કોઇ કારણ હશૅ.
એક ઝોલીમાં ફૂલ ભર્યા છે, — એક ઝોલીમાં કાટૅ, — (કૉઈ કારણ હ્શે) .
તારા હાથમા ક્શુ નથી એતો વહેચવા વાળો જાણે.
પહેલા તક્દીર બને છે, પછી શરીર .–( કોઇ કારણ હશે) .
નાગ ડસી લે તો પણ મળે કોઇને જીવન દાન, — કીડી પણ કોઇનુ નામ નિશાન મિટાવી શકે
(કોઇ કારણ હશે ) .
ધનની ગાદી મળે છ્તા, નૈન નિન્દર માટે તડ્પે .
કાટો ઉપર સુઇને પણ ચૈનની નિન્દર આવે .– (કોઇ કારણ હશે) .
સાગરથી પણ કોઇની પ્યાસ ન બુઝાય — કોઇ એક બુન્દ્થી આશ પુરી થાય.
( કોઇ કારણ હશે) .
મન્દિર , મસ્જિદ જવા છ્તા પણ ન આવે જ્ઞાન, — કોઇ વખત મળે માટીમાથી મોતી,
પત્થરમાથી ભગવાન .— (કોઇ કારણ હશે) .