Archive for the 'કવિતા' Category

તુલસી.

વૃન્દાસતી,   પતિવ્રતા   ૠષિપત્નિ.

પ્રભુએ  કર્યા  પારખા, પતિવ્રતાના.

ક્રોધિત વૃન્દા,  શ્રાપીત કર્યા શ્રી હરિ.

શ્રી હરિને  બનાવ્યા,  શાલીન્ગ્રામ.

સામે   વળતો   શ્રાપ  પામી    સતી.

બની   વૃન્દા,     પવિત્ર   તુલસી.

શ્રાપમા   પણ  મળ્યો     આશીરવાદ.

શ્રી હરીએ  વરદાન   આપ્યા.

બીજા  જનમમા  કરુ  વિવાહ.

શાલીન્ગ્રામ-તુલસીવિવાહ થાય.

તુલસી  બની   અતિ પવિત્ર.

શ્રીક્રિષ્ણને    વ્હાલા   તુલસી.

તુલસીદ્લથી  તોળાયા શ્રીક્રિશ્ન.

તુલસીદલ વિના, પ્રભુ ભોગ અધુરા.

તુલસીમાળા,  શાક્ષી   બ્રહ્મસબંધની

તુલસીમાળા,  શાક્ષી   મંત્રજાપની.

વૃન્દાવનમા  વાસ   શ્રી ક્રિશ્નનો.

તુલસીક્યારા વિના, સુના વૈષણવ આગણ.

આગણ   શોભે   તુલસીક્યારા.

સામગ્રી  થાળ અધુરા, વિના તુલસીદ્લ.

પુષ્પ,  ધુપસળી,  ચંદન,  તુલસી.

શોભા  અતિ પુજા   થાળ.

મ્રુત્યુશૈયા અધુરી, વિના મુખમા તુલસીદ્લ.

જે ઘર તુલસીક્યારા, તે ઘર શ્રી ક્રિશ્ર્ન નિવાસ.

No Comments »

નયન.

મદહોશ   નયન,  ધાયલ  કરે  દિલ.

મનમોહક નયન,  વિવશ  કરે  દિલ.

સુન્દર   નયન,   લુભાવે  દિલ.

જાદુય નયન,   ચુરાવે   દિલ.

વ્યાકુળ  નયન, બેચેન કરે દિલ.

તીરછે  નયન, પાગલ કરે દિલ.

ઝુકે ઝુકે નયન, આર્કશિત થાય દિલ.

પ્યાસે  નયન,   ઝંખે   દિલ.

પ્રેમભરે  નયન,  ત્રુપ્ત  થાય  દિલ.

કામણગારે  નયન,  કાબુ ન રહે દિલ.

મસ્તિભરે  નયન,  તડપે  દિલ.

અશ્રુભરે  નયન, દુખી કરે  દિલ.

મૃગનયની,  અતિ સુન્દર.

મીનનયની (મીનાક્ષી), અતિ રમ્ય.

ક્રોધીત  નયન, ભયભીત કરે દિલ.

ખામોશ   નયન,   ધણુબધુ    કહે.

કપટી  નયન,  સર્વનાશ  કરે.

બુરે  નયન,  ધિક્કારે   હર   દિલ.

2 Comments »

વાસળી.

કાસ્ટનો એક ટુકડો, ન કોઈ એનુ મોલ.

વિશ્વકર્મા સમા ઘડવઈયાએ ઘાટ ઘડ્યા.

આપ્યુ નીજ સુન્દર રુપ, નામ મળ્યુ વાસળી.

ચાહે  વાસળી  કહો,  ચાહે   બન્સી,

ચાહે  મોરલી  કહો,  ચાહે  કહો વેણુ.

શ્રી ક્રિશ્ન   અધર  સ્પર્શ  પામતા.

પુરાયા પ્રાણ,  નીકળ્યા સાત  સુર.

ખુશી સમાય નહી, મન નાચી ઉઠ્યુ.

મારા ભાગ્યથી હરખાઈ,  ઝુમી  ઉઠુ.

રાધા  સમી  હુ  બડભાગી   રે.

એકને હ્યદયમા  સ્થાન,  એકને અધર પર સ્થાન.

જે સુખ ઋષિ-મુની, સંન્ત ન પામે, તે સુખ પામી રે.

રાધા કાજે,  ગૌમાતાકાજે,  ગોપીયનકાજે,  સ્રુશ્ટીકાજે,

શ્રી ક્રુશ્ન અધર રસ પામુ  રે. હુ તો અતિ ભાગ્યશાળી  રે.

No Comments »

મોરપીછ.

