Archive for June, 2010

ધવલગિરી.

ધવલગિરી, હિમઆચ્છાદીત આકાશને આંબતા, ઉચા એ શીખરો.

 ટાઢથી ધ્રુજતા પહાડ ઉભા, ઓઢીને ચાદર સફેદ,છતા મસ્તક ઉચાં.

પાથરે ધોળા ગાદી ને તકીયા, સુવાળી સુન્દર ધોળી, મુલાયમ સેજ.

આકાશમાં ભ્રમણ કરતી, અતિ સુન્દર એ પરીઓનુ ટોળુ,એકી સાથે,

ભ્રમણ કરતાં, ઘડીક કરે  વિશ્રામ  અહી,  થાક  થાય દુર,  સેજ  પર.

ટાઢથી  ધ્રુજતાં અશ્રુ આવે નયન,  જ્યાં પડે સુરજ  કિરણ અંગ,

અશ્રુ  ઝર્ણા બની, ખળ ખળ  વહે અવિરત,  છેડે સંગીતના   સુર.

ઝરણા બુજાવે પ્યાસ, પશુ –પક્ષી, જન જિવન, કરે તૃપ્ત પ્રકૃતિ.

વહેતી સરિતા આંગણ,  ઝાડ પર ગીત ગાતા  એ પંખીડા અનેક.

સરિતા આતુર સાગર મિલન,  મદ- મસ્ત થઈ  દોડે, ન રહે હોશ.

પહાડ ઉચેથી નિહાળે,  આનંદીત દ્રશ્ય,  બન્યુ દ્રશ્ય સ્વર્ગ  સમાન.

ઉતર્યુ   સ્વર્ગ  ધરતી પર,  આનંદ લુટે  ધરતીના  હરેક જીવ.

પર્વત મન સંતુષ્ટ,  દિલમાં આનંદ ન સમાય, અશ્રુ મોતિ સમાન

3 Comments »

કલમ.

બે દિવસ, ન પકડી હાથમાં કલમ,

બેઠી  રિસાઈ  આજે,  મારી  કલમ.

                  ગીત કેવી રીતે  લખવા ?

હાથ જોડી વિનવુ, મનાવુ, થયા રિસામણા.

કાગળ માગે માન આજતો ,

                 ગીત કેવી રીતે લખવા ?

કાગળ–કલમ રિસાયા સાથે, કરુ ઉપાય અનેક.

માગે મનામણા,  કાગળ–કલમ,

ન માને મારા   રુદિયાની વાત.

                     ગીત કેવી રીતે  લખવા ?

સંભળાવ્યા મે મધુર ગીત જ્યાં,

હરખાયા, કાગળ–કલમ, ખુશીનો નહી પાર.

હૈયે હરખ ન સમાય, મનાયા કાગળ-કલમ.

હવે ગીત પુરા કરીશુ.

3 Comments »

અલ્પ વિરામ.

મૃત્યુ એતો ન અન્ત જીવનનો, જીન્દગીનુ એ અલ્પવિરામ.

કેટલાય જીવન જીવી ચુક્યા, કેટલાય હજુ જીવવા બાકી.

કેટલાય આવ્યા અલ્પવિરામ, અને હજુ કેટલાય બાકી.

પુર્ણ વિરામ અનંન્ત શાન્તિ,  ઝંખે મન હર જનમ.

જ્ન્મ મૃત્યુના ફેરા, દુનિયાનો ક્ર્મ,ન રહે કોઈ બાકાત.

આવ્યા જુજ વિરલા પામ્યા પુર્ણ વિરામ,પુર્ણ શાન્તિ.

પુર્ણ વિરામ થતાં આગળ કંઈ ન રહે બાકી.

શાન્તિ — શાન્તિ — શાન્તિ.

3 Comments »

ફાધર્સ ડે.

 ( Happy fathers day.)

જીવનમાં જેટલુ ઉચુ સ્થાન માતાનુ છે તેટલુજ પિતાનુ ઉચુ સ્થાન છે.બાળકોના ઉજ્વળ ભવિશ્ય બનાવવા

માટે પિતાનુ યોગદાન બહુ મોટુ હોય છે. પિતા ઘરની છત્રછાયા છે, ઘરનો મોભો, ઘરની માન મર્યાદા સઘળુ

પિતાને આધીન છે.જે ઘરમાં પિતા ન હોય તે પરિવાર એકદમ બિચારો બની જાય છે, પિતાની ખોટ બહુ

