Archive for July, 2010

એક ક્ષણ.

વર્ષો વીત્યા, મહીના વીત્યા, વીત્યા દિવસો,

વીતી અનેક પળો,  અનેક ક્ષણો.

એક ક્ષણની ઝંખના, મળે એવી એક ક્ષણ.

ઈશ્વરે આપી અનેક ક્ષણો, ન રહે મન તેમાં,

ચંચળ મન ચારો તરફ ફરે, વિચારોના વમળ.

ન રહે લીન એક ક્ષણ ઈશ્વરમાં, માયાના બંધન.

મન કરે લાલસા, મનને મોટી તૃષ્ણા,કરાવે પાપ-પુણ્ય.

મન કરાવે કર્મોના બંધન, જન્મ મરણના ફેરા.

અંર્ન્તરમુખ થતાં, અંનર્તરધ્યાન થઈ, મન બને શાંન્ત,

ત્યાં મળી જાય અનેક અણમોલ ક્ષણો, પરમ શાંન્તિ.

પર્માત્મામાં લીન.

1 Comment »

ગુરુ વંદના.

       આજે ગુરુ પુર્ણિમા બહુજ પવિત્ર દિવસ.

પ્રથમ જગદગુરુ શ્રી ક્રિષ્ણને વંદન જેઓએ ગીતાનો ઉપદેશ આપી,

માનવજાતને જ્ઞાન આપીને જીવન જીવવાનો રાહ બતાવ્યો.

 સદગુરુ શ્રી શીર્ડી સાઈબાબાને કોટી કોટી વંદન.

वो तो मेरे गुरु ही है

भव बंधनसे मुक्त कराये, भव सागरसे पार लगाये.

ऐसा कोन करे मेरे साई,  वोतो मेरे गुरु ही है.

अज्ञान अंधेरा दुर भगाए ज्ञानकी ज्योति उरमे जगाये.

ऐसा कोन करे मेरे साई,  वोतो मेरे गुरु ही है.

सात सुरोका भेद बताये, संतोका उपदेश सुनाए.

वोतो मेरे गुरु ही है.

गुरु चरननमे शीश नमावु, नित्य गुरुकी महिमा गाउ.

गुरुपुर्णिमाए आशिष पाउ, जीवन अपना सफल बनाउ.

ऐसा कोन करे मेरे साई,   वोतो मेरे गुरु ही है.

2 Comments »

મુઢ મતિ.

હર શ્વાસમાં સમાય તુ,  તુજ  થકી હર શ્વાસ.

હર ધડકનમાં સમાય તુ,  તુજ  થકી હર ધડકન.

પળ પળ તારા વિના વ્યાકુળ,  હર પળ ઝંખે મન.

નજર પ્યાસી ઝંખે એક ઝાંખી, કર્ણ ઝંખે ગુણગાન તારા.

તુજ વિણ ન રાત દિન,  તુજ વિણ ન કોઈ જીન્દગી.

પડે વિપદા, મારુ જ્યાં હાંક તુ આવે દોડી,રાખે સંભાળ.

હર પળ સાથે રહે, દિલમાં તારો નિવાસ, શોધુ દુનિયામાં.

જડ ચેતન સર્વમાં સમાયેલ તુ, પામી શકુ ન તુજને હુ.

તારી માયા અનંત, અપાર , મુઢ મતિ ન જાણે સમજી.

જીવાત્મા આતુર તુજ મિલન, તુજ ઝંખના જનમો જનમ.

5 Comments »

સ્વપ્ન.

સપનામાં દુનિયા ભાસે રંગીન, થાય અતિ આનંદ અને સુખ.

તો ક્દીક  ભાસે ભયંકર, નીરસ,  થાય અતિ દુખ અને દર્દ.

નીન્દ્રામાં બંધ આખે જોયા સપના, ખટ મીઠા,  ખોટો ભ્રમ.

જાગૃતિમાં ખુલી આખે જોયા સપના, સાકાળ કરવાની કોશીશ.

સ્વપ્ન જોઈને મુકીએ અમલમાં, ત્યારે થાય સિધ્ધ સાકાળ.

સ્વપ્ન સાકાર થતા,  જીવન બને ઉજ્વળ  અને સફળ.

હર પળ સ્વપ્નમાં રાચી,ન મુકીએ અમલમાં તો બને શેખ ચલી વિચાર.

નીન્દ્રામાં જો થાય પ્રભુ દર્શન, તો સ્વપ્ન બને યોગ નીન્દ્રા.

ભોગ નીન્દ્રા પામે સૌ,  યોગ નીન્દ્રા પામવુ  અતિ કઠીન.

1 Comment »

અરમાન.

રેતીમાં ચલાવી વહાણ, લાંગર્યા ઝાંઝવાને નીર.

ખેડ્યા ઉચા ડુન્ગરા,  શોધ્યા હિરા માણેક.

ખોબલે ઉલેચ્યા સાગર, મોતિ ભર્યા છાબ.

હિરા, માણેક, મોતિ,   ભર્યા મોટા વહાણ.

નદીયોના નાથ્યા નીર, બાંધ્યા ઉચા મંન્દિર.

રંગ બે રંગી ફુલડા તોડી, સજાવ્યા મંન્દિરીયા.

હિરા, માણેક ને મોતિ,  ધર્યા પ્રભુ ચરણ.

તોડ્યા આકાશના તારલીયા, જડ્યા મેઘધનુષ મહી.

ચાંદ સુરજ  ધરતી પર લાવીને,  ભર્યા રંગ ઉપર.

ચાંદ, સુરજ, તારલીયા,મેઘધનુષ, ઉતાર્યુ સ્વર્ગ ધરતી પર.

1 Comment »

તૃષ્ણા.

અશ્રુ  ભર્યા  નયન,  પ્યાસ રહે નયન હમેશાં.

છલકાય પ્રેમ દિલમાં,  હ્રદય પ્યાસા પ્રેમના.

મીઠા વહે નીર સરિતા, પ્યાસી સાગર મિલન.

કસ્તુરી ભરી નાભી,  વન વન ભટકે  મૃગ.

ચાંદની શીતળ મધુર,  પ્યાસી સુરજ કિરણ.

સૌન્દર્ય ભર્યુ નીજ રુપ, શોધે કાચના ટુકડામાં.

હ્રદય  બિરાજમાન  શ્રી હરિ, મનવા ભટકે મંન્દિર મંન્દિર.

આત્મા, પર્માત્માનો અંશ, તૃષ્ણામાં  ભટકે જનમો જનમ.

2 Comments »

સુન્દરતા.

નયન મદહોશ, હોઠ મુલાયમ ગુલાબ પંખડી,

કેશ રેશમ, ચાલ મોરની,  સુન્દર મુખ કમલ.

મન મેલા લઈ ફરે,  ત્યાં ન શોભે  સુન્દરતા.

મનની સુન્દરતા પ્યારી, તનની સુન્દરતા લાવે ગર્વ.

ગર્વ ભુલાવે ભાન, ન કરે કોઈની પરવા, રહે મદમસ્ત.

ગર્વથી બને મુખડુ કુરુપ, સુન્દરતા ઉપર બેડોળ મુખવટો.

જ્યાં મનડુ સુન્દર,  કુરુપ મુખડુ પણ લાગે અતિ પ્યારુ.

હિરાની પરખ કરે  ઝવેરી  , તેમ મનની સુન્દરતા પારખે.

જે જન હોય સુન્દર મનડુ,  તે જન સૌને લાગે પ્યારા.

ફેલાવે નીજ મનડાની મહેક,  ચારો  તરફ.

4 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.