મન.
મન એ એટલો ગહન વિષય છે, તેના ઉપર પુસ્તકોના પુસ્તક લખાય.
અને સાચુ પણ છે.મનને કેન્દ્રમાં રાખીને વેદ, પુરાણ, શાસ્ત્રો લખાયા. મનુષ્ય જીવન માટે મન અગત્યનુ
છે. પરંતુ કોઈનુ મન તરફ ધ્યાન નથી જતુ.અને ખાસ કરીને આ જે યુગ ચાલી રહયો છે તેમાં તો
ખાસ. મનુષ્ય જીવન આખુ મન ઉપર આધારીત છે, પરંતુ ક્યારેય મન ઉપર વિચાર નથી કર્યો. મનુષ્યને
મન અનેક નાચ નચાવે. પાપ -પુણ્ય, સુખ-દુખ, જન્મ મરણના ફેરા આ બધાનુ કારણ મન છે. મનના ગુણ
છે, સત્વગુણ , રજોગુણ અને તમોગુણ. આ ત્રણ ગુણોને લીધે ભાવ પેદા થાય છે. ભાવ ઉત્પન થાય એટલે
આપણે વિચાર કરવાના ચાલુ કરીયે અને તેની સાથે મન જોડાય છે, અને આ વિચાર આપણે આચરણમાં
મુકીયે છીયે, એટલે તે કર્મ બને છે. સત્વગુણ વધારે હોય તો સત કર્મો થાય અને તેને લીધે પુણ્ય કર્મોનો
સંચય થાય.સત્વગુણના ભાવો છે , દયા , ધર્મ, અહિસા, પ્રેમ , ક્ષમા, ઉદારતા. સત્વગુણમાં સદગુણો હોય છે. જ્યારે તમો ગુણ વધારે હોય તો ત્યારે ખરાબ કર્મો વધારે થાય, અને તે પાપ કર્મોનો સંચય
કરે છે.તમો ગુણના ભાવો છે, કામ , ક્રોધ , મદ, મોહ, લોભ , ઈર્ષા , દ્વેષ , અહંકાર , કપટ. એટલે આ બધા
ભાવોથી થતા કર્મો તે પાપ કર્મો છે. રજોગુણ એ મદદ કર્તા છે. રજોગુણનો ભાવ રાગ છે, રાગ એટલે
લગાવ.આમ સારા કર્મો અને ખરાબ કર્મો, આ બન્નેને લીધે પાપ પુણ્યના કર્મ બીજ બને છે, અને તેને
રાગ અને દ્વેષ પોષણ આપે છે, અને તે કર્મો ફુલી ફાલીને મોટા થાય છે, અને તેનો જથ્થો વધતો જાય
છે.
મનના પ્રકાર છે ચાર.
( ૧ ) મનન કરે ત્યારે મન.
( ૨ )ચિન્તન કરે ત્યારે ચિત.
( ૩ )નિર્ણય કરે ત્યારે બુધ્ધિ.
( ૪ )અભિમાન કરે ત્યારે અભિમાન.
મન એ શુક્ષ્મ શરીરનો વિભાગ છે, એટલે એને બે વિભાગ છે.
( ૧ )બાહ્ય મન.
( ૨ )અંર્તરમન.
બાહ્યમન વિષયો શોધે છે, ઈન્દ્રીયોના વિષયો શોધીને અંર્તરમનને મદદ કરીને જોડાણ કરી આપે
છે, અને બુધ્ધિ તેને જજમેન્ટ કરે છે. અને કર્મબીજ ફ્લીત થાય છે. અને વિચાર્યુ હોય તે કાર્ય કરવા
માટે તૈયાર થઈ જાય. આપણુ મન શુક્ષ્મ શરીરમાં રહેલુ છે. મન સાથે ઈન્દ્રીયો જોડાયેલી છે. મન
શાંન્ત થાય તો ઈન્દ્રીયો કાબુમાં આવે તો આગળ વધારાના કર્મો થતા અટકે. ધ્યાન અને પ્રાણાયમથી
સાધના કરવાથી , મન કાબુમાં આવે એટલે કર્મો બળી પણ જાય છે, અને સાધક માટે મોક્ષના દ્વાર પણ
ખુલ્લા થાય છે. મનનુ આત્મા સાથે જોડાણ તે યોગ છે. અને આ યોગ દ્વારાજ પરમતત્વને પામવુ શક્ય છે.
આમ મન કર્તા ભોક્તાનુ કેન્દ્ર છે. મન કર્મોમાં વધારો કરે છે , મન માણસને જન્મ – મરણના ચક્ર્માં
ફેરવે છે. મન જ જીવનમાં બધુ કરાવે છે. મન ચંચળ છે, જલદી કાબુમાં ન આવે. છતાં પણ જીવનમાં
કોઈ પણ વસ્તુ અશક્ય નથી. મનને પણ યોગ સાધનાથી કાબુમાં લાવી શકાય.