આત્મ ચિન્તન-૧.

     {  બા.બ્ર.પૂજ્ય ર્ડા.તરૂલતાબાઈ મહાસતીજી નો ગ્રંથ

                     ” હુ આત્મા છુ ”

     માંથી  લીધેલી આત્મ ચિન્તનની રત્ન કણિકા  }

                       (વીતરાગતા)

હુ આત્મા છુ…… હુ આત્મા છુ.

વીતરાગતા મારૂ સ્વરૂપ……. .

હુ રાગ રૂપ નથી…… દ્વેષરૂપ પણ નથી .

રાગ દ્વેષથી ભિન્ન …. માત્ર શુધ્ધ….

નિર્મળ….. અવિકારી…. સ્વરૂપ મારુ.

રાગ  અને  દ્વેષ  વિકાર છે ,રાગ અને દ્વેષ સમલતા છે.

મારા શુધ્ધ સ્વરૂપમાં રાગ દ્વેષ હોય નહી .

અજ્ઞાને ભૂલ્યો છુ……. ભાન ભૂલી……

રાગાદીને   મારા    માની   રહ્યો છુ .

તેથીજ રાગ અને દ્વેષની પ્રિતિ છુટતી નથી .

આત્માને પામવા માટે, નિજાનંદના અનુભવ માટે,

રુચી બદલવાની જરૂર છે ……

અનંતકાળથી સંસારની રૂચીને કારણે

સંસારે ભટક્યો છુ………….

હવે સંસાર નથી જોઈતો, ભવ નથી જોઈતો .

જન્મ કે મરણ નથી જોઈતા ………

માટે મારી  રૂચીને  બદલી દઉ.

સ્વમાં સમાઈ જઉ, નિજાનંદનો અનુભવ કરૂ .

હુ આત્મા છુ…..હુ આત્મા છુ….. હુ આત્મા છુ .

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

5 Comments »

શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર.

  આજે શિવરાત્રિનો અતિ પાવન અને પવિત્ર દિવસ છે.

  શિવ ઉપાસના અને આરાધનાનો  દિવસ છે .

  પ્રેમથી શિવજીનુ સ્મરણ કરીએ .

                        ૐ નમઃ શિવાય

ન= નાગેન્દ્રહારાય ત્રિલોચનાય,  ભસ્માંગરાગાય મહેશ્વરાય

       નિત્યાય શુધ્ધાય દિગંબરાય,  તસ્મૈય નકારાય નમઃ શિવાય

      ( મોટા મોટા સર્પોના હાર પહેરનારા , ત્રણ નેત્રવાળા ભસ્મના

      અંગરાગને શરીર પર લગાડનારા મહેશ્વર નિત્ય શુધ્ધ અને

      દીશારૂપી વસ્ત્ર વાળા એવા તે નકારાક્ષર રૂપ શંકરને મારા

     નમસ્કાર હો . )

મ= મંન્દાકિની સલીલ ચંદન ચર્ચીતાય, નંદીશ્વરઃ પ્રમથનાથ મહેશ્વરાય

      મંન્દાર પુખ્ય બહુ પુષ્પ સુપૂજીતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય

    ( ગંગાના જલયુક્ત ચંદનને ચોપડનારા , નન્દીના ઈશ્વર , પ્રમથના સ્વામી

    અને મહેશ્વર તેમજ મન્દારનાં પુષ્પ અને બીજા વિવિધ પ્રકારના પુષ્પો વડે

    પૂજન કરાયેલા એવા તે મકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો )

શિ= શિવાય ગૌરીવદનાબ્જવૃન્દ , સૂર્યાય દક્ષાધ્વર નાશકાય

       શ્રી નીલકંઠાય વૃષભધ્વજાય, તસ્મૈય શિકારાય નમઃ શિવાય

      ( કલ્યાણરૂપ, પાર્વતિના વદનરૂપ કમળને ખીલવનારા ,સુન્દર સૂર્યરૂપ

      દક્ષના યજ્ઞનો નાશ કરનારા , શ્યામ કંઠવાળા અને જેમની ધ્વજામાં

     વૃષભનુ ચિન્હ છે એવા તે શિકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો. )

