વહુ ઉવાચ.
વહુ — મમ્મી આજે ડીનરમા રોહનને દાળ-ભાત, રોટલી–શાક
સાથે સુપ અને સેલાડ પણ જોઈશે.તો બધુ જ બનાવજો.
સાસુ– ભલે બેટા.
વહુ– અને હા મમ્મી વિકી માટે પાસ્તા બનાવજો.
સાસુ– ભલે બેટા.
વહુ– મમ્મી મારે આજે ડાયેટ છે એટલે ખાલી શીરો જ ખાઈશ.
હુ એક્જ વસ્તુ ખાઈશ.ખાવા પાછુ બહુ ના બનાવશો.
સાસુ– ભલે બેટા, અને હા બેટા મારી માટે શુ બનાવુ ?
વહુ– મમ્મી ગઈ કાલની ખીચડી ફ્રિજમા પડી છે તે ખાઈ લેજો.
આમેય આ ઉમરે ભારે ખોરાક તમને નહી પચે.