Archive for May, 2010

મા.

નવ માસ સહી વેદના, ધર્તી પર જન્મ દીધા.

અનમોલ રતન પામી,તેની ખુશીનો નહી પાર.

દુધ સમાં અમૄત પાઈને,  નિહાળે મીઠી નજરે.

ભીનામા સુઈને  કોર્યા  કર્યા, વરસાવે સદા  હેત.

હાલરડા  ગાયે મીઠા, મીઠી  નીદર  સુવડાવે.

પ્રેમ ભરી આખોથી નિહાળે મુખડુ વ્હાલા રતનનુ.

જતન કરે દિન રાત, કરે નિસ્વાર્થ પ્રેમ.

ન્યોછાવર કરે સારો પ્રેમ, ન ભરાય દિલ.

લાડ કરી મુક્યા કોરીયા મોમા, કરે વ્હાલ.

કરાવે પાપા પગલી, હરખાઈ ઉઠે આનંદે.

બાળલીલા નિહાળી, મન અતિ પ્રસંન્ન તેનુ.

પ્રેમ વર્શા વરસાવે નીત, નીક્ળે દિલમાથી દુઆ.

શીશુ રક્ષા કાજે, પ્રભુને કરે પ્રાર્થના હરરોજ.

આશિષ આપી,  ઉજ્વળ કરી, કરે જીવન નસીબ વંત.

આતુર  હમેશા  સાભળવા એક શબ્દ, મા. મમતાની દેવી.

બોલુ હુ   પહેલો અક્ષર મા, સાભળી પામે સુખ સ્વર્ગ સમુ.

માનો પ્રેમ, માનુ હેત, માનુ વ્હાલ, માની મમતાનો ન આવે પાર.

ધન્ય છે પ્રભુ તને, તે આપી અનમોલ ભેટ, પ્રેમની મુર્તિ મા.

( દુનિયાની બધી માતાઓને મધર ડે ની શુભકામના.)

1 Comment »

મધર ડે.

           ૯  મે, મધર ડે  છે. માતા માટે ખાસ દિવસ.

 મધર ડે– માતૄ દિન. કોઈ પણ દેશ હોય પુર્વ કે પચ્શિમ, દરેક જ્ગ્યાયે માતાનુ મહત્વ ઘણુજ છે.માતાનુ સ્થાન ઉચુ છે. શાસ્ત્રમા પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે. માતા શબ્દ શાભળતાજ મનની અંન્દર એક આદરભાવ જાગે, અને માતા માટે પ્રેમ ઉભરાઈ આવે.દુનિયામા માતાની જ્ગ્યા કોઈ ન લઈ શકે. દુનિયામા એક મા જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે. પ્રેમની સામે તેને કોઈ અપેક્ષા હોતી નથી. બાળકો માટે પ્રેમ અને કાળજી એજ એનુ જિવન છે. માને જો તેના છોકરો અથવા છોકરી   બહારથી આવતા મોડુ થાય તો સૌથી વધારે     ચિન્તા માતાને  થાય છે, માતાને બે છોકરા હોય કે દશ બધાને માટે સરખો   પ્રેમહોય  છે. માતા જેવી કાળજી કોઈ ન કરી શકે. બાળક નાનુ હોય પછી તે મોટુથાય તો પણ તેને   તેટ્લીજ પરવા હોય છે. એટલેજ ઘણી વખત છોકરાઓ તેમની માતાને   કહેતા હોય છે મમ્મી અમે હવે મોટા થઈ  ગયા. ચિન્તા ન કરશો.  છોકરાઓને  કોણ  સમજાવે  માને મન  હજુ  તમે   નાના  છો.

