કર્મ.
સામાન્ય રીતે એવુ કેહવાય છે કે માણસ જ્ન્મે ત્યારે ખાલી હાથે આવે છે અને મરી જાય ત્યારે ખાલી હાથે જાય છે. પરંન્તુ માણસ જ્ન્મે ત્યારે તેના પૂર્વ જ્ન્મના કર્મ,પાપ, પુન્ય અને પ્રારબ્ધ લઈને આવે છે,ખાલી હાથે આવતોજ નથી. અને જ્યારે મરી જાય છે ત્યારે કર્મ,પાપ અને પુન્ય સાથે લઈને જાય છે.આત્મા સાથે જોડાયેલી દરેક વસ્તુ સાથે આવે છે અને સાથે જાય છે.
કર્મ એવી વસ્તુ છે કે જેના ઉપર આપણા આખા જીવનનો આધાર છે.જ્ન્મ મૃત્યુ ક્રર્મને આધીન છે.પાપ પુન્ય પણ કર્મને આધીન છે આપણા સ્વભાવ પ્રમાણે આપણે કર્મ કરીયે છીયે.આપણો સ્વભાવ જ્ન્મ કુન્ડ્લીના આપણા ગ્રહો ઉપર અને અમુક આપણા જીનમાં આવે.છતા પણ આપણે આપણો સ્વભાવ બદ્લી શકીયે,સત્સંગ, ગ્રન્થોનુ વાંચન,
ક્થા શ્રવણ અને ભક્તિ કરવાથી આપણે આપણો સ્વભાવ બદ્લી શકીયે. ભગવાને આપણને એવી શક્તિ આપી છે આપણે જેવી ઈચ્છા કરીયે એવા આપણે બની શકીયે.એટ્લે સારા ખોટા કર્મ કરીને આપણે જ આપણુ પ્રારર્બ્ધ નક્કી કરીયે છીયે.એટલે ફ્રરીથી જ્ન્મ કે મોક્ષ તે આપણા હાથમાંજ છે. સુખ દુખ,જ્ન્મ, મોક્ષ બધુજ કર્મને આધીન છે.જીવનમાં એક કર્મ શબ્દ કેટ્લો મહ્ત્વનો છે. પરંન્તુ આ શ્બ્દ્જ કોઈ સમજી શકતુ નથી.યોગ દ્વારા પ્રાણાયમથી આપણે ઈન્દ્રીયોને વશમાં કરીને એકાગ્રતા લાવીને આપણે આપણો સ્વભાવ બદ્લી શકીયે,વિચારો બદ્લાશે અને ત્યારેજ આપણ્રે સારા કર્મ કરી શકીશુ.
કર્મ સુધરશે એટ્લે બીજો જ્ન્મ પણ સુધરી જવાનોજ છે.