હેપી બર્થડે ટુ શ્રી કૃષ્ણ.

( આજે શ્રી કૃષ્ણનો જન્મદિવસ અતિ આનંદ અને ઉલ્હાસનો દિવસ

પ્રેમથી બોલીએ જય કનૈયાલાલકી, તેમના ચરણોમાં કોટી-કોટી પ્રણામ )

 

નવચંદરી ગાવડીના દુધે, હે જશોદામાતા હેતે નવડાવે કુંવરકાનને.

ચંદનના લેપ અને હળદળની પીઠીથી ઉજવાળે શ્યામળાના વાનને.

નીલ આયનામાંનો ચહેરો દેખાય, એવો કાનુડાનો પોત જરા ઝલકે.

માંજી માંજીને થયો ચમકીલો શ્યામ રંગ, જોઈ નંદ આછેરો મલકે.

આંસુ છલકાય નંદલાલાની આંખે,ચાહે એકી ટસે મોરલીના તાનને.

                                                હેતે નવડાવે કુંવરકાનને.

મખમલી આ અંગ થકી માતાનો હાથ સહેજે સરકાવે કાન દોડ્યા શેરીએ

વાળમાંથી ઝરમરતા મોતી ને અંગ ભીનુ પિતાંમ્બર ચીપકે હે હેરીએ

 ને તે સાનને તો સમજાવી પાછા વાળી આ હવે કેમ કરી સંભાળું ભાનને

                                                      હેતે નવડાવે કુંવરકાનને.

 નવચંદરી ગાયના દુધે ……..

No Comments »

પૃથ્વી ઉદય.

                     પૃથ્વી, મા વસુંધરા

                  સૂર્ય મંડળમા શોભી રહી

               એક અનોખું સ્થાન બ્રહ્માંડમાં

              જ્યાં ઈશ્વરે માનવ જનમ દીધો

               ના કોઈ સીમા, ના કોઈ જાત

                  ધરતીમાના સંતાન સૌ

                   લઈએ આજ એક પ્રણ

               લીલી હરિયાલી ધરતીમાતા

                  બની રહે વિશ્વ શાંતિ.

1 Comment »

એકલતા.

એકલતા એ એવી સ્થિતી છે જે દરેકની મનઃ સ્થિતી હાલી જાય, પરેશાન થઈ જાય  અને અસહ્ય લાગે.એકલતા અંદરથી માણસને ખાઈ જાય છે.જ્યારે જીવનમાં પતિનુ, પત્ની પહેલાં જો અવસાન થાય અથવા તો પત્નીનુ અવસાન પહેલુ થાય તો આ પરિસ્થિતીમાં બંને માટે એક બીજા વીના જીવવુ ભારે પડે છે. જીંદગી મુશ્કેલ થઈ જાય છે.

ઈશ્વરે માયાનુ બંધન એવુ મુક્યું છે, માયા હસાવે અને માયા જ રડાવે. આપણે બધાજ માયાના વશમાં છીએ.માયાના બંધનને લીધે  પતિ-પત્નિ એક્બીજા સાથે બધીજ રીતે એક્દમ નીકટ જોડાએલા રહે છે અને એકના વીના પણ જીવન જીવવુ એ વિચાર પણ હચમાચાવી મુકે છે,પતિ-પત્નીનો સબંધ એવો છે દો જીસ્મ એક જાન. ને જ્યારે એક પહેલું ચાલી જાય ત્યારે જીવન અસહ્ય બની જાય છે.પતિ-પત્નિની વાત કરીએ યા તો ઘરનુ કોઈ પણ સ્વજન હોય આપણા પહેલાં ચાલ્યું જાય  છતાં પણ યાદોને સહારે જીવન જીવવું પડે છે. અને તે વીના બીજો કોઈ રસ્તો પણ નથી કોઈએ સાચુ જ કહ્યું છે  ” એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વીના સંગી વીના એક્લા જવાના”  ત્યારે મન મનાવવુ પડે છે અને મોંઢામાંથી શબ્દો સરી પડે છે, અમારો સાથ આટલો જ હતો, અહિંયા અમારી લેણ-દેણ પુરી થઈ.