વ= વસિષ્ઠ-કુમ્ભોદભવ-ગૌતમાય , મુનીન્દ્રદેવારચીતશેખરાય

       ચંદ્રાર્કવૈશ્વાનર લોચનાય, તસ્મૈય વકારાય નમઃ શિવાય

        ( વસિષ્ઠ , અગસ્ત્ય ,ગૌતમ વગેરે મહા મુનિઓએ તેમજ દેવોએ જેમને

        માળાઓ અર્પણ કરેલી છે એવા અને ચંન્દ્ર , સૂર્ય અને વૈશ્વાનર અગ્નિરૂપ

        ત્રણ નેત્ર વાળા તે વકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો . )

ય= યજ્ઞ સ્વરૂપાય જટાધરાય , પિનાકહસ્તાય સનાતનાય

        દિવ્યાય દેવાય દિગંબરાય , તસ્મૈ યકારાય નમઃ શિવાય

       ( યજ્ઞ સ્વરૂપ જટાને ધારણ કરનારા , જેમના હાથમાં પિનાક ધનુષ્ય છે

      એવા સનાતન દીવ્ય દેવ અને દિશારૂપી વસ્ત્ર વાળા એવા યકારાક્ષર રૂપ

       શંકરને મારા નમસ્કાર હો . )

                              ( ફલ શ્રુતિ )

          પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠોચ્છિવસંનિધૌ ,

          શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે .

    ( શંકરના આ પવિત્ર એવા પંચાક્ષર સ્તોત્રનો જે મનુષ્ય શંકરની સમિપમાં

   પાઠ કરે છે તે શિવલોકમાં જઈ શંકરની સાથે આનંદ કરે છે . )

4 Comments »

સહાય .

ત્રેતાયુગમાં એક પાપી રાવણ સંહાર કાજે ,

ધર્યો અવતાર મર્યાદા પુરષોત્તમ શ્રી રામ.

કળીયુગમાં તો કરોડો રાવણ મચાવે તાંડવ.

હે દયાળુ શ્રી રામ ક્યારે કરશો અવતરણ  ફ્રરીથી ?

જોઈએ અમે તો  આતુરતાથી વાટ તમારી .

દ્વાપરયુગમાં મામા કંસના સંહાર કાજે ,

ધર્યો અવતાર યોગેશ્વર શ્રી ક્રીષ્ણ .

કળીયુગમાં તો કરોડો કંસ મચાવે હાહાકાર ,

હે દયાળુ શ્રી ક્રીષ્ણ ક્યારે કરશો અવતરણ ફરીથી ?

જોઈએ  અમે તો આતુરતાથી વાટ તમારી .

લાખો અહલ્યાઓ, પીડીત પતિ અને કુટુમ્બ જુલમ.

ચુપ ચાપ સહે જુલમ , બની એક બે જાન પત્થર .

લાખો દ્રોપદીની લુટાય લાજ આજતો , ન કોઈ સહાય .

લાખો  સુદામા જીવે મજબુરીમાં ,  ન કોઈ સહાય .

હજારો પાંડવો  આજે પણ ચાલે નિતિ અને ધર્મના માર્ગે .

હજારો વિદુર છે આજે , કરે તમને નિસ્વાર્થ પ્રેમ .

નિતિ અને ધર્મના માર્ગે આવે અનેક અડચણ ને બાધાઓ.

આજે નિસહાય છે અહલ્યાઓ, દ્રૌપદીઓ ,સુદામા ,વિદુર અને પાડવો ! ! !

હે રામ , હે ક્રીષ્ણ તમારા વિના કોણ કરશે સહાય ?

3 Comments »

અધર્મ .

ધરતી પર પાપ અને અધર્મ વધતાં યુગે યુગે  થાઉ હુ પ્રગટ ! ! !

હે ક્રીષ્ણ , હે યશોદા નંદન , કરેલ વાયદો અને વચન વિસરે તુતો.

ધર્મના નામે ચાલે ધતિન્ગ,  લોભ-લાલસા બન્યા તૃષ્ણા ચારો તરફ.

રાજકારણ નેતાને સ્વીસ બેન્કમાં બેલેન્સની લાલસા.

