ભક્તિ-૨
સામાન્ય રીતે જીવનમાં આપણે જે ક્ષેત્રમાં જવુ હોય તે ક્ષેત્રની માહીતી ભેગી કરીયે પછીથી તે ક્ષેત્રમાં જઈએ , તેમ ભક્તિમાં સૌથી પ્રથમ જ્ઞાનની જરુર છે,પછીથી નીયમ,ધ્યાન,જપ,તપ,વ્રત યોગ અને સૌથી મહ્ત્વનુ પ્રભુ પ્રત્યે પ્રેમ.અને તે ઉપરાન્ત શ્રી ક્રિષ્ને ગીતામાં ભક્ત્ના જે ગુનોનુ વણન કર્યુ છે તેવા બનવાની જરુર છે.
આ બધી વસ્તુ સાથે ભક્તિ કરીયે, તે ભક્તિ સૌથી ઉત્તમ ભક્તિ છે. સંસારમા પરિવાર સાથે રહીને ભક્તિ કરવી બહુજ અઘરુ છે,ભગવાને માયા મુકી છે,અને પોતાની તરફ આવવા માટે માયા છોડ્વાની કહુયુ છે.આ બ હુ્જ કઠીન છે,આના માટે સતત ધ્યાન અને યોગની જરુર છે. ધ્યાન કેન્દ્રીત કરવા માટે મંત્રજાપ પણ ઘણાજ મહ્ત્વના છે. નિયમિત ભક્તિ કરીશુ તો બધુજ ધીમેધીમે આવતુ જ્શે .