ઘણા લોકો તો સમજે છે બસ હવે જીવન અટકી ગયું પરંતુ ખરેખર તો કોઈના વીના જીવન અટકી નથી જતુ. દુનિયા બદલાતી નથી, બધુંજ એની રીતે ચાલતું રહે છે.માયાને વશ અંદરથી હ્રદય રડે છે, મન રડે છે. બહાર દુનિયામાં કંઈ નથી બદલાતું, બધુજ એની રીતે સમયની રફતારની સાથે ચાલતું રહે છે. અને મને કે કમને જીવવું પડે છે અને હકીકતમાં આતો જીવન છે. જીવનમાં જેવી જેવી પરિસ્થિતીઓ આવે તેનો સામનો કરવો જ પડે અને ભગવાન જે સ્થિતીમાં રાખે તે સ્થિતીમાં રહેવું જ પડે છે,અને આપણે ભુલવુ ના જોઈએ આપણા જીવનમાં જે કોઈ પરિસ્થિતી આવે તે આપણા કર્મને આધારે છે અને બધીજ સ્થિતી આપણે જ ઉભી કરેલી છે, જ્યારે દુખ આવે ત્યારે આપણે ભગવાનને દોશી માનીએ છીએ, હે ભગવાન તેં મને આટલું બધું દુખ કેમ આપ્યું ? અને દુખી થઈએ છીએ મીંરાએ તો ગાયું છે ‘ રામ રાખે તેમ રહીએ ઓધ્ધવજી, આપણે ચિઠ્ઠીના ચાકર થઈએ  ઓધ્ધવજી”  જ્યારે નરસિંહ મહેતા ગાય છે “ ભલુ થયું ભાગી જંજાર સુખે ભજીશું શ્રી ગોપાલ “ આ બંને તો મોટા ભક્ત હતા એટલે એ લોકોએ માયાને વશમાં કરી હતી પરંતુ આપણા જેવા સામાન્ય માણસો માટે આ બધુ અઘરું છે.સ્વજન ચાલ્યું જાય એટલે અસહ્ય દુખ તો થાય જ,આપણે ભુલી ના શકીએ, જીવન અસહ્ય લાગે છતાં પણ સ્વજન ચાલી જાય પછીથી થોડી જીવન જીવવાની ઢબ બદલવી પડે અને રડીને બેસી રહ્યા વીના બીજા કામમાં મન પ્રવૃત કરવું પડે છે અને સાચેજ દુખનુ ઓસડ દાડા.નવરું મન એ સેતાનનુ ઘર એટલે મનને પ્રવૃત રાખવુ પડે નહીતો ખોટા વિચારો આવવાના છે. અત્યારે તો દરેક જગ્યાએ એટલી બધી ઈતર પ્રવૃતીઓ વધી ગઈ છે અને જુદી-જુદી સંસ્થાઓ પણ વધી ગઈ છે જ્યાં સમય પસાર થઈ શકે. અને સેવા આપવાના કામો પણ વધી ગયા છે. લોકો મંદિરોમાં પણ ઘણી સેવા આપે છે.સાચેજ કંઈ કરવું હોય તો કરવા માટે ઘણું બધુ છે. નહીતો રડીને બેસી રહો. રડતા જ રહીએ તો ઘરના બીજા માણસોને પણ આપણે મુશીબતમાં મુકીએ છીએ અને પરેશાન કરી મુકીએ છીએ. એટલે બીજાનો સહારો લીધા વીના પરિસ્થિતીનો સામનો એકલાએજ કરવો જોઈએ. એક બીજા માટે ગમે તેટલો પ્રેમ હોય તો પણ મુઆ પાછળ જતુ આજ સુધી કોઈને હજુ સુધી જોયુ નથી !!!

1 Comment »

ગુરુ પ્રણામ.