પરિવાર ને સગા સબંધીમાં ચાલે હરિફાઈ, બનવા કરોડપતિ.

વૈભવશાળી જીવન જીવવાની ચાલે મોટી દોડ , દંભી જીવન .

એક ટુકડો ભુમિ કાજે ધરતી  લોહીથી રંગાય, ક્રૂર બન્યો માનવી .

લાલસા ને તૃષ્ણા કરાવે અધર્મ અને મોટા પાપ, ન કોઈ સીમા.

ભુલાવે લાજ-શરમ, વિવેક-મર્યાદા,પ્રેમ અને દયા જે મોટા આભૂષણ .

પાપોથી ભરેલ દુનિયા, આનાથી ન મોટો કોઈ ભાર ધરતી પર !

અજ્ઞાની આ બાળકો તારા, કરુણા જનક મનોદશા, બન્યા દીશા હીન.

હે કૃપાળુ , હે દયાસાગર , હવે તો કરો અમ પર દયા અને કૃપાદ્રષ્ટિ .

અમને મોટી આશા તમારા આગમનની , છે શ્રધ્ધા નથી હવે સબુરિ .

સંભળાય બંસી નાદ, શુ આવી ગયા પ્રભુ ?  થાય ભણકારા !

હવે તો આવી ગયો સમય , પ્રગટ થવાનો , આપના આગમનનો ! ! !

1 Comment »

खांफ.

      

                    अब डर नही मुझे मोतका

             क्या सेतानोसे बडा खांफ है मोतका ?

               सेतानोकी बस्तीमे है मेरा बसेरा !!!

No Comments »

સિધ્ધાંતો .

( એક લેખકને બોલતા સાંભળ્યા, ગાંધીજી સાથે આખો ભારત દેશ

સાથે હતો, લોકોનુ પરિબળ હતુ, એટલે આપણને આઝાદી અપાવી શક્યા. )

કેટલુ ભુલ ભરેલુ વિચારવાનુ છે. નાના બાળક્થી માંડીને મોટા બધાજ ગાંધીજીના જીવન

ચરિત્રથી વાકેફ છે. ગાંધીજી સાથે આખો દેશ હતો સાચી વાત છે, પરંતુ કેમ દેશ તેમની સાથે હતો ?

એતો આપણે વિચારવુ જોઈએ . આપણી પાસે કોઈ મુદ્દો હોય અને કોઈની સામે રાખવાનો હોય તો

જો પચીસ માણસો ભેગા કરવા હોય તો આપણે કરી શકીએ ? નહી કરી શકીયે અરે ઘરમાં પાંચ માણસ

હશે અને પાંચને ભેગા કરવા હશે તો નહી કરી શકાય કેમકે આપણામાં એટલી ક્ષમતા નથી. આપણે

બોલીએ શુ અને કરીએ શુ .જ્યારે ગાધીજી જે વસ્તુ પોતે બોલે તે પહેલા પોતાના આચરણમાં મુકતા

હતા. તેના માટે આપણે જાણીએ છીયે , એક વખત એક બેન તેના દિકરાને લઈને ગાંધીજી પાસે આવે

છે અને કહે છે બાપૂ મારો છોકરો ગોળ બહુ ખાય છે તેને સમજાવો ત્યારે બાપૂએ કહ્યુ એક અઠવાડિયા

પછી તમારા દિકરાને લઈને આવજો પછી સમજાવીશ. અને અઠવાડીયા પછી પેલા બેન તેના છોકરાને

લઈને ગાંધીજી પાસે આવે છે અને ગાંધીજી તેને ગોળ નહી ખાવા માટે સમજાવે છે ત્યારે બેન ગાંધીજીને

પૂછે છે આ વાત તમે તેને અઠવાડીયા પહેલા સમજાવી હોત તો ? ત્યારે બાપૂ બોલે  છે હુ પોતે ગોળ ખાતો

હતો અને હુ કેવી રીતે આ બાળકને ગોળ ન ખાવા માટે શીખામણ આપી શકુ ? એક અઠવાડિયામાં બાપૂએ

ગોળ છોડી દીધો અને પછીજ શીખામણ આપી છે .આ કામ સામાન્ય વ્યક્તિ માટે કરવુ ક્ઠીન છે .ગાંધીજીનુ

 વ્યક્તિત્વ અનોખુ અને અજોડ હતુ .

