પ્રાર્થના.
પ્રાર્થનામાં અજબ શક્તિ રહેલી છે.
હ્રદયના ઉડાણમાંથી નીકળેલ
ભાવભરેલ શબ્દોથી સર્જીત વાણી,
પ્રેમભાવથી હ્રદયથી કરેલ વિનંતિ
ઈશ્વર જરૂર સાંભળે છે. પ્રાર્થનામાં
શબ્દોનુ મહત્વ નથી હ્રદયના ભાવો
અને ઈશ્વર સાથેના પ્રેમનુ મહત્વ છે.
ભક્ત અને ઈશ્વરના સબંધનુ મહત્વ છે.
પ્રાર્થના જીવનનુ બળ અને શક્તિ છે
પ્રાર્થના તેની સ્થિતીમાંથી ઉચકીને
પ્રાર્થના કરનાર વ્યક્તિને એક મહત
ચૈતન્ય સાથે સંબંધ જોડી વિષમ,કઠીન
પરિસ્થિતીની હતાશા અને શોક દુર કરે છે.
પ્રાર્થના એટલે પરર્માત્મા સાથે ગોઠડી
પરર્માત્માનુ ચિન્તન અને અનુભવ.