લાગે. પિતાને હમેશાં પોતાના પરિવારની  બહુજ ફિકર રહેતી હોય છે, અને પરિવારને બધુજ સુખ આપવાની

કોશિશ કરે અને તેના માટે મહેનત કરીને પૈસા ભેગા કરે.ખાસ કરીને દિકરાઓને પોતાનો વારસદાર બનાવી

યોગ્ય કાબેલ બનાવવાની કોશિશ કરે, દિકરાના યોગ્ય શીક્ષણની ફિકર હોય.છોકરાઓનુ જીવન ઉજ્વળ બને

તેના માટે હમેશા માર્ગદર્શન આપે, સાચી સલાહ આપે.પિતાને દિકરી માટે સોફ્ટ કોર્નર હોય છે. દિકરા દિકરી

બંન્નેને સરખો પ્રેમ આપે પરંન્તુ , દિકરી પરણીને સાસરે જ્વાની છે એટલે તેના માટે કુદરતી રીતેજ દીલમાં

વધારે કોમળતા હોય છે.

            માતા બાળકો માટે દિલથી વિચારે, જ્યારે પિતા હમેશાં દિમાગથી વિચારે તેથી બાળકોને પિતા

ઘણી વખત થોડા સ્ટ્રીક જણાય, પરંન્તુ બાળકોના ભવિશ્ય માટેજ કર્તા હોય. માતા જેટ્લોજ પ્રેમ કર્તા

હોય પરંન્તુ વ્યક્ત કરવાની રીત જુદી હોય. પિતા જીવનની દિવા દાંડી સમાન હોય છે, હમેશા બાળકોને

સાચા રાહ પર લઈ જ્વાની કોશીશ કરે, અને યોગ્ય માર્ગદર્શન આપે , સાચા સલાહ સુચનો પણ આપે.

ઘરનો મુખ્ય આધાર પિતા ઉપરજ હોય છે.  પિતા કોઈ વખત ગુસ્સો કરે, કોઈ વખત અતિશય વ્હાલ

છ્તાં પણ કરે અનહદ પ્રેમ. પિતા છે, પ્રેરણા મુર્તિ, માર્ગદર્શક, સાચા સલાહકાર, ઘરની માન મર્યાદાના

મોભ સમાન અને ઘરની મીઠી છત્રછાયા. ફાધર ડે, પિતા માટે ખાસ દિવસ, તેમના બાળકો પિતા અને

પરિવાર સાથે ખુશી ખુશીથી મનાવે છે.

4 Comments »

પિતૃ દેવો ભવ.

વાત્સ્યલ્યની વર્ષા વર્સાવે, પ્રેમ કરે  ભરપુર હમેશાં.

શીતળ છત્ર છાયા મીઠી, ઘરનો  મોભો મજબુત પ્રેમથી બનેલ.

પ્રેરણાની મુર્તિ, માર્ગ દર્શન કરે, બની રહે જીવન ભોમિયો.

માગતાં મળે સઘળુ, લાડ  લડાવીને  કરી મોટા,આપી લાયકાત.

વારસામાં આપે સઘળુ, કરે તૈયાર જીવન જીવવા, બનાવે યોગ્ય.

બહારથી કડક, અંન્દરથી કોમળ, સૌની રાખે સંભાળ કરે જતન.

દિલમાં રોવે, મનમાં રોવે, આંખ તો કોરી, અશ્રુ વહે હૈયામાં.

સંન્તાનોના ઉજ્વળ ભવિશ્યની તમન્ના દિલમાં હર પળ.

કોશિશ હમેશાં પિતા દિલ, ઘરની માન મર્યાદાની સંભાળ.

પિતા મારા, ભગવાન સમાન, ચરણોમાં કોટી કોટી પ્રણામ.

પિતા ચરણોમાં ચારો ધામ, સેવા કરી પામુ  આષિશ.

1 Comment »

શિવોહમ.

પાપ-પુણ્યના કાંત્યા ધાગા, સુખ-દુખના તાણા વાણા.

કર્મ અને ધર્મ, ઉપકાર-પરોપકાર,  ઉપદેશ જીવનના.

જનમ-મરણના ફેરા, એતો  નીયમ જીવન ચક્રનો.

મનવા કરે કોશીશ, જ્ન્મો લીધા અનેક, વારંવાર.

ન સેલી, ઉકેલવી ગુત્થી કોયડાની,ગુચવાયેલુ કોકડુ.

આદી–અંન્ત ન દેખાય,  લાલસાના સાગર મોટા.

ભક્તિ માર્ગ પર ચાલતા, પથરાય જ્ઞાનનો પ્રકાશ.

