Archive for December 24th, 2011

તણાવ.

 

શાસ્ત્રોમાં બતાવેલ એક ભારતીય નારીના બધાજ ગુણો રીનામાં ભરેલા છે.અને તેના આ

ગુણોને લીધેજ આજે એન્ઝાયટીથી પીડાઈ રહી છે. અને તેને લીધે હાઈ બ્લડપ્રેશર,

 કોલોસ્ટ્રોલ,એસીડ રીફ્લેક્ષ બધાજ રોગો તેના શરીરમાં ક્યારે પ્રવેશીને ઘર કરી ગયા તેની તેને ખબર ના પડી.

આજે એકદમ સુખી દેખાતી રીના બિમારીથી પીડાઈ રહી છે.આ બિમારીએ તેને બિસ્તર નથી પક્ડાવ્યો પરંતુ

માનસિક રીતે અસ્વસ્થ છે.

બધાજ કામે ગયા અને ઘરે એકલી બેઠી હતી અને વિચારોમાં ખોવાઈ અને અતિતની દુનિયામાં ચાલી ગઈ.

પ્રભુતામાં પગલાં માડ્યાં અને આજે પરણીને સાસરે આવી અને પહેલે દિવસે સવારે છ વાગે ઉઠીને નીચે

આવી.નીચે આવી સાસુમાને પગે લાગી અને જય શ્રી કૃષ્ણ કહ્યા,વળતાં જય શ્રી કૃષ્ણ સાંભળવાનુ ના મળ્યુ.

સામેથી સાસુમા ગુસ્સામાં બોલ્યાં ” આ ઉઠવાનો સમય છે ? મારા ઘરમાં આ બધુ નહી ચાલે, દરોજ સવારે

વહેલા ચાર વાગે ઉઠીને નીચે આવવાનુ “.

રીના તો ચોકી ગઈ તેણે આ જાતની ભાષા અને આ જાતનુ વર્તન ક્યારેય નથી જોયુ. માતો તેને હમેશાં

પ્રેમથી ઉઠાડતી, રીના માના શબ્દો યાદ કરવા લાગી ” બેટા રીના ઉઠો સવાર થઈ ગયુ,પાછુ તારે કોલેજ

જવાનુ મોડુ થશે ” રીના વિચારવા લાગી ક્યાં મારી માના પ્રેમ ભર્યા શબ્દો અને ક્યાં આ સાસુમાના આક્રોશ

ભર્યા શબ્દો. રીનાનો પતિ દિલ્લીમાં રહે, લગ્ન પછીથી એક વર્ષ સુધી સાસુમાએ પતિ-પત્નિને અલગ

રાખ્યા. એક વર્ષ પછી રીનાને દિલ્લી જવાની પરવાનગી મળી, રીના મનમાં વિચારે આતો સાસુમા છે

કે કોઈ જલ્લાદ ? પતિ-પત્નિને પણ સાથે નથી રહેવા દેતા. છતાં પણ રીના મન મનાવી લેતી, સાસુમા

છે ને ભલે બોલતાં.

પતિ સાથે દિલ્લી આવી બે વર્ષ બરાબર ચાલ્યુ પછીથી પતિનો ત્રાસ ચાલુ થઈ ગયો. રીના મુગા મોઢે

બધુ સહન કરતી, ક્યારેય સામે જવાબ ન આપે. રીનાએ જેટલુ સહન કર્યુ તેટલી તેના પતિની માર ઝુડ

ગાળા ગાળી વધી ગઈ, અત્યાચાર અને જુલમ વધતો ગયો. રીના તેનો પત્નિ ધર્મ બરાબર બજાવતી.

ક્યારેય પતિ સામે કોઈ શીકાયત નહી, ન કોઈ ફરિયાદ, ના કોઈ વસ્તુની અપેક્ષા. પતિના લાંબા આયુષ્ય

માટે જાત જાતના વ્રત અને તપ કરતી. અસલી ભારતીય નારી પોતાની ફરજ, પરિવાર તરફનો પોતાનો

ધર્મ ક્યારેય ન ચુકે. રીના, પતિ અને પતિના પરિવારને માટેજ જીવે છે. પોતાની જાત પ્રત્યે ક્યારેય ધ્યાન

નથી આપ્યુ.

