અધિક માસ.
પ્રગટ થયો એક માસ અધિક, બાર માસમા મળે ન સ્થાન.
શુભ કાર્ય વર્જીત , ન તેને માન, .લોકો કહે અશુભ.
નામ મળ્યુ મલમાસ, ચિંતીત માસ અધિક , સદા રહે દુખી.
શરણ ગયો શ્રી ક્રિષ્ણ, લીધો પ્રભુએ શરણ.
પુરષોતમ નામ રુપ તાજ, પ્રભુએ પહે્રાવ્યો માથે.
નીજ સર્વ ગુણ અર્પણ કર્યા, સ્થાન આપ્યુ ઉચુ.
અધિક માસ બન્યો સર્વોત્તમ, હરેક કાર્યનુ ફ્ળ સો ગણુ.
હવે પુરષોત્તમ માસ કહેવાય, આ , અધિકમલમાસ.
આ માસમા જપ, તપ,ધ્યાન, દાન, સ્નાનની મહીમા ગણી.
અધિકમાસ હરખાય, હરિએ કર્યો તેનો ઉધ્ધાર.
પ્રભુ શરણ સ્વિકારી , બન્યો શાક્ષાત પુરષોત્તમ સ્વરુપ.
પુરષોત્તમમાસનો મહીમા મોટો,આવો સાથે કરીયે ગુણગાન.
હરિ ક્થા, હરિ ગુણ ગાન અતિશય પ્રિય પ્રભુને.
પ્રભુને વ્હાલા ભક્ત, પ્રભુ ગુણગાન કરીને.
પામીયે શ્રી હરિ શરણ, થાયે આત્માનો ઉધ્ધાર.