મોર-મોરની બ્રહ્મચારિ જીવ સદા.

બ્રહ્મચારિજીવ બને તપસ્વી મોટા.

મોર-મોરની  બન્યા  શ્રેશ્ટ   યોગી.

સીતા  ખોજ  માટે  ચાલ્યા  રામ.

માર્ગ   બતાવે  મોર, આગળ મોર.

પાછળ  રામ-લક્ષ્મણ, માર્ગ અતી દુર.

મોરઅન્ગ ન રહ્યા  મોરપીછ. રહ્યુ એક પીછ.

રામે આપ્યા  વચન, અતિશય પ્રેમથી.

દ્વાપરયુગમા ધરુ શીર પર આ એક પીછ.

મોરપીછ ધારણ કર્યુ, શીર પર શ્રી  ક્રિશ્ણ.

મોર મુકુટ અતિ સુન્દર,  શ્રી ક્રિશ્ન ધર્યો શીર.

શોભા અતિ રમ્ય, બોલો જય જય શ્રી ક્રિશ્ન.

મોર બન્યો  ધન્ય, સ્થાન પાયુ અતિ ઉચ્ચ.

મોર બન્યો ક્રિશ્ન પ્રિય, જગ આપે આદરભાવ.

No Comments »

અધિક માસ.

પ્રગટ થયો  એક  માસ  અધિક, બાર  માસમા  મળે ન  સ્થાન.

શુભ કાર્ય વર્જીત , ન તેને માન, .લોકો   કહે  અશુભ.

નામ  મળ્યુ  મલમાસ, ચિંતીત માસ અધિક , સદા રહે  દુખી.

શરણ ગયો  શ્રી ક્રિષ્ણ,  લીધો પ્રભુએ શરણ.

પુરષોતમ નામ રુપ તાજ,  પ્રભુએ   પહે્રાવ્યો  માથે.

નીજ  સર્વ  ગુણ અર્પણ  કર્યા, સ્થાન  આપ્યુ  ઉચુ.

અધિક માસ બન્યો સર્વોત્તમ, હરેક કાર્યનુ ફ્ળ સો ગણુ.

હવે પુરષોત્તમ  માસ  કહેવાય, આ , અધિકમલમાસ.

આ માસમા જપ, તપ,ધ્યાન, દાન, સ્નાનની  મહીમા  ગણી.

અધિકમાસ  હરખાય, હરિએ  કર્યો   તેનો  ઉધ્ધાર.

પ્રભુ શરણ  સ્વિકારી , બન્યો  શાક્ષાત  પુરષોત્તમ સ્વરુપ.

પુરષોત્તમમાસનો મહીમા  મોટો,આવો  સાથે  કરીયે ગુણગાન.  

હરિ ક્થા, હરિ ગુણ ગાન અતિશય પ્રિય પ્રભુને.

પ્રભુને વ્હાલા ભક્ત, પ્રભુ  ગુણગાન  કરીને.

પામીયે  શ્રી  હરિ  શરણ, થાયે  આત્માનો  ઉધ્ધાર.

3 Comments »

માતૃભાષાની ચાહ

 જ્યા ન  પહોંચે  રવિ,  ત્યા પહોંચે  કવિ .
જ્યા ન  પહોંચે કોઇ,  ત્યાં પહોંચે  ગુજરાતી .
જ્યા વસે ગુજરાતી, ત્યાં  મળે  ગુજરાત .
જ્યા વસે ગુજરાત,  ત્યાં મળે ગુજરાતી સંસ્ક્રુતિ .
જ્યા વસે ગુજરાતી સંસ્કૃતિ, ત્યાં મળે ગુજરાતી  માતૃભાષા.
જ્યા વસે ગુજરાતી માતૃભાષા,  ત્યાં મળે ગુજરાતી લેખક અને કવિ.
જ્યા વસે ગુજરાતી લેખક અને કવિ,ત્યાં ગુજરાતી ભાષા હરિયાળી  અને જીવંત છે.
હયુસ્ટ્નના  આગણે ગુજરાતી સાહીત્ય સરિતા ભર્યા વહેણે વહે  છે.
લેખક, લેખીકાઓ, કવિ, કવિયત્રીયોની  નાવ સરળ રીતે, 
મનમાં ઉન્નતિ અને સફ્ળતાની આશા લઇને ચાલી  રહી 
જેની કુશળ સુકાની છે માતૃભાષાની ચાહ.

1 Comment »

દિલ.

એક બુન્દ મોતી બને , એક  ક્લી બને  ફૂલ .

એક નયન ઘાયલ કરે દિલ , એક  સ્મિત કરે દિલ વ્યાકુળ .

