પહેચાન.
Gain Lord’s recognition
instead of social recognition.
આપણે જ્યારે ફેઈસબુક ખોલીયે ત્યારે દરરોજ કોઈને કોઈ સુવાક્યો અને સુવિચાર વાંચવા મળે છે.
અને અમુક સુવાક્યો હ્રદયને સ્પર્ષી જાય છે. દરેકમાં ઉંડો ભાવાર્થ રહેલો હોય તો કોઈમાં ઉંડું તત્વ ચિંતન
સમાયેલુ હોય. ઉપરના સુવિચાર વાંચ્યા ઘણાજ ગમ્યા.
આપણે સૌ જાણીએ છીએ દરેક વ્યક્તિ પોતે જે સોસાઈટીમાં ઉઠે બેસે, રહે, ત્યાં આગળ હમેશાં પોતાની ખાસ જગા, પહેચાન બનાવવા માગે. દરેક વ્યક્તિ ખરાબ હોય કે સારા તેને પોતાની આબરું અને ઈમેજની સતત ચિંતા હોય, તેને સમાજમાં ખાસ પ્રતિષ્ઠા મેળવવી હોય તેને માટે તેને પોતે મુખવટો ઓઢીને પણ સારા થવાનો ઢોંગ કરવો પડે તો પણ કરે.સમાજમાં લોકો તરફથી માન-સંન્માન જોયતા હોય. પોતાની આબરૂ, ઈજ્જત,પ્રતિષ્ઠા સમાજમાં ન બગડે તેની ખાસ કાળજી રાખે. પોતાની પહેચાન જે તેણે ઘણી મહેનત કરીને બનાવી હોય તેની સતત ચિંતા રહ્યા કરે.આ પહેચાનથી લોકો તરફ્થી જે વાહ વાહ મળતી હોય તેમાં તેને ઘણીજ ખુશી-આનંદ મળે.ઘણા લોકો એવા જોયા છે જાણે સમાજ માટે જીવતા હોય એવું લાગે. કોઈ પણ કામ કરે પહેલાં સમાજનો વિચાર કરે, હુ આ કાર્ય કરીશ તો મારી આબરૂ જશે.પછી ભલે તેમાં પોતાની અને પોતાના પરિવારની ખુશી કેમ ન સમાયેલી હોય ! સમાજથી ડરે, સમાજની બીક !
કેટલા માણસો એવા હોય તેને સમાજની ન પડી હોય, સમાજ માન સંન્માન આપે કે ન આપે તેને કોઈ ફરક ન પડે. ભગવાન આગળ પોતાની પહેચાન, પોતાની ઈમેજ બની રહે એની ચિંતા હોય. બહુ ઓછા માણસો હોય તેને ઈશ્વર સામે પોતાની ઈમેજની પડી હોય. સાચા ભક્ત હોય તે સમજે છે, જેવો હું છુ તેવો જ મારા ભગવાન સામે રહું, ભગવાન અંર્તરયામી છે,આપણા હ્રદયની આપણા મનની એક એક વાત અને વિચારોથી તે વાકેફ છે,ભગવાન આગળ ઢોંગ કે ફરેબ ન ચાલે.હું કોઈ પણ અધર્મ કે અનિતિ કરીશ તો ઈશ્વરને મંજુર નથી, તેમને ગમશે નહી મારા આ વર્તનથી તે રાજી નહી થાય, મારા કર્મો અને વર્તનથી, મારો ભગવાન ન રુઠવો જોઈએ. આ જાતની ઈમેજ અને આપણી આ પહેચાન ઈશ્વર આગળ બનાવવાની જરૂર છે.સમાજને રાજી રાખવાથી કોઈ ફાયદો થવાનો નથી. લોકો તો સારુ બોલે અને સમય આવે આપણું ખરાબ પણ બોલે. લોકો અને સમાજે ભગવાનને પણ નથી છોડ્યા, રાજા રામ અને ક્રિષ્ણ માટે પણ ખરાબ બોલ્યા છે, આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. સમાજમાં આપણી જે પહેચાન બની હોય તેનો કોઈ મતલબ નથી,કોઈ કિંમત નથી, જ્યારે ઈશ્વર આગળ આપણી પહેચાન બને, આપણે ઈશ્વરના ખાસ બનીએ, ઈશ્વર આપણને પ્રેમ કરે, તેમના ચરણોમાં જગા આપે ત્યારે તે પહેચાન સાચી છે, નિત્ય છે. સમાજે આપેલી પહેચાન અનિત્ય છે, ક્યારે બદલાઈ જાય તે કહેવાય નહી.
1 Comment »
DR. CHANDRAVADAN MISTRY on 14 Dec 2013 at 11:01 am #
, આપણે ઈશ્વરના ખાસ બનીએ, ઈશ્વર આપણને પ્રેમ કરે, તેમના ચરણોમાં જગા આપે ત્યારે તે પહેચાન સાચી છે, નિત્ય છે. સમાજે આપેલી પહેચાન અનિત્ય છે, ક્યારે બદલાઈ જાય તે કહેવાય નહી.
True !
This is the TOTAL SHARNAGATI in GOD.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !