Archive for June, 2010

મન.

મન તો છે મરકટ, નાચ નચાવે અનેક.

ઘડી હસાવે ઘડી રડાવે,ખુશ કરે, દુખી કરે.

અતિ ચંચળ, ન બેસે એક જગ્યાએ ઠરી.

એક મિનિટમાં ભમી આવે આખુ બ્રહ્માડ.

કોઈનુ સમજાવેલુ ન સમજે,પોતાનુ કરે ધાર્યુ.

બુધ્ધિ શિક્ષક મોટા, રાખે ચમચમ સોટી.

જ્યાં પડે એક સોટી,મરકટ થાય શાન્ત,

બેસી જાય ચુપચાપ, અને આવે કાબુમાં.

બુધ્ધિ એતો સદગુરુ સમાન,આપે જ્ઞાન.

સદ વિચાર, સતકર્મથી,જ્યાં આવે જ્ઞાન,

મન બને શુધ્ધ, શાન્ત, પવિત્ર અને સ્થિર.

સ્થિતપ્રજ્ઞ બનતાં,પકડે ભક્તિ માર્ગ.

મરકટ મન ઉર્ધ્વગામી બનતા,કરે આત્માનો ઉધ્ધાર.

1 Comment »

શબ્દ.

કોમળ  હ્રદયમાં રમતા એ શબ્દો, યાદમાં વહેતા અમી ઝરણા.

નીતરતા આંસુ , શાહી બની ઉતરે કોળા કાગળ પર.

પ્રક્રુતિનુ નીરખી એ સૌન્દર્ય , હ્રદયમાં ઉતરી ફુટે ફણગા શબ્દોના.

કુપળ બનવાની કોશીશમાં ,  ઉતરે  કોળા કાગળ પર.

દિલના એક ખુણામાં ,  છુપાયેલા એ શબ્દો ,

શોધી લાવે કલમ ,  મુકે  કોળા  કાગળ  પર .

જીન્દગીનો અંન્તિમ પડાવ આવતાં નજદીક,

કોળા કાગળ પર ભેગા કરેલ એ શબ્દો ,

શુધ્ધ  કરવાની  મથામણ  કરે  આત્મા ,

મથામણ કરતા મળે એક શબ્દ, પરમાત્મા .

પરમતત્વ પામતા બાકી ન રહે કોઈ શબ્દ.

No Comments »

જય શ્રી સાઈ.

મુખંમ પવિત્રંમ યદી સાઈ નામંમ

હસ્તંમ પવિત્રંમ યદી પુન્ય દાનંમ

ચરણંમ પવિત્રંમ યદી શીર્ડી યાત્રા

હ્રદયંમ પવિત્રંમ યદી સાઈ જ્ઞાનંમ.

No Comments »

શ્રી ચરણ.

 શલ્યા બને અહલ્યા, થતા સ્પર્શ શ્રી રામ ચરણ.

શબરી પ્રખારે અશ્રુથી શ્રી રામ ચરણ.

કેવટ નાવ મહી,પ્રખારે શ્રી રામ ચરણ.

શ્રી હનુમાન સ્વિકારી સેવા, શ્રી રામ ચરણ.

લક્ષ્મણ, ભરત કરે સેવા શ્રી રામ ચરણ.

મીરા દાસી જનમ જનમ, શ્રી ક્રિષ્ન ચરણ.

સુદામા સખા શ્રી ક્રીષ્ણ,પ્રખારે સુદામા ચરણ.

વામન અવતાર ધારણ કરી,માગે દાન ભુમિ ત્રણ ચરણ.

પારધી તીર વાગે શ્રી ક્રિષ્ણ ચરણ.

સાચુ  સુખ,ને સ્વર્ગ, માત-પિતા ચરણ.

ચારો ધામ પામે,કરી સેવા માત-પિતા ચરણ.

ગુરુ ચરણ, કરાવે પ્રિત પ્રભુ ચરણ.

મુક્ત કરાવે જનમ મરણ ફેરા,પ્રભુ ચરણ.

મહિમા અતિ મોટી, ભાગ્ય જગાવે શ્રી ચરણ.

No Comments »

સંન્દેસ.

મૈયરની ન કોઈ ખબર, મુઝાઉ આજે.

કોને પુછુ  હુ,  ખબર મૈયરના ?  

ચાંદ સાથે દોસ્તી મારી બચપનની.

ચંન્દામામાને  કહેતી  હર  વાત.

શીતળ ચાદનીમાં, ક્લાકો કરતી વાત.

આજે સંન્દેસ મોકલુ હુ ચાંદ સાથે.

હે ચાંદ,જાને જોને પિતાએ દવા લીધી કે નહી ?

માતાએ મારી ભોજન કર્યા કે નહી ?

મારો   વિરો  આજ  કેમ છે ?

મારી નાની બેની શુ કરે છે આજે ?

મૈયરીયાના આંસુ લુછતો આવજે.

મારી સખી રોએ, છાની રાખજે.

જા જઈને, જોઈ આવ બધાને.

કાલે વળતાં ખબર લઈને વહેલો આવજે.

No Comments »

« Prev

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.