Archive for February 15th, 2011

સિધ્ધાંતો .

( એક લેખકને બોલતા સાંભળ્યા, ગાંધીજી સાથે આખો ભારત દેશ

સાથે હતો, લોકોનુ પરિબળ હતુ, એટલે આપણને આઝાદી અપાવી શક્યા. )

કેટલુ ભુલ ભરેલુ વિચારવાનુ છે. નાના બાળક્થી માંડીને મોટા બધાજ ગાંધીજીના જીવન

ચરિત્રથી વાકેફ છે. ગાંધીજી સાથે આખો દેશ હતો સાચી વાત છે, પરંતુ કેમ દેશ તેમની સાથે હતો ?

એતો આપણે વિચારવુ જોઈએ . આપણી પાસે કોઈ મુદ્દો હોય અને કોઈની સામે રાખવાનો હોય તો

જો પચીસ માણસો ભેગા કરવા હોય તો આપણે કરી શકીએ ? નહી કરી શકીયે અરે ઘરમાં પાંચ માણસ

હશે અને પાંચને ભેગા કરવા હશે તો નહી કરી શકાય કેમકે આપણામાં એટલી ક્ષમતા નથી. આપણે

બોલીએ શુ અને કરીએ શુ .જ્યારે ગાધીજી જે વસ્તુ પોતે બોલે તે પહેલા પોતાના આચરણમાં મુકતા

હતા. તેના માટે આપણે જાણીએ છીયે , એક વખત એક બેન તેના દિકરાને લઈને ગાંધીજી પાસે આવે

છે અને કહે છે બાપૂ મારો છોકરો ગોળ બહુ ખાય છે તેને સમજાવો ત્યારે બાપૂએ કહ્યુ એક અઠવાડિયા

પછી તમારા દિકરાને લઈને આવજો પછી સમજાવીશ. અને અઠવાડીયા પછી પેલા બેન તેના છોકરાને

લઈને ગાંધીજી પાસે આવે છે અને ગાંધીજી તેને ગોળ નહી ખાવા માટે સમજાવે છે ત્યારે બેન ગાંધીજીને

પૂછે છે આ વાત તમે તેને અઠવાડીયા પહેલા સમજાવી હોત તો ? ત્યારે બાપૂ બોલે  છે હુ પોતે ગોળ ખાતો

હતો અને હુ કેવી રીતે આ બાળકને ગોળ ન ખાવા માટે શીખામણ આપી શકુ ? એક અઠવાડિયામાં બાપૂએ

ગોળ છોડી દીધો અને પછીજ શીખામણ આપી છે .આ કામ સામાન્ય વ્યક્તિ માટે કરવુ ક્ઠીન છે .ગાંધીજીનુ

 વ્યક્તિત્વ અનોખુ અને અજોડ હતુ .

 સ્વતંત્રતાની લડતમાં તેમની સાથે સત્ય અને અહિન્સાનુ પરિબળ હતુ, તેમની સાથે તેમના સિધ્ધાંતો

અને સત્ય -અહિન્સાનુ સૈન્ય તેમની સાથે હતુ . સૌરાષ્ટ્રના પહેરવેશમાં કેટલુ બધુ કપડુ વપરાય એટલે

પોતાનો પહેરવેશ છોડીને ખાલી એક પોતડી અપનાવી, ઠંડી હોય અથવા ગરમી તેમણે તેમનો પહેરવેશ

નાની પોતડી છોડી નથી , કેમકે પોતાનો દેશ ગરીબ છે લોકોને પુરતુ ખાવાનુ અને પહેરવા કપડા નથી.

અત્યારે તો રાજકારણી નેતાઓ પણ મોટા ભાષણો આપે, મોટા વચનો આપે ચુટાઈને આવ્યા પછી કેટલા

નિભાવે છે ? વ્યાસ પીઠ પર બેસીને પ્રવચનો આપવા વાળા સાચેજ પોતાના જીવનમાં, કેટલુ ઉતારેલુ

હોય છે ? જ્યારે ગાંધીજીએ  પોતાની ઉપર પ્રયોગો કર્યા છે અને પછીથીજ લોકોની સમક્ષ મુક્યા છે .

સત્યની રાહ પર ચાલ્યા છે. સાદગી, ઉચ્ચ કોટીનુ જીવન, સિધ્ધાંતો આ બધી વસ્તુઓ તો હતી તેમની

પાસે, ત્યારે તો આખો દેશ તેમની સાથે હતો , લોકો તેમનુ જીવન ચરિત્ર જાણતા હતા,તેમને ગાંધીજીમાં

વિશ્વાસ હતો ત્યારે તો લોકોએ સાથ આપ્યો, અને આખો દેશ એક થયો . પોતે પોતાની કમજોરીઓ

પોતાની નાનામાં નાની ભુલ પણ લોકોની સામે વિના સંકોચે મુકી છે. સત્યના પ્રયોગોમાં દરેક વસ્તુ

તેમણે જગ જાહેર કરી છે. આપણે આપણા અવગુણો કોઈને બતાવીશુ ? તેના માટે હિમ્મત જોઈએ. આ

હિમ્મત ગાંધીજીએ બતાવી છે . પૂરા રાષ્ટ્રના પિતા બન્યા, રાષ્ટ્રપિતાનો ખિતાબ મળ્યો અને એ ધર્મ

તેમણે બરાબર નિભાવ્યો .તેમને દેશ માટે પ્રેમ હતો ,આટલા મોટા દેશ પ્રેમી બીજે ક્યાંય જોવા નહી મળે.

            ગાંધીજીનુ જીવન એક ખુલ્લી કિતાબ જેવુ છે કે જેને કોઈ પણ સમજી શકે શકે . સદીના મહા નાયક

તેમના પહેલા કોઈ આવ્યા નથી અને તેમના જેવુ કોઈ આવશે પણ નહી . એક સદીમાં એક્જ અજોડ વ્યક્તિ

આવે .ગાંધીબાપૂ ઈતિહાસમાં અમર થઈ ગયા . ભારત દેશ તેમને માન સન્માનથી જોએ છે ,પરંતુ પુરી

દુનિયા તેમને માન સન્માન આપે છે .તેમના માટે જેટલુ લખીએ તેટલુ ઓછુ છે , મોટા પુસ્તકોના પુસ્તકો

લખાય .અશક્ય વસ્તુ શક્ય કરી બતાવી હતી . ભારતની પ્રજા તેમને સદીયો સુધી યાદ કરશે. એક આઝાદ

દેશ ની મોટી ભેટ આપણને આપીને ગયા . ખરેખર એક પિતા જ તેમના બાળકોને આટલી મોટી ભેટ આપી શકે !!!

3 Comments »

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help