સ્વપ્ન.
સપનામાં દુનિયા ભાસે રંગીન, થાય અતિ આનંદ અને સુખ.
તો ક્દીક ભાસે ભયંકર, નીરસ, થાય અતિ દુખ અને દર્દ.
નીન્દ્રામાં બંધ આખે જોયા સપના, ખટ મીઠા, ખોટો ભ્રમ.
જાગૃતિમાં ખુલી આખે જોયા સપના, સાકાળ કરવાની કોશીશ.
સ્વપ્ન જોઈને મુકીએ અમલમાં, ત્યારે થાય સિધ્ધ સાકાળ.
સ્વપ્ન સાકાર થતા, જીવન બને ઉજ્વળ અને સફળ.
હર પળ સ્વપ્નમાં રાચી,ન મુકીએ અમલમાં તો બને શેખ ચલી વિચાર.
નીન્દ્રામાં જો થાય પ્રભુ દર્શન, તો સ્વપ્ન બને યોગ નીન્દ્રા.
ભોગ નીન્દ્રા પામે સૌ, યોગ નીન્દ્રા પામવુ અતિ કઠીન.