સંસ્કાર.
આપણા ભારત દેશની સંસ્કૃતિ કેટ્લી મહાન છે કે , જે માણસ જ્ન્મ લે તેના પહેલા તેને સંસ્કાર આપવાનુ ચાલુ થઈ જાય અને મરણ પછીથી પણ તેને સંસ્કાર આપવાનુ ચાલુ રહે છે . માણસ જ્ન્મ લે તે પહેલા તેને સોલાહ સંસ્કાર આપવાના ચાલુ થાય છે . અને આ સંસ્કાર પણ વૈદિક મંત્રોચાર સાથે વિધિ પુરવક કરવામાં આવે છે .દરેક ક્રિયાનુ ઘણુજ મહ્ત્વ છે .
૧) ગર બન્ધન .
૨) પુન્સવના .
૩) સીમંત .
૪) જાત કર્મ/ષશ્ટિ .
૫) નામ કરન .
૬) નીશક્રમન .
૭) અન્ન પ્રશન્ના .
૮) મુન્ડન/ચૌલ ક્રિયા .
૯) કર્ન વેધ .
૧૦) યજ્ઞોપવિત/જનોઈ .
૧૧) વિદ્યારંભ .
૧૨) સમાવર્તન .
૧૩) વિવાહ .
૧૪) સર્વ સંસ્કાર .
૧૫) સંન્યાસ .
૧૬) અંન્ત્યેષ્ટિ .
૧ – ‘ગર બંધન’ -જે મા બાપને આપવામાં આવે છે .સારા સંન્તાન માટે માતા -પિતાએ શુધ્ધ વિચાર અને શાસ્ત્રમાં બતાવેલ નિયમોનુ પાલન ક્રરવાનુ છે જેથી સારા સંન્તાનની પ્રાપ્તિ થાય .
૨ – ‘પુન્સવના’– એક સારા બાળક્નુ, સારા આત્માનુ સ્વાગત કર્વાનુ છે ,એટ્લે બાળક્નો જ્ન્મ .
૩ – ‘સીમંત’ – જેમાં માતા ખુશ રહે તે માટે વાતાવરણને શુધ્ધ કર્વામાં આવે છે અને ભગવાનને માતા અને બાળક્ની શાન્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે જેથી માતા શાન્તિથી બાળક્ને જ્ન્મ આપી શકે .માતાને ખુશ કરવામાં આવે જેથી આ ખુશીની અસર બાળક પર પણ થાય .
૪ – ‘જાતકર્મ’ – ષષ્ટિ .ઘર પવિત્ર કરવામાં આવે છે અને માતા ષશટી બાળકનુ રક્ષણ કરે છે .
૫ – ‘નામકરણ’ – આ દિવસે બાળકને નામ આપવામાં આવે છે
૬ – ‘નિશક્ર્મણ’ – બાળકને ચાલિસ દિવસ પછી બહાર લઈ જવામાં આવે છે , સામાન્ય રીતે આપણે બાળકને મંદિરમા ભગવાનને પગે લગાડીને આર્શિવાદ માટે લઈ જઈએ છીયે.
૭ – ‘અન્નપ્રશન્ના’ – બાળકને દાંત આવે એટલે ૬ મહિના પછી રાંધેલુ અનાજ ખાવા માટે આપવામાં આવે છે .
૮ – ‘મુન્ડન/ચૌલ ક્રીયા’ – બાળક્ના પહેલી વખત વાળ કાપવામાં આવે છે.
૯ – ‘કર્નવેધ’ – કાન વીન્ધવામાં આવે છે અને સુર્ય પૂજા સાથે કરવામાં આવે , અમે કાનથી સાભળીયે છીયે તો અમે સારી વસ્તુ સાભળીયે અને સારુ શિક્ષણ મળે .
૧૦ – ‘યજ્ઞોપવિત’ – બાળકને જનોઈ આપે ,એક જ્ન્મ માતા આપે અને ગુરુ, ગાયત્રી મંન્ત્રનુ જ્ઞાન આપીને અને ગાયત્રી પ્રાર્થના સાથે બાળકનો બીજો જ્ન્મ કહેવાય છે .યજ્ઞોપવીત અપાય એટલે બાળક વેદિક અને સામાજિક રિત-રિવાજ છે તે કરવા માટે યોગ્ય બને છે .
૧૧ – ‘વિધ્યારંભ‘- યજ્ઞોપવિત પછી બાળકનો વિધ્યાઅભ્યાસ ચાલુ થાય છે .