               ( જગદગુરુ શ્રી ક્રિષ્ણના ચરણોમાં કોટી કોટી પ્રણામ

         જેમણે ગીતા જ્ઞાન આપીને જીવન જીવવાનો શ્રેષ્ઠ રાહ બતાવ્યો )

                                         શ્રી સાઈ ગુરુ સ્તોત્ર

                            ગુરુરબ્રહ્મા, ગુરુરવિષ્ણુ, ગ્રુરુર દેવો મહેશ્વરઃ

                            ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

                            અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ

                            તત્પદં દર્શિતં યેન તસ્મૈય શ્રીગુરુવે નમઃ

                            અજ્ઞાન તિમિરાધસ્ય જ્ઞાનાંજન શલાકયા

                            ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

                           બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાન મૂર્તિમ

                            દ્વંદાતીતં ગગનસદષં તત્વમસ્યાદિલક્ષ્યમ

                           એકં નિત્યં વિમલંમચલં સર્વધિસાક્ષિભુતં

                        ભાવાતિતં ત્રિગુણરહિતં શ્રી સાઈનાથં નમામ્યહમ

                        આનંદ નિંદકર પ્રસન્નં જ્ઞાનસ્વરૂપં નિજ બોધ રૂપં

                 યોગીન્દ્રમીડ્યં ભવરોગ વૈદ્યં શ્રીમદગુરુ સાઈનાથં નમામ્હમ

                            નિત્યં શુધ્ધં નિરાભાસં નિરાકારં નિરંજનમ

                            નિત્ય બોધ ચિદાનંદ શ્રી સાઈબ્રહ્મ નમામ્યહં

            જે અંતરે કરી પ્રવેશ સૂતેલ મારી વાણી સજીવન કરે નિજ ભર્ગ પ્રેરી

            જે રોમ રોમ મહીં પ્રાણ પુરે પ્રતાપી તે સાઈનાથ પ્રણમું સહ્રદયેથી.

                           गुरु गोविंद दोनो खडे काके लागूं पाय

                        बलिहारी मैं गुरुकी जीन गोविंद दीयो बताय.

1 Comment »

મેરા ભારત મહાન.

  सों में से अस्सी गद्दार फीर भी मेरा भारत महान !!!   

આતો સિક્કાની બે બાજુ છે, ૮૦ % ગદ્દાર હોય પરંતુ ૨૦ % તો સારા માણસો હજુ પણ વસે છે.

૮૦ % અધર્મના માર્ગ પર ચાલે છે તો, ૨૦ % ધર્મના માર્ગ પર ચાલી રહ્યા છે.

અને ૨૦ % ધર્મના માર્ગ પર ચાલી રહ્યા છે એટલે તો દેશ ટકી રહ્યો છે.

 દેશમાં અધર્મ એટલો બધે વધી ગયેલો છે,જ્યાં જોવો ત્યાં અનિતી કોને નીચા પાડીને આગળ વધવુ,  બીજાની સંપત્તિ પર નજર, કેવી રીતે હડપ કરવી. ન કોઈ લાજ શરમ ! એકબીજા માટે ઈર્ષા ! રાજકારણ એકદમ ખરાબ. ન કોઈ કાયદાની વ્યવસ્તા અને જો હોય તો કોણ કાયદાને માને છે  ?કાયદા તો ખીસ્સામા લઈને ફરવાનુ અને  અને ખીસ્સામાં લઈને ન ફરે તો પણ પૈસા આપીને કામ તો થવાનુ જ છે. અને આપણે જનતા જ પૈસા આપીને કામ કઢાવીએ છીએ, આપણે જાતેજ ભ્રષ્ટાચાર ઉભો કરેલ છે. કામ જલ્દી થાય, ધંધાની અંદર ન થઈ શકે એવુ કામ કરાવવા માટે પણ પૈસાની ઓફર કરીએ છીએ. અરે ગાડી ચલાવતા હોઈએ અને સીગ્નલ તોડ્યુ છે, વન વે હોય અને ગાડી ઉંધી દીશામાં ચલાવી જલ્દી નીકળવાનો પ્રયાસ કર્યો, નો પાર્કીંગમાં ગાડી પાર્ક કરી, અને હવલદાર જો લાયસન્સ લઈ લેતો હવલદારને પૈસા આપીને તે જગ્યાએ વાત ખતમ કરવાનો પ્રયત્ન કરવાનો. આ તો આમ વાત બની ગઈ છે અને બધાજ આવું કરતા હોય છે. ભ્રષ્ટાચાર તો પરમસીમાએ પહોચેલો છે તેનો તો કોઈ ઉકેલ છે જ નહી. ભારતમાં જો સૌથી વધારે ખરાબ હોય તો તે છે રાજનેતા અને બીજો નંબર આવે છે  ધર્મના ઠેકેદારો જે આશ્રમો લઈને બેઠા છે તે બાબાઓ જે ભોલીભાલી જનતાને લુંટવામાં સફળ થાય છે. અને પ્રજા પણ જુઓ ભણેલા ગણેલા માણસો પોતાની લાલચને ખાતર અંધ્ધ વિશ્વાસ રાખી બાબાઓના ચુંગલમા ફસાય છે. અભણ માણસો તો સમજીએ , તે લોકો નાસમજ છે પરંતુ શિક્ષિત માણસો બાબાઓની પાછળ ઘુમ્યા કરે તે તો ખરેખર દયાજનક સ્થિતી છે, અને આવા લોકો ઉપર હસવુ આવે.