હુ કોણ ? કેમ આવ્યો ? જ્યારે સમજાય, મળે ઉત્તર.

અવિનાશી આત્મા, શિવોહમ, શિવોહમ, શિવોહમ.

2 Comments »

અગન.

મેઘ ગર્જના, ગાજતા વાદળા,  નાચતી વીજળી,

મુશળધાર વર્ષા,કાગળની એ કસ્તી ક્યાં સુધી ઝઝુમશે ?

કરે વાયરા  તાંડવ, ફુલો ક્યાં સુધી પકડશે ડાળખી ?

અમાસની રાતના અંધારીયા,  કાળી-કાળી રાત,

નાનકડા કોડિયા ક્યાં સુધી  પુરશે  દિવડા ?

પુનમની અજવાળી રાત, નીતરતી ચાદની,

સો-સો  દિવડા ક્યાં સુધી પાથરશે અજવાળા ?

ધીકતી બપોર, સુરજના આ તાપણા ,અગન જ્વાળા,

વૃક્ષો કેમ કરી ઉઘશે ? પંખીડા કેમ કરી ગાશે ગીત ?

આંસુડાની વેગે વહેતી ધાર,  દિલડાની આ અગન,

 ક્યાં સુધી ઓલવશે ?  ને ઠારશે હૈયા ?

No Comments »

હ્રદય પ્રવાહ.

કવિ તો મા સરસ્વતિ સંન્તાન, મન દ્ર્શ્ટી તેજ.

કવિ હ્રદય, પ્રકૃતિ પ્યાસ હમેશ, ભાવ રસ હર પળ.

સૌન્દર્ય અને ચિન્તન હ્રદય વસે, વિચારોના વમળ.

મન, વહે વિચારોના એ છિપલા, મોતિ મળે હર છિપ.

વ્યાકુળ મન મરજીવિયા , શોધી લે ઝટ પટ.

એક એક મોતિ પરોવાય, મન તણા ધાગા.

બને કાવ્યની એ માળા,  અતિ સુન્દર, રસિક.

હ્રદય કલમ,  અર્પણ કરે કાગળ, સ્વરુપ અનોખુ.

કવિ હ્રદય સંન્તુષ્ટ ,  ને આનંદ  અનેરો .

ઊર્મિના એ ભાવ , વહે હ્રદય પ્રવાહ અવિરત.

No Comments »

સ્વરુપ.

પાથરે અજવાળા જગમાં, નીજ ઘર અંધકાર.

અગ્નિ બને કોયલા,  કોયલા બને રાખ.

સરિતા નીર વહે મીઠા, સાગર નીર ખારા.

કસ્તુરી ભરી નાભી, વન વન ભટકે હિરણ.

બગલા પંખ ઉજ્વલ, કોકિલ કંઠ કોયલ કાળી.

કરુપ કોશેટા કીડો,પામતા પંખ,સુન્દર રંગ બેરંગી નીજ સ્વરુપ.

અતિ મુલાયમ રેશમ માટી,મળે માનવ સ્વરુપ,પત્થર દિલ ઈન્સાન.

પાષાણ પત્થર પામે ઈશ્વર સ્વરુપ, ઈશ્વર મુરત અતિ કોમલ.

1 Comment »

અતિત.

ન વાગોળો આમ અતિતને, દુખ સિવાય કંઈ ન મળે ત્યાં.

ન ફરક પડે કોઈ આજે,  થાય ખોટો સંતાપ અને ઘુટન.

અતિત  હતુ દુખી કે હતુ સુખમય,  ખાલી એનો બળાપો.

અતિતતો એક શમણુ, આંખ ખુલે ત્યાં આલોપ, ખોટો ભ્રમ.

અતિતતો ના આ જન્મનુ, ભવોભવના લઈને ફરીયે સાથે.

ક્યાં હિસાબ રાખવો સુખ-દુખનો,  અતિતના મોટા ભારા.

ક્યાં ઉચક્વા ભારા,  ભારા માથે ભરીને ન ફરીયે.

આજે ન કોઈ મહત્વ  અતિતનુ,  કાલનુ વિચારીયે.

ઉજ્વળ બની ઉભી છે આવતી કાલ, સુન્દર-સુન્હેરી.

આવતીકાલને વિચારીયે, બનીને ઉર્ધ્વગામી.

ઉર્ધ્વગામી બની, આંબીયે ઉચાઈના એ શિખર.

ઉચાઈના એ શિખરતો , અંન્તિમ લક્ષ્ય આપણુ.

3 Comments »

Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.