અધર્મ .
ધરતી પર પાપ અને અધર્મ વધતાં યુગે યુગે થાઉ હુ પ્રગટ ! ! !
હે ક્રીષ્ણ , હે યશોદા નંદન , કરેલ વાયદો અને વચન વિસરે તુતો.
ધર્મના નામે ચાલે ધતિન્ગ, લોભ-લાલસા બન્યા તૃષ્ણા ચારો તરફ.
રાજકારણ નેતાને સ્વીસ બેન્કમાં બેલેન્સની લાલસા.
પરિવાર ને સગા સબંધીમાં ચાલે હરિફાઈ, બનવા કરોડપતિ.
વૈભવશાળી જીવન જીવવાની ચાલે મોટી દોડ , દંભી જીવન .
એક ટુકડો ભુમિ કાજે ધરતી લોહીથી રંગાય, ક્રૂર બન્યો માનવી .
લાલસા ને તૃષ્ણા કરાવે અધર્મ અને મોટા પાપ, ન કોઈ સીમા.
ભુલાવે લાજ-શરમ, વિવેક-મર્યાદા,પ્રેમ અને દયા જે મોટા આભૂષણ .
પાપોથી ભરેલ દુનિયા, આનાથી ન મોટો કોઈ ભાર ધરતી પર !
અજ્ઞાની આ બાળકો તારા, કરુણા જનક મનોદશા, બન્યા દીશા હીન.
હે કૃપાળુ , હે દયાસાગર , હવે તો કરો અમ પર દયા અને કૃપાદ્રષ્ટિ .
અમને મોટી આશા તમારા આગમનની , છે શ્રધ્ધા નથી હવે સબુરિ .
સંભળાય બંસી નાદ, શુ આવી ગયા પ્રભુ ? થાય ભણકારા !
હવે તો આવી ગયો સમય , પ્રગટ થવાનો , આપના આગમનનો ! ! !
1 Comment »
Ramesh Patel on 01 Mar 2011 at 7:25 pm #
સંભળાય બંસી નાદ, શુ આવી ગયા પ્રભુ ? થાય ભણકારા !
હવે તો આવી ગયો સમય , પ્રગટ થવાનો , આપના આગમનનો ! ! !
આર્તનાદ પોકાર ,ભક્તિમય રીતે કવનમાં છલક્યો છે.
રમેશ પટેલ(આકાશદીપ)