મોટા શહેરોમાં ગંદકી બહુજ વધી ગયેલી છે અને એનુ કારણ પણ જનતા પોતે છે, ગંદકી વધારવામાં જનતા પોતે જવાબદાર છે. દેશમાં અંધાધુધી ફેલાએલી છે, ક્રાઈમ વધેલો છે, ચીજ વસ્તુના ભાવ આસમાને ચડેલા છે, મધ્યમ વર્ગ મોઘવારીમાં પીસાઈ રહ્યો છે, સ્ત્રીઓ ઉપર અત્યાચાર,વસ્તી વધારો, બેરોજગાર વધી ગયો છે, મોટા મુંબઈ જેવા શહેરોમાં ભાઈ લોકોનુ રાજ ચાલે,ભાઈ લોકોની દાદાગીરી, આટલી બધી ખામીઓથી ભરેલ આપણો દેશ છે, ખરાબ પાસાનુ વર્ણન કરીએ તો તેનો અંત ના આવે.   છતાં પણ  ખરેખર  “મેરા ભારત મહાન”

સિક્કાની બીજી બાજુ

મારા દેશમાં સવારે ચાર વાગે કુકડાની બાંગ, સવારમાં કોયલના મીઠા બોલ કુહુ કુહુ જે સવારમાં સાંભળવાનો અનેરો આનંદ. સવારે મંદિરમા આરતી સમયે ઢોલ, નગારા, ઝાલર, શંખનાદ આ એક અનોખો અવસર અહિંયા પરદેશમાં ક્યાંથી મળવાનો છે ? ગરમા ગરમ ચ્હા ગમે ત્યાં, ગમે ત્યારે  મળે. અમેરિકા દેશ તો ચ્હાને ઓળખતો નથી ચ્હા ક્યાંય ન મળે, (  સ્ટાર બક્ષ તાઝો ચાય આપે છે )   કોફી મળે પરંતુ ચ્હા ના મળે, હા કોલ્ડ ટી મળે હવે આ કોલ્ડ ટીમાં શું મઝા આવે ? જે ગરમા ગરમ ચ્હામાં મઝા આવે. અને આપણા દેશમાં ચ્હામાં પણ કેટલી વિવિધતા ! આદુ ઈલાયચી વાળી ચ્હા, એકલા દુધની ચ્હા,મસાલાવાળી ચા, ફુદીનો-લીલી ચા વાળી ચ્હા, કડક-મીઠી ચ્હા, સ્પેશીયલ ચ્હા, લશ્કરી ચ્હા.બાદશાહી ચ્હા.