       અહિયા પરદેશમા મા–બાપ અને છોકરાઓ દુર દુર રહેતા હોય અને બધા વ્યસ્ત એટલા હોય છે, ઈચ્છા હોવા છતા પણ વારંવાર મળી શકતા નથી. એટલે આ દિવસે બધા  ભેગા થાય છે, અને ઘણીજ  ખુશીથી મધર ડે ઉજવે છે. જ્યારે આપણા દેશમા દરરોજ મધર – ડે હોય. ઘણી જ્ગ્યાયે તો બાળકો દરરોજ ઉઠીને માતાને પગે લાગતા  હોય છે, અને આર્શિર્વાદ મેળવતા હોય છે. તો ઘણી વખત પરિક્ષા હોય,ઈન્ટર્વ્યુ માટે જતા હોય,અથવા તો કોઈ પણ સારા કામ માટે બહાર જાય તો માતાને પગે  લાગીને આર્શિર્વાદ મેળવીને  બહાર જાય. સાચેજ   ભારતીય  પરંપરા  સંસ્કારોથી  ભરેલી   છે. માતા જે પ્રેમ બાળકોને કરે તેવો પ્રેમ પિતા પણ  બાળકોને ન કરે શકે. માતાને બાળકો માટે લાગણી પણ ખુબજ હોય છે.બાળકો મોટા થાય અને લગ્ન પછી માતાની પરવા હોય કે ન હોય, પરંન્તુ માતાના પ્રેમમા ક્યારેય ક્મી નથી આવતી. માતાનો પ્રેમ સતત સરિતાની જેમ વહેતોજ રહે છે. બાળકો પ્રેમ આપે કે ન આપે, માતાનુ હ્રદય એટલુ બધુ કોમળ છે હમેશા પ્રેમથી ભરેલુ છે. માતાનો બીજો અર્થજ પ્રેમ છે.

No Comments »

વહુ ઉવાચ.

વહુ — મમ્મી આજે ડીનરમા રોહનને દાળ-ભાત, રોટલી–શાક

           સાથે સુપ અને સેલાડ પણ જોઈશે.તો બધુ જ બનાવજો.

સાસુ– ભલે  બેટા.

વહુ– અને હા મમ્મી વિકી માટે પાસ્તા બનાવજો.

સાસુ–  ભલે બેટા.

વહુ– મમ્મી મારે  આજે ડાયેટ છે એટલે ખાલી શીરો જ ખાઈશ.

         હુ એક્જ વસ્તુ ખાઈશ.ખાવા પાછુ બહુ ના બનાવશો.

સાસુ– ભલે બેટા, અને હા બેટા મારી માટે શુ બનાવુ ?

વહુ– મમ્મી ગઈ કાલની ખીચડી ફ્રિજમા પડી છે તે ખાઈ લેજો.

           આમેય આ ઉમરે ભારે ખોરાક તમને નહી પચે.

No Comments »

વહુ ઉવાચ. (કટાક્ષ-શ્રેણી).

 સાસુ– બેટા  તમે  બહાર જાવ છો ?

 વહુ— હા મમ્મી,  ગ્રોસરી લેવા જાઉ છુ.

 સાસુ– બેટા મારે માટે ફ્રુટ લેતા આવજો.

 વહુ– કેમ મમ્મી ?

 સાસુ— કાલે મારે અગીયારસ છે.

 વહુ–  મમ્મી ગયા  અઠવાડીયે કેળા લાવી

            હતી હજુ બે પડ્યા છે, ખાઈ લેજો.

           ભુખ્યા ન રહેવાય તો અગીયારસ

          કરવાની ક્યા જરુર.

3 Comments »

સદબુધ્ધિ.

પ્રભુ પાસે માગુ હુ સદબુધ્ધિ  સદા.

સદ વિચારના વહેણ વહેતા રાખો સદા.

ડુબકી મારુ, કરુ શુધ્ધ મન અને હ્રદય.

ભક્તિ તણા હિરા-મોતિ રતન, જડ્યા હ્રદયષિહાસન પર.

હ્રદયષિહાસન પર બિરાજમાન ,   શ્રિ ક્રિશ્ણ હરિ.

શ્રી ક્રિશ્ન નામ રટણથી, કરુ વાણી શુધ્ધ.

સદાચારથી,   હુ  શુધ્ધ કરુ વર્તન.

ન જાણુ હુ સ્વર્ગ, ન જાણુ હુ નર્ક.

મૄત્યુ લોકને જાણુ હુ, બની આવ્યા માણસ.

માણસ બનવાની કોશીશ કરુ, ન બનુ પશુ.

પશુ બુધ્ધિ જડતા લાવે,પશુ જીવન વ્યર્થ.

જડતાથી  પ્રગટે  અજ્ઞાન ને  અંધકાર.

ન જાણુ  હુ પાપ, ન જાણુ  હુ  પુણ્ય.

કરુ બસ સતકર્મ,  સમજુ  ફક્ત કર્મ.

