અરમાન.
રેતીમાં ચલાવી વહાણ, લાંગર્યા ઝાંઝવાને નીર.
ખેડ્યા ઉચા ડુન્ગરા, શોધ્યા હિરા માણેક.
ખોબલે ઉલેચ્યા સાગર, મોતિ ભર્યા છાબ.
હિરા, માણેક, મોતિ, ભર્યા મોટા વહાણ.
નદીયોના નાથ્યા નીર, બાંધ્યા ઉચા મંન્દિર.
રંગ બે રંગી ફુલડા તોડી, સજાવ્યા મંન્દિરીયા.
હિરા, માણેક ને મોતિ, ધર્યા પ્રભુ ચરણ.
તોડ્યા આકાશના તારલીયા, જડ્યા મેઘધનુષ મહી.
ચાંદ સુરજ ધરતી પર લાવીને, ભર્યા રંગ ઉપર.
ચાંદ, સુરજ, તારલીયા,મેઘધનુષ, ઉતાર્યુ સ્વર્ગ ધરતી પર.