ખાવાના કેટલા બધા વિવિધ વ્યંજન, જે આપણા ભારત દેશમાં છે એટલા દુનિયામાં ક્યાંય જોવા નહી મળે એક ડીશ આજે બનાવી હોય તો કદાચ બીજી ડીશનો નંબર દશ વર્ષ પછીથી આવે.  તહેવારોની   વિવિધતા અને તેની ઉજવણી લોકો હર્ષ ઉલ્લાસથી કરે. હોળી અને દિવાળી સૌથી મોટા તહેવાર છે. છતાં પણ  લોકોને તો દરેક તહેવાર મોટો લાગે છે.  જન્મ હોય, લગ્ન હોય ધુમ-ધામથી ઉજવાય, મરણની વિધી પણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન થાય, દરેક નાના પ્રસંગથી માંડી મોટા તહેવાર પ્રસંગો ધુમ-ધામથી ઉજવાય.પરદેશમાં વાર તહેવાર ખબર નથી પડતા મંદિર જઈએ ત્યાં તહેવાર છે એમ લાગે. ભારતમાં કેટલી બધી જુદી-જુદી ભાષા બોલાય છે, તેની તોલે દુનિયાનો કોઈ દેશ ના આવી શકે. દરેક પ્રાંતના પોતાના અલગ રિતી રિવાજ અને પોતાની અલગ ભાષા,અને પોતાનો અલગ પહેરવેશ. વિવીધ જાતીના લોકો વિવીધ જાતની ‘અટક’ . કેટલા બધા ભગવાન ! કેટલા બધા જુદા-જુદા ધર્મ અને સંપ્રદાયો ! દરેક વસ્તુમાં વિવીધતા ! સંગીત અને નૃત્યની સાથે પણ બીજો કોઈ દેશ બરાબરી ન કરી શકે. ખરેખર બધુ વિચારીએ તો ચક્કર આવી જાય, પરંતુ સાથે સાથે આપણા દેશ માટે ગર્વ પણ થાય. સુખ-દુખમાં પાડોશીઓ પણ આવીને ઉભા રહે. આપણા દેશમાં હજુ પણ પ્રેમ-ભાવ અને ભાઈચારો છે અને તેને લીધે હજુ પણ સુખી સંયુક્ત કુટુંબો જોઈ શકીએ છીએ. સારી વસ્તુઓ પણ અઢળક છે તેનુ વર્ણન કરાવા બેસીએ તો ઘણુ ઘણુ લખાય.

ભારત દેશ સારો છે કે ખરાબ છે તે મારી જન્મ ભૂમિ-માતૃ ભૂમિ છે અને મને મારી માતૃ ભૂમિ ઉપર ગર્વ છે. મને મારી માતૃ ભૂમિ માટે પ્રેમ છે. મીંરા, મહેતા નરસિંહ, ધ્રુવ-પ્રહલાદ અને ગાંધીજીએ જ્યાં જન્મ લીધો. રામ-કૃષ્ણની  ભુમિ, ઋષિ-મુનિઓની ભુમિ જેઓએ સંસ્કાર સિંચ્યા, સંસ્કૃતિ ઉભી કરી અને જીવન જીવવાનો શ્રેષ્ઠ રાહ બતાવ્યો. ભારતની સંસ્કૃતિની સાથે આખી દુનિયામાં કોઈ ન આવે. અને એટલાજ માટે જ ખરેખર

                           ” મેરા ભારત મહાન “

No Comments »

ભાગવતની રત્ન કણિકાઓ.

ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે, કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભુલાય ત્યારે પ્રેમ સિધ્ધ થયો મનાય.

પરર્માત્મા પ્રેમીને જ પોતાનુ સ્વરૂપ બતાવે છે.

વંદનથી પ્રસંન થાય તે પરર્માત્મા અને પદાર્થથી પ્રસંન થાય તે જીવાત્મા.

પરર્માત્માને હિસાબ આપવાનો દિવસ તેને મરણ કહે છે.

જે જીવ કરે તે તેનુ નામ ક્રિયા અને પ્રભુ કરે તેનુ નામ લીલા.

વંદન માત્ર શરીરથી જ  નથી થતા, મનથી પણ વંદન કરાય.

શીવજી સ્મશાનમાં રહે છે, સ્મશાનમાં સમભાવ જાગે છે, તેથી જ્ઞાન પ્રકટ થાય છે, તેને રોજ યાદ રાખવાની જરૂર છે.

મનુષ્ય બધીજ તૈયારી કરે છે, પરંતુ મરણની તૈયારી કોઈ કરતુ નથી.

