(૧) અદભુત નયન,(૨) તારી યાદ(૩) ઝાક્ળ બિંદુ(૪) અતિત.

 

             (૧)
     અદભુત નયન
ઉષમા ભર્યા રે આ નયન,
ઉના પાણીના અદભુત નયન.
એમાં ભર્યા હ્રદયના ભેજ,
એમાં ભર્યા આતમના તેજ.
સાતે સમંદર  એના પેટમાં,
એમાં મીઠા જળના ઉંડા કુવા.
સપનાં આળોટે એમાં મોટી આશા,
એમાં મનનો ચોખ્ખો આયનો,
બોલે દિલની સાચી મુગી વાણી.
જલના દીવા જલમાં ઝળહળે.
કોઈ દિન રંગ અને  વિલાસ,
કોઈ દિન પ્રભુ તારી પ્યાસ.
 
                  (૨)
             તારી યાદ
 
ક્યાંક નદીઓની ઉદાસી કિનારે પડી છે
ક્યાંક તારી યાદોની મોસમ વહી રહી છે
ઝાંઝવાના નીરીની કથા વચ્ચે તૂ વસે છે
ધરતી પર તરસ્યાં ત્યાં મેઘા ઉચે ચડી છે
પંખીના કલરવ જેવી એક ઈચ્છા સળવળે છે
ઘાયલ દિલ! આ કેવી વીરહની એક પળ છે
જ્યાં એકાંતે આવી છે સાજન તારી યાદ
મારા સુવાળા એ દિવસોની એ સુખદ પળો
કહેવાય છે જીન્દગી એ હવે અહી અટવાઈ છે
લાગણીના એ પ્રવાહો ક્યાં વહી ગયા હવે
ખળખળ વહેતાં શીતળ ઝરણાં બુઝે ન પ્યાસ.
 
                  (૩)
             ઝાકળ બિંદુ
 
સુખ તો એવુ લાગે  જાણે ઝાકળ બિન્દુ
           કેમ રે કરી ઉકેલવી આ ઝાકળ વાણી
આંખ ખોલુ તો એક તેજ કિરણ
            ને  આંખ મિચુ  તો અંધારી રાત
ખુલવામાં અને મિચવામાં
            આ  તો   આપણી છે જાગીર
એક પળમાં વહેતાં ઝરણાં જેવી રામ કહાણી
             ટહુકો  છલકે નભમાં એટલો  તો કલરવ
સૂના રસ્તા ઉપર સાંજનો પથરાયો પગરવ
                   આછા આ અંધારા સૌને લેતા ઘેરી.
 ઘેરાઈ નીંદર નયન પડર ખોલ બંધ 
                  ભાસે સુખમય સપનાની દુનિયા.
 
                      (૪)
                    અતિત
 
ન વાગોળો આમ અતિતને,દુખ સિવાય કંઈ નમળે ત્યાં.
ન ફરક પડે કોઈ આજે,  થાય ખોટો સંતાપ અને ઘુટન.
અતિત  હતુ દુખી કે હતુ સુખમય,  ખાલી એનો બળાપો.
અતિતતો એક શમણુ, આંખ ખુલે ત્યાંઆલોપ, ખોટો ભ્રમ.
અતિતતો ના આજન્મનુ,ભવોભવના લઈને ફરીયે સાથે.
ક્યાં હિસાબ રાખવો સુખ-દુખનો,અતિતના મોટા ભારા.
ક્યાં ઉચક્વા ભારા,  ભારા માથે લઈને ન ફરીયે.
આજે ન કોઈ મહત્વ  અતિતનુ, કાલનુ વિચારીયે.
ઉજ્વળ બની ઉભી છે આવતી કાલ,સુંદર-સુન્હેરી.
આવતીકાલને વિચારીયે, બનીને ઉર્ધ્વગામી.
ઉર્ધ્વગામી બની, આંબીયે ઉચાઈના એ શિખર.
ઉચાઈના એ શિખરતો , અંતિમ લક્ષ્ય આપણુ.
   
              
 
 
 
 
 

 
  

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help