શ્રી હરિ.
( હસીત પટેલે ક્યાંક આ રચના વાંચી હશે, તે મોક્લાવેલી છે, પસંદ આવી એટલે અહીયાં રજુ કરુ છુ. )
નજર કરુ ત્યાં નારાયણ, હાથ ધરુ ત્યાં હરિ.
પગ મુકુ ત્યાં પુરુષોતમ ઘર, એ ઘરમાં હુ ઠરી.
હૈયા દુબળી હુ ને પાછી, મોઢે મોળી ખરી.
દીવો પ્રગટ્યો ત્યાંતો ટવરક – ટવરક વાતુ કરી.
ઘંટી, પાણી, વાસીદુ ને ચુલો ઘરવખરી.
જ્યાં જ્યાં કામે લાગુ, ત્યાં ત્યાં મંદિરને ઝાલરી.
ભવ ખેતરને ખેડી રાખ્યુ, કુવો કાંઠા લગી.
મેતો વાવી જાર, પાક્યાં મોતી ફાટુ ભરી !!!