કથા સાંભળે, સતસંગ કરે તો  વિવેક આવે છે.

ભક્તિ મંદિરમાં નહી પણ જ્યાં બેસો ત્યાં થઈ શકે.

ગણપતિનુ પૂજન એટલે જીતેન્દ્રીય થવું, સરસ્વતિની કૃપાથી મનુષ્યમાં સમજણ આવે છે.

સર્વ દેવોનું પૂજન કરો પણ ધ્યાન સ્મરણ એક ઈષ્ટદેવનું જ કરો.

  ભાગવત મરણને સુધારે છે.

1 Comment »

I Love my Mother.

                        ( May 13 – Mother’s day  )

                             Happy Mother’s day  

 

                                    Do you know ?

                           A human body can bear

                       only up to 45 del(unit) of pain.

                    but at the same time of giving birth

                A woman feels up to 57 del(unit) of pain.

   This is similar to twenty bones getting fracture at a time.

                                   Love our Mother

                The most beautiful person on this earth.

                                      Our best critic

                          yet our strongest supporter.

 

Mother …..

M = Most beautiful person in life.

O = Ocean of  love, joy and care.

T = True best teacher in our life.

H = Heart  sweet  Heart.

E = Emotional.

R = Real  love and  joy.

3 Comments »

મમતા.

              ( ૧૩ મે – મધર્સ ડે )

જન્મ આપી, અર્પ્યુ અમૂલ્ય સુખી માનવ જીવન

તે જનેતાના અનગણીત ઉપકાર કદી ન ભુલાય

એની મમતા થકી તો સોહે છે સઘળો આ સંસાર

હેત,મમત્વ એટલા! ગણિતે ગણ્યાથી નથી ગણાતા

બાળપણમાં મીઠાં હાલરડાં ગાઈ મને સંભળાવતી

હેતથી હસાવતી,પ્રેમથી સુવડાવતી અને જગાડતી

મહામુલા સોનેરી સંસ્કારોના બીજ રોપી સિન્ચતી

સંતાનના દુખમાં થાય દુખી ખુશ જોઈ હરખાતી

લેવાની નકોઈ લાલસા, મેળવવાની નકોઈ ઝંખના

નિસ્વાર્થ પ્રેમ-વાત્સલ્યની દેવી, મમતાની તૂ મૂરત

મહા હેતવાળી મમતાળુ મા, તૂજ ગુણનો નહી પાર 

પામી તૂ ભગવાનથી પણ ઉચુ સ્થાન આ જગતમાં !

ઈશ્વર દેજે શક્તિ મને,ન ભુલી શકુ ઉપકાર જનેતાના.

 [ સૌને મધર્સ ડેની હાર્દિક શુભેચ્છાઓ ]

No Comments »

શ્રેષ્ઠ યાત્રા.

૧- શરીરમાં ફેરફાર કરે છે  હોસપીટલની યાત્રા.

૨- વિધ્યામાં ફેરફાર કરેછે શાળા-કોલેજની યાત્રા.

૩- મનમાં  ફેરફાર કરે છે   માનસશાસ્ત્રીની યાત્રા.

૪- પોતાનાકર્મો ફેરફાર કરે છે જન્મ-મરણની યાત્રા.

૫- પરંતુ આપણા જીવાત્માની યાત્રાને ફેરવી નાખે છે

     ભગવાન અને તેમના સંતપુરુષોના શરણે જવાની

     પદયાત્રા !!!

     મનને દોષોનો સંગ્રહ કર્યા વિના ચેન પડતુ નથી

     જીવાત્મા અનંતકાળથી સંસારમાં રખડી રહ્યો છે

     એનુ મુળ કારણ  છે દોષ સંગ્રહ.

No Comments »

હાઈકુ.

           ૧      

    ૐકાર ધ્વનિ

  ફેલાયો બ્રમ્હાંડમાં

      ૐમય સૃષ્ટિ.

          ૨

    સમગ્ર સૃષ્ટિ

સમાઈ આ દ્રષ્ટિમાં

    ન્યારૂ જગત

 

1 Comment »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.