ઉર્મિ ભાવ.
કાવ્ય, કવિતા, ગઝલ, અને શાયરી.
ઉર્મિના ભાવ એતો, ન કોઈ ફરક એમાં.
મીઠી યાદો, પ્રકૃતિ સૌન્દર્ય, સ્મરણીય ધટના.
હ્રદયની વેદનાઓ , હૈયાના એ ભાવ.
હ્ર્દય ઉર્મિસાગરમાં, જ્યાં ભાવરુપી,
પત્થર ફેકાય, વિચારો રુપી વમળો ઉદભવે.
ઘુટાઈને ઉર્મિભાવ, બને શબ્દનુ સ્વરુપ.
શબ્દની આ રમત, ઉતરે કાગળ પર.
ક્વીની આ કલ્પનાઓ બને પ્રેમ ભાવ.
દિલના તાર ઝણ-ઝણી ઉઠતા.
કાવ્ય, કવિતા, ગઝલ, શાયરી .
પ્રગટ થાય અતિ સુન્દર રચના.