એક મધુર મુશ્કાન કરે દિલ  વિવશ,

એક હકાર બદલે જીન્દગી .

એક પલ લાગે ભારી, એક  ક્ષણ  લાબી .

એક વચન આપી, સાત વચન નીભાવ્યા,

સાત   જ્ન્મનો  સાથ .

1 Comment »

હુ.

                     હુ  કરુ,  હુ  કરુ   એજ   અજ્ઞાનતા .

                    હુ  આજે  છે,  કાલે   નથી .

                    નાશ્વન્ત    હુનુ  કેમ અભિમાન.

                    નાશ્વન્ત   હુનુ  જતન   કર્યુ .

                    અવિનાશી     આત્મા .

                    આત્માનુ    જતન  નહી .

                    વિચાર  આવ્યો  જતન  કરુ .

                     બહુ   મોડુ   થઇ  ગયુ .

                    લક્ષ્ય ચોરાસી ફેરામા    હુ   ફ્સાયો.

                    સાચા  સદગુરુ  મળે .

                    ઉધ્ધાર  કરે,  આત્માનો ,

                    ઉધ્ધાર  કરે   આ  હુ,  નો

No Comments »

કોઇ કારણ હશૅ.

    એક ઝોલીમાં ફૂલ ભર્યા છે, — એક ઝોલીમાં   કાટૅ,   — (કૉઈ કારણ હ્શે) .

    તારા હાથમા ક્શુ  નથી  એતો  વહેચવા  વાળો જાણે.

    પહેલા તક્દીર બને છે,  પછી  શરીર .–( કોઇ કારણ હશે) .

     નાગ ડસી લે તો પણ મળે કોઇને જીવન દાન, — કીડી પણ  કોઇનુ  નામ નિશાન મિટાવી શકે

    (કોઇ કારણ   હશે ) .

    ધનની ગાદી મળે  છ્તા,    નૈન નિન્દર માટે  તડ્પે .

    કાટો  ઉપર સુઇને  પણ  ચૈનની  નિન્દર   આવે .–  (કોઇ કારણ     હશે) .

    સાગરથી  પણ  કોઇની  પ્યાસ ન બુઝાય —  કોઇ એક બુન્દ્થી  આશ  પુરી  થાય.

    ( કોઇ   કારણ     હશે) .

     મન્દિર , મસ્જિદ જવા છ્તા  પણ  ન  આવે  જ્ઞાન, — કોઇ વખત મળે માટીમાથી મોતી,

     પત્થરમાથી  ભગવાન .—  (કોઇ  કારણ   હશે) .

No Comments »

શિવ.

     

 (૧) —-                 [  શંકરજીની ધુન]

ૐ ધિમીક  ધિમીક ધિમ,  ધિમીક ધિમીક ધિમ,  – નાચે ભોલા નાથ .—- ૨

બ્રૂદંગ બોલે,   શિવ  ૐ    શિવ  ૐ  —– ૨

ડમરુ બોલે,   હર હર હર  ૐ             —- ૨

વિણા બોલે,   હરિ ૐ   હરિ   ઓંમ ——૨

નાચે ભોલા નાથ,      નાચે ભોલા નાથ . —– ૩ 

 (૨)

વિશ્વનાથ  જય, અમરનાથ જય,

ભુતનાથ ઉમાપતિ….બમ બમ બમ ભોલા ભોલા—-.

ચંન્દ્ર્શેખરા, જટાશંકરા, નીલકન્ઠ જય પશુપતિ—–.

બમ બમ બમ ભોલા ભોલા ——.

(૩) —  ભજન.

   સતસૃશ્ટિ તાંડવ રચઈતા, નટરાજ રાજ નમો નમહ —-૨.

   હે આદ્ય ગુરુ શંકર પિતા, નટરાજ રાજ નમો  નમહ —–૨.

  ગંભીર નાદ મૃદંગના,  ધબકે ઉરે બ્રહ્માડ્માં  —— ૨.

  ધ્વનિ નીત્ય નૃત્ય પ્રચંડમા, નટરાજ નમો નમહ — ૨

  શીર જ્ઞાન ગંગા ચન્દ્ર્માં ,ચિદ બ્રહ્મ જ્યોતિ લલાટમા—૨.

   વિષ નાગ માલા કંઠમા,  નટરાજ રાજ નમો નમહ —૨.

  તવ શક્તિ વામાંગે સ્થિતા, હ્રીમ ચંડિકા અપરાજીતા—૨.

  ચહુ વેદ ગાયે સંહિતા, નટરાજ રાજ નમો નમહ  —– ૨.

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.