કર્મના ફ્ળ તો આપે  ભગવાન.

જીવન નૈયા થાય હાલક-ડોલક.

માયાના બંન્ધન  બહુ  ભારી.

જીવનનૈયા  સોપી   શ્રિ ક્રિશ્નને.

એક ભરોસો તારો, પાર ઉતારો નૈયા.

ફ્ક્ત ભરોસો હરિનો, કરે જીવનનૈયા પાર.

No Comments »

વિભાજન.

ભગવાને મનુશ્યને આ ધરતી પર મોક્લ્યો ત્યારથી બસ દરેક વસ્તુનુ વિભાજન કરતો આવ્યો છે.આ મારા રમકડા આ તારા રમકડા, આ મારા કપડા આ તારા ક્પડા, આ તારો રુમ આ મારો રુમ.આ મારુ ઘર આ તારુ ઘર, આ મારી  મિલકત આ તારી મિલકત. તેને માટે  મોટા ઝગડા, અને કોર્ટ  કચેરી સુધી પણ જ્વાનુ, આમ   દરેક વસ્તુમા વિભાજન,દરેક્મા વહેચણી.અગર તારુ-મારુ જ્ગ્યાયે અમારુ શબ્દ આવી જાયતો બધા પશ્રોનો ઉકેલ આવી જાય.

           ભગવાને માણસ બનાવીને મોક્લ્યો તો પછી, હુ હિન્દુ, તુ મુસ્લિમ. હુ બ્રામંણ તુ વાણીયા.હુ ગુજરાતી, તુ મરાઠી. એટ્લીથી બસ નથી  જુદા ધર્મ બનાવ્યા, જુદા જુદા સંપ્રદાય બનાવ્યા.ભગવાનને પણ વહેચી નાખ્યા. અરે કેટલુ બધુ કન્ફ્યુજન ! એક પર્ર્માત્મા છે, એક       ભગવાન અને ધર્મ માટે ઝગડાઅને મારા-મારી. મનુષ્યએ હદ વટાવી દીધી  છે. ભગવાન પણ વ્યન્ગમા હસતા હશે.

                  પરંન્તુ  આ માણસને જ્યારે પ્રેમ વહેચવાનો હોય ત્યારે તેનુ મન અને દિલબંન્ને એકદમ સંકુચિત થઈ જાય છે. સમાજમા, પરિવારમા સાચો પ્રેમ કરી નહી શકે.પ્રેમ વહેચી નહી શકે. જ્યા સ્વાર્થ હશે ત્યા ખોટો પ્રેમ બતાવશે. અરે ભગવાનને પણખોટો પ્રેમ બતાવીને ઉલ્લુ બનાવવા તૈયાર થઈ જ્શે. પ્રેમની વહેચણી કરતા નહીઆવડે.  બધી વસ્તુમા  વહેચણી કરશે પરંન્તુ પ્રેમની વહેચણી નહી કરે. પ્રેમ વહેચેતો આ દુનિયા, આ સંસાર કેટ્લો સુખી થઈ જાય. કજિયા, કંકાસ, ઝગડા ઓછા થઈજાય. દિલમા પ્રેમ ન હોય અટ્લે, તેની જ્ગ્યા ઈર્શા અને સ્વાર્થ લઈ લે.

No Comments »

મર્યાદા.

           મર્યાદા એટલે   એકચોક્ક્સહદ,કોઈ પણ   કાર્ય કરીયે  તેમાં એકહદમાં  રહીને ધર્મને  અનુસરીને  સારુકાર્ય કરવુ જે  નિતિનિયમ બતાવ્યા છે, બનાવ્યા છે,  તેપ્રમાણેજ કાર્ય કરવુ  શ્રીરામભગવાન મર્યાદાપુરષોતમ  કહે્વાય,તે    ઉપરથી આપણનેખબર પડે કેઆ શબ્દ કેટ્લો મહ્ત્વનો છે અને ઉચ્ચકોટીનુ જીવન  જિવવા માટે આશબ્દ   બહુજરુરી છે .અત્યારનો જે સમય ચાલી રહ્યો છે તેમાં એવુ લાગે છે કે આ શબ્દનુ કોઈ મહ્ત્વ હવે રહ્યુ નથી કોઈ પણ ક્ષેત્ર જોઈએ , રાજકારણ, પરિવાર,સમાજ,ધર્મ,સંપ્રદાય,શીક્ષણ ક્ષેત્ર હોય કોઈ જ્ગ્યાએ આ શબ્દ કોઈ સમજી શકતુનથી.દરેક જ્ગ્યાએ હરિફાઈ ચાલી રહી છે, એટલે દરેક્ને પોતાની જાત સિવાય બીજા કોઈની પરવાકર્યા વિના આગળ વધવુ છે,સ્વાર્થ વધી ગયો એટલે મર્યાદા બિલકુલ ભુલાઈ ગઈ છે. એટલેજ દરેક જ્ગ્યાએ ઈર્ષા,વેર-ઝેર,કજિયા-કંકાસ,ઝગડા દરેક ક્ષેત્રમા વધી ગયા છે.