 સ્વતંત્રતાની લડતમાં તેમની સાથે સત્ય અને અહિન્સાનુ પરિબળ હતુ, તેમની સાથે તેમના સિધ્ધાંતો

અને સત્ય -અહિન્સાનુ સૈન્ય તેમની સાથે હતુ . સૌરાષ્ટ્રના પહેરવેશમાં કેટલુ બધુ કપડુ વપરાય એટલે

પોતાનો પહેરવેશ છોડીને ખાલી એક પોતડી અપનાવી, ઠંડી હોય અથવા ગરમી તેમણે તેમનો પહેરવેશ

નાની પોતડી છોડી નથી , કેમકે પોતાનો દેશ ગરીબ છે લોકોને પુરતુ ખાવાનુ અને પહેરવા કપડા નથી.

અત્યારે તો રાજકારણી નેતાઓ પણ મોટા ભાષણો આપે, મોટા વચનો આપે ચુટાઈને આવ્યા પછી કેટલા

નિભાવે છે ? વ્યાસ પીઠ પર બેસીને પ્રવચનો આપવા વાળા સાચેજ પોતાના જીવનમાં, કેટલુ ઉતારેલુ

હોય છે ? જ્યારે ગાંધીજીએ  પોતાની ઉપર પ્રયોગો કર્યા છે અને પછીથીજ લોકોની સમક્ષ મુક્યા છે .

સત્યની રાહ પર ચાલ્યા છે. સાદગી, ઉચ્ચ કોટીનુ જીવન, સિધ્ધાંતો આ બધી વસ્તુઓ તો હતી તેમની

પાસે, ત્યારે તો આખો દેશ તેમની સાથે હતો , લોકો તેમનુ જીવન ચરિત્ર જાણતા હતા,તેમને ગાંધીજીમાં

વિશ્વાસ હતો ત્યારે તો લોકોએ સાથ આપ્યો, અને આખો દેશ એક થયો . પોતે પોતાની કમજોરીઓ

પોતાની નાનામાં નાની ભુલ પણ લોકોની સામે વિના સંકોચે મુકી છે. સત્યના પ્રયોગોમાં દરેક વસ્તુ

તેમણે જગ જાહેર કરી છે. આપણે આપણા અવગુણો કોઈને બતાવીશુ ? તેના માટે હિમ્મત જોઈએ. આ

હિમ્મત ગાંધીજીએ બતાવી છે . પૂરા રાષ્ટ્રના પિતા બન્યા, રાષ્ટ્રપિતાનો ખિતાબ મળ્યો અને એ ધર્મ

તેમણે બરાબર નિભાવ્યો .તેમને દેશ માટે પ્રેમ હતો ,આટલા મોટા દેશ પ્રેમી બીજે ક્યાંય જોવા નહી મળે.

            ગાંધીજીનુ જીવન એક ખુલ્લી કિતાબ જેવુ છે કે જેને કોઈ પણ સમજી શકે શકે . સદીના મહા નાયક

તેમના પહેલા કોઈ આવ્યા નથી અને તેમના જેવુ કોઈ આવશે પણ નહી . એક સદીમાં એક્જ અજોડ વ્યક્તિ

આવે .ગાંધીબાપૂ ઈતિહાસમાં અમર થઈ ગયા . ભારત દેશ તેમને માન સન્માનથી જોએ છે ,પરંતુ પુરી

દુનિયા તેમને માન સન્માન આપે છે .તેમના માટે જેટલુ લખીએ તેટલુ ઓછુ છે , મોટા પુસ્તકોના પુસ્તકો

લખાય .અશક્ય વસ્તુ શક્ય કરી બતાવી હતી . ભારતની પ્રજા તેમને સદીયો સુધી યાદ કરશે. એક આઝાદ

દેશ ની મોટી ભેટ આપણને આપીને ગયા . ખરેખર એક પિતા જ તેમના બાળકોને આટલી મોટી ભેટ આપી શકે !!!

3 Comments »

સ્મૃતિ.