૧૨ – ‘સમાવર્તન’– અભ્યાસ પુરો થાય એટલે હવે વિવાહ માટે યોગ્ય છે .
૧૩ – ‘વિવાહ/લગ્ન’– છોકરા ,છોકરી વિવાહના લગ્ન બંધનથી જોડાઈને પોતાનુ સંસારિક જીવન ચાલુ કરે છે.
૧૪ – ‘સર્વ સંસ્કાર’ – પચાસ વર્ષ સુધી ઘ્રહસ્થ આશ્રમ ધર્મનુ પાલન કરવાનુ .
૧૫ – ‘સંન્યાસ’ – પચાસ વર્ષ પછી વાનપ્રસ્થ આશ્રમ ધર્મ નીભાવવાનો હોય છે .
૧૬ – ‘અંન્ત્યેશ્ટિ’ – મ્રુત્યુ , માણસનુ મરણ થાય એટલે તેને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે . અને ત્યાર પછી પણ તેને સંસ્કાર આપવાની વિધી ચાલુ રહે છે. ૧૧-૧૨-૧૩ એમ તેર દિવસ સુધી સંસ્કાર વિધી ચાલે ત્યાર બાદ એક મહીનો અને પછી એક વર્ષ બાદ સંસ્કાર વિધિ સંપુર્ણ થાય છે .
હવે આપણે રોજીન્દા જીવનમાં અપાતા સંસ્કાર જોઈએ , બાળકો નાના હોય ત્યારથી આપણે તેને શીખવાડીયે , જુઠુ ન બોલાય, ચોરી ન કરાય,અનિતિ ન કરાય ,વડીલોને માન અને આદર આપવાનુ શીખવાડીયે, વિવેક શીખવાડીયે ,નાનપણથી જ આપણે સંસ્કારોનુ સિન્ચન કરીયે છીયે . છોકરી નાની હોય , પાંચ વર્ષની થાય એટલે માતા તેને જુદા જુદા વ્રત કરાવવાનો પ્રારંભ કરે પ્રથમ ગોર્માનુ વ્રત ,ચોખા કાજળી , ફુલ કાજળી, રામ વ્રત ,સત્યનારાયણ વ્રત . રામ વ્રત યાતો સત્ય નારાયણ વ્રત લીધુ હોય તેણે મોઢામાં કોઈ પણ ખાવાની વસ્તુ મુક્તા પહેલા આખો દિવસ કોઈને પહેલા રામ યા સત્યનારાયન એમ કોઈને કહીને પછીથીજ કંઈ ખાઈ શકે .હવે આ કેટલી મોટી તપસ્ચર્યા છે .આ વ્રત એક વર્ષ સુધી ચાલે .જયા પાર્વતિ ,આમ કેટલા બધા વ્રતો છે જે છોકરીયોને નાનપણથીજ ,ભગવાનને પ્રાર્થના કરતા શીખવાડે, સહન શક્તિ વધે ,સારુ જીવન બને એવી સમજ શક્તિ આવે આ વ્રતોમાંથી કેટલા બધા સંસ્કાર મળતા હોય છે . સ્ત્રીને ઘર સંભાળવાનુ હોય, ઘરની દેખભાળ કરવાની હોય, તેમાં તેનો આખો પરિવાર આવી જાય .જીવન ઘડતરના દરેક સંસ્કાર છોકરીને તેની માતા નાનપણથીજ આપતી હોય છે .જેથી તેનો પરિવાર ઉચ્ચ સ્થર પર લઈ જઈ શકે .
રક્ષાબન્ધન પણ ભાઈ બહે્નનો પ્રેમ મજબુત કરે અને એક બીજાની ફરજનુ ભાન કરાવે આપણા તહેવારો પણ સંસ્કાર શીખવાડે છે .બાળકો માટેની વાર્તાઓ પણ બોધ આપતી હોય તેમાંથી શીખવાનુ મળે .આપણા વેદ,પુરાણ,ઉપનિશદ શાશ્ત્ર, ક્થાઓ આ દરેક વસ્તુ નાનપણથીજ સંસ્કારના બીજ રોપે છે .આપણે આપણા સંસ્કાર અને સંસ્ક્રુતી કોઈ પણ દેશમાં હોઈએ આપણે સાચવી રાખીયે છીયે અને હમેશા સાચવવા માટે પ્રયન્ત અને મહેનત કરીયે છીયે .સંસ્ર્કુતિ અને સંસ્કાર આપણા દેશમાં હજારો વર્ષોથી ચાલી આવે છે .આપણા ઋષિ મુની ઓ આપણને અજોડ વારસો આપીને ગયા છે.