તૃષ્ણા.
અશ્રુ ભર્યા નયન, પ્યાસ રહે નયન હમેશાં.
છલકાય પ્રેમ દિલમાં, હ્રદય પ્યાસા પ્રેમના.
મીઠા વહે નીર સરિતા, પ્યાસી સાગર મિલન.
કસ્તુરી ભરી નાભી, વન વન ભટકે મૃગ.
ચાંદની શીતળ મધુર, પ્યાસી સુરજ કિરણ.
સૌન્દર્ય ભર્યુ નીજ રુપ, શોધે કાચના ટુકડામાં.
હ્રદય બિરાજમાન શ્રી હરિ, મનવા ભટકે મંન્દિર મંન્દિર.
આત્મા, પર્માત્માનો અંશ, તૃષ્ણામાં ભટકે જનમો જનમ.