 

મનુષ્ય જીવન તરફ ધ્યાનથી નજર કરીશુ તો ઘણી બધી વસ્તુઓ, જેને આપણે તે વસ્તુ

મહત્વની નથી એમ સમજીને આપણે હમેશાં નજર અંદાજ કરીએ છીએ. પરંતુ તે જ નાની

વસ્તુઓ, નાની વાતો, બહુજ મહત્વની છે જે જાણવા માટે ક્યારેય પ્રયત્ન નથી કરતા. અને

એ નાની નાની વસ્તુઓમાં પણ તત્વજ્ઞાન સમાએલુ છે .

બાળકનો જન્મ થાય તે પહેલાં નવ માસ બાળક માતાના ગર્ભમાં રહે છે. જ્યારે બાળકનો જન્મ

થાય છે ત્યારે બાળકને માતાના ગર્ભમાં જે સમય વિતાવ્યો છે તે સમય તેને બિલકુલ યાદ

હોતો નથી. ધીમે ધીમે બાળક મોટુ થાય તેમ તેના શરીર અને તેના મગજનો વિકાસ થાય.

બાળક જ્યારે એકદમ પુક્તવયનુ થાય ત્યારે તેને અઢીથી પાંચ વર્ષનો જે સમય છે તે થોડો

થોડો યાદ હોય. આ રીતે પાંચથી દશ વર્ષનો સમય થોડો વધારે યાદ હોય . અને દશ વર્ષ

પછીના કદાચ જીવનના બધાજ પ્રસંગો યાદ હોય . મોટા થયા પછી પાંચ વર્ષ પહેલાનો

સમય ક્દાચ બિલકુલ ભુલી જવાય, પરંતુ જો યાદ શક્તિ તિવ્ર હોય તો અઢીથી પાંચ વર્ષના

સમયના અમુક પ્રસંગો યાદ હોય .

હવે વિચાર એ આવે કે જો આપણને માતાના ગર્ભમાં નવ માસનો સમય જો દરેકને અગર

યાદ રહેતો હોત તો આ જીવન પ્રત્યે કેટલી નફરત  થાય . ગંદકીમાં કેદ કર્યા હોય, નવ માસ

બહારની દુનિયા જોઈ શકાય નહી , જન્મ લેતા પહેલાજ આપણે કેદમાં રહીને આવીએ છીએ .

ખરેખર તો ભગવાનનો ઉપકાર માનવો જોઈએ  કે જેણે આપણા શરીરની રચના એવી રીતે

કરી છે જે વસ્તુ આપણે યાદ નથી રાખવાની, જેની કોઈ જરૂર નથી તેની સ્મૃતિ રહે એટલા

ક્ષમ્ય આપણને બનાવ્યા નથી .નહીતો ક્યારેય ફરીથી જન્મ લેવાનુ કોઈને પણ મન ન થાય.

આપણે તો મનુષ્ય, પતિ-પત્નિ સાત જનમના બંધનમાં રહેવા માગીએ છીએ .કોઈ પણ જીવન

હોય, પશુ-પક્ષી કે પછી મનુષ્ય, ગર્ભનો કારાવાસ યાદ રહે તો વૈરાગ્ય આવી જાય .અનેક જાતના

કર્મો કર્યા હોય તેમાં સ્વભાવીક છે દરેકના જીવનમાં પુણ્ય કર્મો કરતાં પાપ કર્મો વધારે હોય .તેની

સજા બીજા જન્મમાં તો ભોગવવાની છે .પરંતુ આપણે પાપ કર્મો ભોગવીએ તે પહેલાં ભગવાન

આપણને નવમાસની કારાવાસ જેલ યાત્રા કરાવે છે અને પછીથી ધરતી પર મોકલે છે .