            આપણે જોઈએ તો શરુઆત એક કુટુમ્બથીજ થાય,આવી વ્યક્તિપરિવાર અનેપછીથીસમાજ્માંઅશાન્તિ ફેલાવે. ખાસ કરીને એક સ્ત્રી માટે મર્યાદા દરેક વસ્તુમા આવતી હોય છે, સ્ત્રીએ મર્યાદામા રહીનેદરેક કામ કરવાના હોય છે.નવી પેઢીનો આધાર એક સ્ત્રી ઉપર હોય છે, બાળક્નુ શીક્ષણ માતા પાસેથી શરુ થાય છે.ઘણી વખત એવુ પણ બને માતા બાળક્ને સારુ શીક્ષણ આપે પરન્તુ બાળક ગણી બધી વસ્તુ   બહારનાવાતાવરણમાંથી શીખતુ હોય છે.મર્યાદા અને સંસ્કારી કુટુમ્બ હશે તો બાળક સંસ્કારીજ બનવાનુ છે. જોકે મર્યાદા દરેક ઉમરના માણસો માટે અને દરેક સ્ત્રી પુરુષ માટે લાગુ પડે છે.દરેક કાર્યમાં મર્યાદા હોય છે.

            કોઈ પણ વસ્તુ મર્યાદાની   બહાર એટલે કે વધારે પડતી થાય ત્યારે તે વસ્તુ કોઈને ગમે નહી,કોઈ વ્યક્તીને વધારે પડતુ બોલવા જોઈતુ હોય તો બીજા માણસને વાત સાભળવાનો કંટાળૉ આવે.કોઈ પણવસ્તુ હદની બહાર જાય એટલે તક્લીફ ઉભી કરે.દરેક કામ હદમા રહીને કરવાના હોય છે.હદ પાર કરીયે તો ઘણીવખત વિનાશને પણ આમંત્રણ આપીયે છીયે. ઘણી વખત અમુક વસ્તુની આદત હોય પછી તે ટેવમા બદ્લાય, ત્યાર બાદ કુટેવ અને પછી આ વસ્તુ હદ પાર  કરે.માણસને ભાન પણ ન હોય આ પરિસ્થીતિ સુધિ ક્યારે પહોચ્યો.જીવનમા મર્યાદાની બહુ જરુર છે.

1 Comment »

મિલન.

સંધ્યા મળવાને આતુર સુરજને, નડે રાત્રિના બંધન.

મનમા  એકજ  આશ, ક્યારેક  તો થશે  મિલન.

સંધ્યા ન સમજે,સુરજ મિલન લખ્યુ ન ભાગ્યમા.

આતો  કુદરતનો   નિયમ,  લખીને આવી   વિયોગ.

ચંન્ર્દ-સુરજ  ક્યારે  ન  આવે  સાથે.

એકને વ્હાલો દિન, એકને વ્હાલી  રાત્રિ.

ચાતક  તડપે  એક  બુન્દ, જોવે  વર્ષાની  વાટ.

પ્યાસા ચાતક એક આશ લઈ નિહાળે ગગન.

પંખીડા   ઉડ્વાને  આતુર  ખુલ્લા  આસમાને.

પિન્જરુ  કરે  બંધન,  ઉડવાની આશ ન છુટે.

આત્મા  ઝંખે  પરર્માત્મા  મિલન હમેશા.

નડે શરીરના    બંધન, આશ ન છુટે.

1 Comment »

« Prev

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.