વિચારોમાં હતી અને તેની બેનનો શિકાગોથી ફોન આવ્યો, અને રીના જાગૃત થઈ અને અસલી દુનિયામાં

આવી. બેન સાથે થોડી વાત ચીત કરી ફોન મુક્યો. આજે વીસ વર્ષથી રીના અમેરિકામાં રહે છે. તેની સાથે

તેને ત્રાસ આપવા વાળુ કોઈ નથી.એક દિકરો અને દિકરી,પ્રેમાળ વહુ અને જમાઈ, પૌત્રો.પૌત્રી. હવે જીવનમાં

કોઈ દુખ નથી,કોઈ બોલવા વાળુ નથી. પતિ પણ તેને છોડીને સ્વર્ગે સીધાવ્યો છે.દિકરો  આજ્ઞાકારી અને

સમજ્દાર, જે જ્યારે પંદર વર્ષનો હતો, પિતાના પોતાની મા પરના અત્યાચાર જોઈને બોલતો મમ્મી તૂ

કયા જમાનાની છુ ? આવા માણસને છોડીને ચાલી જા. રીનાને તેના કોઈ વાંક વીના પતિનો ત્રાસ હતો.

રીના દિકરાને કહેતી બેટા હુ ક્યાં જાઉ આ જ મારી દુનિયા છે.

પતિના અત્યાચારથી કંટાળેલી રીના ભગવાનને પ્રાર્થના કરતી અમને બેમાંથી એકને લઈલે. હવે હદ આવી

ગઈ છે, સહન નથી થતુ. આવા કજીયા કંકાસ વાળા વાતાવરણમાં રહીને રીનાનો સ્વભાવ બદલાઈ ગયો હતો

ગરીબડી ગાય જેવી રીના, તદન ઓછુ બોલવુ, સહન શક્તિની મુર્તિ, તેને હવે ચિન્તા, ફિકર, વિચારોમાં ખોવાએલુ

રહેવુ, કોઈ પણ કામ હોય તો ચિન્તિત થઈ જાય. તેના પતિની આદત હવે તેનો સ્વભાવ બની ગયો હતો. માર ઝુડ

વીના તેને કંઈ દેખાતુ ન હતુ. ઘરમાં કજીયા કંકાસ વાળુ વાતાવરણ થઈ ગયુ  હતુ.

હવે ત્રાસ આપવાવાળો પતિ નથી રહ્યો પરંતુ તેના સ્વભાવને લીધે જે બિમારીઓ આવી છે તેનુ શુ ? રીના વર્ષોથી

શાંતિ શોધે છે.ગાડી બંગલા,સુખ વૈભવ બધુ જ છે.મનની શાંતિની શોધમાં છે. તે હમેશાં વિચારે છે જીવનમાં હુ દુખી

કેમ થઈ ? અને એનો જવાબ તેની અંદર બેઠેલો આત્મા આપે છે, તારા સ્વભાવના કારણે તુ દુખી થઈ હતી.

સ્વભાવને જમાનાને અનુરૂપ અને સમયને અનુલક્ષીને બદલવો પડે.

” એટલે ‘ ?

મને આત્માએ ફરી પ્રશ્ન પુછ્યો,” તે જે દુખો વેઠ્યા તેને સૌ સંતાનોએ જોયા છે ને” ?

તેથી તેઓ તો તને માનશે..

 પણ હવે તૂ ” આજ ” માં જીવ અને હા, વહુને માટે મા બન.. સાસુ ન બનીશ”.

” એટલે ”

“અપાય તેટલુ આપ તેઓને  પણ, તેમની રીતે હસવાનો અને જીવવાની મોકળાશ આપ”

થોડીક વાર સ્તબ્ધતા અનુભવતી રીનાએ ચારધામ યાત્રાએ જવાનો નિર્ણય કરી લીધો,

એ બહાને ચાર મહિના સંતાનોને મોકળાશ મળે અને ઉપર લઈ જવાનુ ભાથુ પણ બંધાય.

શ્રી કૃષ્ણની મોરલી પાછળ વાગતી સાંભળી તેનો બધો તણાવ હવા થઈ ગયો !!!

4 Comments »

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help