ક્યારેક

ક્યારેક હળવુ ક્યારેક મળવુ ક્યારેક ઝળહળવુ હવે

ક્યારેક ભીના ઘાસમાં પગલાંનુ ટળવળવુ હવે તો

ક્યારેક આશા લઈ બેઠુ શબ્દોને માટે આ હૈયુ હવે

ક્યારેક લીલુ  છમ ઘાસ પાંગરે પથ્થર  જેમ  હવે

દુર પર્વતની ટોચે ડોકાય જરા સોનેરી સૂરજ કિરણ

પહાડો પર પથરાયેલા બરફના ઢગલા ઓગળે હવે

એક બાજુ હાથના ટેરવા તગતગે,શબ્દો મળ્યા હવે

એક બાજુ શબ્દનુ બેફામ વિસ્તરવુ સાગર જેમ હવે

બેફામ વિસ્તરેલા શબ્દોના અવસાદી સ્વરો  હવે

ઘરની ભીતોની ઉદાસી ચીરીને ઉમરે ઢળ્યા હવે.

1 Comment »

One Response to “ક્યારેક”

  1. mahesh jadav on 25 Jun 2012 at 4:39 am #

    તમારી ગઝલો ખુબ ગમી . હાઇકુ પણ સરસ છે. માતા પરનું કાવ્ય તો ખૂબ જ ગમ્યું છે. તમને અભિનંદન…..

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.