સુન્દરતા.
નયન મદહોશ, હોઠ મુલાયમ ગુલાબ પંખડી,
કેશ રેશમ, ચાલ મોરની, સુન્દર મુખ કમલ.
મન મેલા લઈ ફરે, ત્યાં ન શોભે સુન્દરતા.
મનની સુન્દરતા પ્યારી, તનની સુન્દરતા લાવે ગર્વ.
ગર્વ ભુલાવે ભાન, ન કરે કોઈની પરવા, રહે મદમસ્ત.
ગર્વથી બને મુખડુ કુરુપ, સુન્દરતા ઉપર બેડોળ મુખવટો.
જ્યાં મનડુ સુન્દર, કુરુપ મુખડુ પણ લાગે અતિ પ્યારુ.
હિરાની પરખ કરે ઝવેરી , તેમ મનની સુન્દરતા પારખે.
જે જન હોય સુન્દર મનડુ, તે જન સૌને લાગે પ્યારા.
ફેલાવે નીજ મનડાની મહેક, ચારો તરફ.