( Happy fathers day.)
જીવનમાં જેટલુ ઉચુ સ્થાન માતાનુ છે તેટલુજ પિતાનુ ઉચુ સ્થાન છે.બાળકોના ઉજ્વળ ભવિશ્ય બનાવવા
માટે પિતાનુ યોગદાન બહુ મોટુ હોય છે. પિતા ઘરની છત્રછાયા છે, ઘરનો મોભો, ઘરની માન મર્યાદા સઘળુ
પિતાને આધીન છે.જે ઘરમાં પિતા ન હોય તે પરિવાર એકદમ બિચારો બની જાય છે, પિતાની ખોટ બહુ
લાગે. પિતાને હમેશાં પોતાના પરિવારની બહુજ ફિકર રહેતી હોય છે, અને પરિવારને બધુજ સુખ આપવાની
કોશિશ કરે અને તેના માટે મહેનત કરીને પૈસા ભેગા કરે.ખાસ કરીને દિકરાઓને પોતાનો વારસદાર બનાવી
યોગ્ય કાબેલ બનાવવાની કોશિશ કરે, દિકરાના યોગ્ય શીક્ષણની ફિકર હોય.છોકરાઓનુ જીવન ઉજ્વળ બને
તેના માટે હમેશા માર્ગદર્શન આપે, સાચી સલાહ આપે.પિતાને દિકરી માટે સોફ્ટ કોર્નર હોય છે. દિકરા દિકરી
બંન્નેને સરખો પ્રેમ આપે પરંન્તુ , દિકરી પરણીને સાસરે જ્વાની છે એટલે તેના માટે કુદરતી રીતેજ દીલમાં
વધારે કોમળતા હોય છે.
માતા બાળકો માટે દિલથી વિચારે, જ્યારે પિતા હમેશાં દિમાગથી વિચારે તેથી બાળકોને પિતા
ઘણી વખત થોડા સ્ટ્રીક જણાય, પરંન્તુ બાળકોના ભવિશ્ય માટેજ કર્તા હોય. માતા જેટ્લોજ પ્રેમ કર્તા
હોય પરંન્તુ વ્યક્ત કરવાની રીત જુદી હોય. પિતા જીવનની દિવા દાંડી સમાન હોય છે, હમેશા બાળકોને
સાચા રાહ પર લઈ જ્વાની કોશીશ કરે, અને યોગ્ય માર્ગદર્શન આપે , સાચા સલાહ સુચનો પણ આપે.
ઘરનો મુખ્ય આધાર પિતા ઉપરજ હોય છે. પિતા કોઈ વખત ગુસ્સો કરે, કોઈ વખત અતિશય વ્હાલ
છ્તાં પણ કરે અનહદ પ્રેમ. પિતા છે, પ્રેરણા મુર્તિ, માર્ગદર્શક, સાચા સલાહકાર, ઘરની માન મર્યાદાના
મોભ સમાન અને ઘરની મીઠી છત્રછાયા. ફાધર ડે, પિતા માટે ખાસ દિવસ, તેમના બાળકો પિતા અને
પરિવાર સાથે ખુશી ખુશીથી મનાવે છે.