Archive for December 13th, 2010

સબંધ

         જીવનમા હરેક સબંધ મહત્વના છે . સબંધો સાચવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીયે .એક બીજા સાથે સબંધ સારા રહે તેમાં થોડી સાવધાની વર્તવાની પણ જરુર છે . જીવનમાં આપણી પાસે ઘણા બધા સબંધો છે .

          પતિ – પત્નિ , માતા – પિતા અને સંતાનો , ભાઈ -બહેન , પરિવારના બીજા સગા તેમજપાડોસી , સમાજ ત્યાર બાદ સ્વ અને આત્મા અને સૌથી મહત્વનો સબંધ આત્મા અને પરમાત્માનો. આત્મા અને પરમાત્મા્નો સબંધ બધાજ લોકો તેને ગૌણ સમજે છે .

      પતિ પત્નિનો સબંધ , આ સબંધ ઉપર આખુ જીવન ટકેલુ છે અને ભાવી પેઢીનો આધાર તેનાપર છે . પતિ પત્નિનો સબંધ વિશ્વાસ અને પ્રેમ ઉપર ટકે છે . અને આ સબંધ મજબુત પણ છે અને નાજુક પણ છે . જો એક્બીજા માટે પ્રેમ અને વિશ્વાસ હોય તો પતિ પત્નિનો સબંધ મજબુત હોય છે.અને સાત જન્મો સુધી નભી શકે છે . જો પતિ પત્નિ  વચ્ચે વિશ્વાસ ન હોય તો સબંધ નાજુક છે . આ સબંધ ક્યારે તુટે તેનો કોઈ ભરોસો નહી . તેમાં ધીમે ધીમે પ્રેમ પણ ઓછો થતો જાય છે અને વાત છુટા છેડા સુધી આવીને ઉભી રહે છે .

            માતા-પિતા અને બાળકો વચ્ચેનો સબંધ , આ સબંધ તો વાત્સલ્ય અને પ્રેમથી ભરેલો સબંધ છે . તેમાં કોઈ સ્વાર્થ નથી અને માતા-પિતા બાળકોને વાત્સલ્ય અને પ્રેમ તો આપે. સાથે સાથે બાળકોને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરે, વધારે મહત્વ બાળકોને આપે.કાળજી રાખીને બાળકોનુ ભવિષ્ય ઉજ્વળ બનાવવા માટે પોતાની જીન્દગી પણ દાવ પર લગાવીને ફરજો પુરી કરીને સાથે સાથે ઉચા સંસ્કારોનુ સિંચન કરીને બાળકોને જીવન જીવવા માટે તૈયાર કરી દે છે .

            ભાઈ-બહેનનો સબંધ નિશ્વાર્થ હોય છે પરંતુ  ઘણી જગ્યાએ પૈસા ખાતર ભાઈ -બહેનના સબંધ પણ બગડતા સમાજમાં જોયા છે . નહીતો ભાઈ તો પિતાની જગ્યાએ છે અને બહેનને વાત્સલ્ય પ્રેમ આપવો જોઈએ . બહેન તો હમેશાં તેના વીરાનુ સુખ ઈચ્છતી હોય છે . અને જો ભાઈને ઘરે જાય અને ભાઈ એટલુજ પુછે આવી બેના ? અને બેનની આંખ ભરાઈ આવે અને ભાઈના પ્રેમમાં એને સ્વર્ગનુ સુખ મળી જાય છે .

         પરિવારના સગા , કાકા-કાકી , મામા-મામી, ફોઈ ફુઆ વગેરે તેમના સબંધો સાચવવા માટે પણ આપણે  હમેશાં ધ્યાન રાખીએ છીએ. બિમાર હોય , કોઈ સારો ખોટો પ્રસંગ હોય આપણે તુરંત દોડી જઈએ છીએ અને સમય આવે કાળજી પણ રાખીએ છીએ .આપણી ફરજ સમજીને સબંધ સાચવવાનો પ્રયત્ન કરીએ
છીએ .

       પાડોસીના સબંધ માટે પણ આપણે તેટલોજ પ્રયત્ન કરીએ છીએ , ઘણી વખત પસંદ હોય કે ન

હોય તો પણ મદદ કરવી પડે . મિત્ર મંડળ માટે પણ સબંધ સાચવવા માટે આપણે હમેશાં પ્રયત્ન

કરીએ છીએ . ઘણી વખત સગા કરતા મિત્ર સાથે વધારે સબંધ વધતો હોય છે અને સગાઓ કરતાં

મિત્રો વધારે મદદ કર્તા હોય છે .

          સ્વ અને આત્મા. આ સબંધ કેટલા લોકો ઓળખે છે અને સાચવી જાણે છે ?  આપણુ મન આત્માનુ સાંભળવા તૈયાર નથી . પોતાની જાતને સર્વસ્વ સમજે છે . સ્વ જ્યારે આત્મા સાથે સબંધ રાખશે ત્યારેજ પાપ કર્મ કરતાં બંધ થશે અને તેનો ઉધ્ધાર થશે .આત્મા અને પરર્માત્માનો સબંધ. આ સબંધ તો બહુજ મજબુત હોવો જોઈએ . અને મનુષ્ય જો પરમાત્માને સમજી શક્શે , પરમાત્મા સાથે સબંધ રાખે તો તેના માટે મોક્ષના દ્વાર ખુલ્લા છે .

1 Comment »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.