વહુ ઉવાચ.
સાસુ ( જયા) — બેટા રિતિકા.
રિતિકા– હા મમ્મી.
જયા– બેટા,તમે બહાર જાવ ત્યારે, મારે તમારુ કામ હતુ.
રિતિકા– શુ કામ હતુ મમ્મી ?
જયા– તમારા પપ્પાને પંચોતેર વર્ષ થાય છે, બે દિવસ પછી તમારા પપ્પાનો જન્મ દિવસ આવે છે.
રિતિકા–બહુ સરસ.
જયા– હુ વિચારતી હતી, આ વખતે આપણે કેક કાપશુ, તો તમે કેક્નો ઓર્ડર કરી આવશો ?
રિતિકા– મમ્મી, તમે રોહનને કહો તે ઓર્ડર કરી આવશે.
જયા– ભલે બેટા.
( એટલામાં રોહન રુમની બહાર નીકળે છે.)
જયા– રોહન બેટા,
રોહન– હા મમ્મી,
જયા– બેટા બે દિવસ પછી તારા પપ્પાની વર્ષગાંઠ( જન્મ દિવસ ) છે.
મારી ઈચ્છા છે આ વખતે આપણે કેક કાપીયે, કેમકે આ વખતે, તારા પપ્પાને ૭૫ વર્ષ થાય છે.
રોહન– મમ્મી બહુ સારી વાત છે, પરંન્તુ હુ બહુ વ્યસ્ત છુ, આ બધી વસ્તુ માટે મારી પાસે ટાઈમ નથી.
બધુ રિતિકા સંભાળે છે, તમે રિતિકાને કહો,તે તમારુ કામ કરી દેશે.
( એટલામા જયાની સહેલી નીનાનો ફોન આવ્યો. )
નીના– હલ્લો જયા, કેમ છે ? જય શ્રિ ક્રિષ્ણ.
જયા– બસ શાન્તિ છે.જય શ્રિ ક્રિષ્ણ. તુ બતાવ તે કેમ ફોન કર્યો ?
નીના– બે વિક પછી મારા પતિની વર્ષગાઠની પાર્ટી મારા દિકરી-જમાઈએ રાખી છે, તો તમારે બધાએ
આવવાનુ છે. વધારે વાત ફરીથી કરીશ. રિતિકા ક્યા ગઈ તેને ફોન આપ વાત કરુ.
રિતિકા — કેમ છો આન્ટી ? જય શ્રિ ક્રિશ્ન.
નીના– જય શ્રિ ક્રિષ્ન રિતિકા, મારા દિકરી જમાએ તેના પપ્પાની
જન્મ દિવસની પાર્ટી રાખી છે, તમારે બધાએ આવવાનુ છે.
રિતિકા– ભલે આન્ટી.
રિતિકા( સાસુને)– મમ્મી નીના આન્ટીના દિકરી જ્માઈ કેટલા સારા છે. જમાઈ પણ કેટ્લા સારા
કહેવાય સસરાની વર્શગાંઠ ઉજવી રહ્યા છે.