ હૈ, તર્પણકી ભૂમિ હૈ, અભિનંદનકી ભૂમિ હૈ.

ઈસકા કણ-કણ શંકર હૈ, ઈસકા બિંદુ-બિંદુ ગંગાજલ હૈ.

હમ મરેંગે ઈસકે લીયે,  હમ જીએંગે ભી ઈસકે લીયે

ગંગામે બહેતી હુઈ હમારી હડીયોંસે સુનેંગે તો ઈસમેંસે

આવાજ આએંગી  ભારત માતાકી જય !

 

( અટલ બિહારી બાજપાઈ )

 

No Comments »

Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.