                    મૃત્યુ થાય અને બીજો જન્મ લઈએ તે વચ્ચેનો ગાળો જે છે,તે દરેક વસ્તુ

માણસ ભુલી જાય છે. દરેક માણસને આગલા જન્મની કોઈ પણ સ્મૃતિ હોતી નથી. તેનુ

મગજ કોળા કાગળ જેવુ હોય છે .આપણા ઉપર ભગવાનની બહુ મોટી મહેરબાની છે

તેનો ઉપકાર માનવો જોઈએ કે જેણે દરેક વસ્તુ ધ્યાનમાં રાખીને આપણા શરીરની

આપણા મગજની રચના કરી છે. અગર જો દરેક વ્યક્તિને આગલા જન્મની બધી વસ્તુ

યાદ હોય તો ધરતી પર કેટલુ તાંડવ મચી જાય .બધાજ એક બીજાનો બદલો લેવામાં

આતુર બને , વેર ઝેર વધતા જાય અને તેનો કોઈ ક્યારેય અંત ન આવે ભગવાન

દયાળુ છે જેણે વિશ્વ શાન્તિ માટે , એક બીજા માટે પ્રેમ ભાવ વધે એટલા માટે આપણા

શરીરની ખાસ રચના કરી . અને પ્રભુ આપણી પાસે શાન્તિ અને પ્રેમની અપેક્ષા રાખે છે .

4 Comments »

નવધા ભક્તિ.

      

  તુલસીદાસ રચિત રામચરિતમાનસમાં ( રામાયણ ) પુજ્ય મોરારીબાપુએ એક પ્રસંગનુ વર્ણન

કર્યુ છે, રામભગવાન જ્યારે શબરીની ઝુપડીમા  પધારે  છે  ત્યારે શબરી તેમનુ સ્વાગત  કરે  છે

અને પગપ્રક્ષાલન કરે છે અને  ખાવા  માટે મીઠા  બોર આપે  છે, અને  રામ ભગવાનને કહે  છે

હેપ્રભુ, હુ અભણ  છુ,મને પ્રાર્થના કે સ્તુતિ  કરતાં આવડતુ નથી, ત્યારે રામભગવાન કહે છે મા,આજે 

હુ સ્તુતિ  કરીશ  અને  તમે  શાભળો, અને શ્રી રામ ભગવાન  શબરીમાને નવધા  ભક્તિ કહી સંભળાવે  છે.

(૧) સંત  સમાગમ.( ૨) શ્રવણ – ક્થામા પ્રેમ. (૩)  ગુરુ  સેવા. (૪)  કપટ તજીને ભગવદ

ગુણગાન. (૫)  મંત્રમા નીષ્ઠા. (૬)  અતિ પ્રવૃતિમાથી નિવૃતિ.(૭)  દરેકમાં ઇશ્વરના દર્શન.

(૮)  જેટલુ  મળે એમા સન્તોષ. (૯)  છળ કપટ વગરનુ જીવન.

            નવધા ભક્તિના  જુદા જુદા પ્રકારમાં કેટલા ઉચા અને ગહન વિચારો અને નિયમ દર્શાવ્યા છે.

 આમ ભક્તિ નવ પ્રકારની  છે. શબરીએ  નવ પ્રકારની  ભક્તિ  કરી  હતી અને  અને નવધા ભક્તિથી જ

 મોક્ષને  પામ્યા.  ત્રેતાયુગમા  રામભગવાને   નવધા  ભક્તિ  બતાવીને ઉચ્ચ પ્રકારનુ જીવન જીવવા માટે

 માર્ગ  બતાવ્યો  છે, અને  નવધા ભક્તિ  દ્વારા આપણને ઉપદેશ આપ્યો છે . તેવીજ રીતે દ્વાપરયુગમાં

 શ્રી શ્રીક્રિષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપીને આપણને શ્રેષ્ઠ જીવનનો રાહ બતાવ્યો છે . આમ

 દરેક  યુગમા ભગવાન અવતાર લઈને આવીને આપણને જીવન રાહ બતાવીને ઉચ્ચ કક્ષાનુ જીવન

 જીવવા માટે સંકેત કરે છે , આજ્ઞા કરે છે અને ભગવાન આશા રાખે છે તેમના બાળકો જીવન રાહ

પર ભટકી ન જાય , ધર્મ અને શાસ્ત્રોએ બનાવેલા નિયમોને અનુલક્ષીને જીન્દગી જીવે,પસાર કરે .

નવધા ભક્તિ, શ્રી રામ પવિત્ર મુખવાણી છે, અને ભગવદગીતા શ્રી ક્રિષ્ણ પવિત્ર મુખવાણી છે.

