એક ક્ષણ.
વર્ષો વીત્યા, મહીના વીત્યા, વીત્યા દિવસો,
વીતી અનેક પળો, અનેક ક્ષણો.
એક ક્ષણની ઝંખના, મળે એવી એક ક્ષણ.
ઈશ્વરે આપી અનેક ક્ષણો, ન રહે મન તેમાં,
ચંચળ મન ચારો તરફ ફરે, વિચારોના વમળ.
ન રહે લીન એક ક્ષણ ઈશ્વરમાં, માયાના બંધન.
મન કરે લાલસા, મનને મોટી તૃષ્ણા,કરાવે પાપ-પુણ્ય.
મન કરાવે કર્મોના બંધન, જન્મ મરણના ફેરા.
અંર્ન્તરમુખ થતાં, અંનર્તરધ્યાન થઈ, મન બને શાંન્ત,
ત્યાં મળી જાય અનેક અણમોલ ક્ષણો, પરમ શાંન્તિ.
પર્માત્મામાં લીન.