સુગંધ.
સુરજ નીકળે સોનાના રથમા સવાર, આવે લઇને સુગન્ધ.
મોગરો , ગુલાબ અને ચમ્પો , વ્રુક્ષ , છોડ અને પાન ફેલાવે સુગન્ધ.
ફ્ળો લેઈને આવે રસ અને અનેરી સુગન્ધ.
મંદ,મંદ વહેતા ઝરણા સાથે વહેતો વાયરો લાવે ઝરણાની સુગન્ધ.
નદી, સરોવર, સાગર, ધોધ અને ફુવારાની પણ અનેરી સુગન્ધ.
મમતાથી મા ડોલી ઉઠે , નવજાત શીશુની મનમોહ્ક સુગન્ધ.
પતિને પ્યારી લાગે,સ્નાન કરીને,લુછતી ખુલ્લા કેશ, નવોઢાની સુગન્ધ.
પુજા રુમ, મન્દિરમા, ધુપસળીની મહેક, ફેલાવે મનમોહક સુગન્ધ.
તો ચન્દન, અબીલ, ગુલાલ, તુલસી ફેલાવે શુધ્ધ નિર્મળ સુગન્ધ.
વર્શા લાવે ધરતીની માટીમા મહેક, ધરતીની અનોખી સુગન્ધ.
રાત્રે, રાતરાણી મઘમઘ મહેકી રહી , ફેલાવે સુગન્ધ.
રાત્રીના સમયે પણ વહી રહ્યો છે, રસ સુગન્ધ.
જ્યા જોવો ત્યા મહેસુસ થાય બસ, રસ અને સુગન્ધ.
તો ફરિયાદ શાની , નીરસ જીન્દગી છે, ન તેમા સુગન્ધ.