                   શીરડી  સાઇબાબાથી લગભગ  બધાજ વાકેફ છે,  શ્રી સાઇ સતસરિત્રમાં નવધા ભક્તિનુ

વર્ણન આપ્યુ  છે, લક્ષ્મીબાઇ તેમના ભક્ત હતાં, નાનપણથીજ  સાઇબાબાની સેવા કરતાં હતાં. સાઇબાબાને

 પોતાને હાથે  ભોજન   બનાવીને ખવડાવતાં હતાં,  જ્યારે સાઇબાબાએ  સમાધિ  લીધી ત્યારે લક્ષ્મીબાઇ

તેમની સાથે  હતાં અને સાઇબાબાએ નવધા ભક્તિ સ્વરૂપે ચાંદીના નવ સિક્કા લક્ષ્મીબાઇના હાથમાં

 આપ્યા  હતા . અને તમે મારી  નવધા ભક્તિ કરી છે એમ  કહે  છે. લક્ષ્મીબાઈએ પોતાની આખી જીન્દગી

 સાઈબાબાની સેવામાં વીતાવી હતી અને  તેના ફળ સ્વરૂપે નવધા ભક્તિનુ વરદાન સાઈબાબાએ

લક્ષ્મીબાઈને  આપ્યુ હતુ . સાઈબાબાએ પોતાના ભક્ત ઉપર અસીમ કૃપા કરી. તેમના ગુરુની સેવા

કરીને લક્ષ્મીબાઈ ધન્ય થઈ ગયા . ગુરુ અને શિષ્યનુ એક અજોડ ઉદાહરણ છે !!!

ભગવાન શ્રી રામ અને શબરીમા, ભક્ત અને ભગવાનનુ એક અજોડ અને સદીયો

સુધી ન ભુલાય એવુ અસ્મરણીય ઉદાહરણ છે !!!

2 Comments »

પ્રેમ નગર .

પ્રેમ  રૂપી  અમી ઝરણુ  સ્વર્ગથી  ઉતર્યુ .

ખોબલે-ખોબલે પીધા અમી ઝરણા અમે .

જીવન સરિતા બની ખળખળ વહ્યા અમે .

દૂરથી  વિશાળ  પ્રેમ સાગર દીઠો   અમે .

 પુર વેગે દોડ્યા  સાગર સમીપ  અમે .

મારી ડુબકી , સાગર હિલોળે અમને .

પ્રેમ સાગરમાં,પ્રેમ રંગે રંગાયા અમે .

હિલોળા મારતા મોજાં ધકેલે કિનારે અમને .

પ્રેમ રસ પીને, પટકાયા કિનારે અમે .

વાસ્તલ્ય,પ્યાર,સ્નેહ અને પ્રેમની ઈટ,

અને વિશ્વાસની રેતથી,બાંધ્યા ઘર અમે .

વસાવ્યુ એક પ્રેમ નગર અમે .

પ્રેમ નગરમાં વસ્યા અમે .

1 Comment »

દુર્બુધ્ધિ.

રહેલા મેલ અને ડાઘ કર્યા દૂર, દિલ સાફ કર્યુ મે .

આપવા આસન પ્રભુ ,  તારે લાયક બનાવ્યુ મે .

સંઘર્યા હતાજે, દિલમાં અગણીત રાગ  અને દ્વેષ

કર્યા દૂર અવગુણો, તારા ચરણોમાં શીશ નમાવ્યુ મે.

ચંચળ મન આતો ,ફસાય દિલ માયાના બંધનમાં

દિલમાં ભર્યો પ્રેમ અને દયા ,દિલ મારુ સજાવ્યુ મે .

મોહમાયા ન છોડે પીછો ,  બંધનમાં ફસાય દિલ.

હવે ન ડગ મગે દિલ ,  સાચો રાહ પકડ્યો  મે .

અંધશ્રધ્ધા ને માયાની  બેડીઓ  તોડીને  મે

શ્રધ્ધા – સબુરીથી જીવન સાર્થક બનાવ્યુ મે.

હે દયાસાગર જો કરે દયા તૂ

દુર્બુધ્ધિ  તાંડવ  થાય  શાંન્ત .

1 Comment »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.