Archive for the 'ચિન્તન' Category

નવધા ભક્તિ.

      

  તુલસીદાસ રચિત રામચરિતમાનસમાં ( રામાયણ ) પુજ્ય મોરારીબાપુએ એક પ્રસંગનુ વર્ણન

કર્યુ છે, રામભગવાન જ્યારે શબરીની ઝુપડીમા  પધારે  છે  ત્યારે શબરી તેમનુ સ્વાગત  કરે  છે

અને પગપ્રક્ષાલન કરે છે અને  ખાવા  માટે મીઠા  બોર આપે  છે, અને  રામ ભગવાનને કહે  છે

હેપ્રભુ, હુ અભણ  છુ,મને પ્રાર્થના કે સ્તુતિ  કરતાં આવડતુ નથી, ત્યારે રામભગવાન કહે છે મા,આજે 

હુ સ્તુતિ  કરીશ  અને  તમે  શાભળો, અને શ્રી રામ ભગવાન  શબરીમાને નવધા  ભક્તિ કહી સંભળાવે  છે.

(૧) સંત  સમાગમ.( ૨) શ્રવણ – ક્થામા પ્રેમ. (૩)  ગુરુ  સેવા. (૪)  કપટ તજીને ભગવદ

ગુણગાન. (૫)  મંત્રમા નીષ્ઠા. (૬)  અતિ પ્રવૃતિમાથી નિવૃતિ.(૭)  દરેકમાં ઇશ્વરના દર્શન.

(૮)  જેટલુ  મળે એમા સન્તોષ. (૯)  છળ કપટ વગરનુ જીવન.

            નવધા ભક્તિના  જુદા જુદા પ્રકારમાં કેટલા ઉચા અને ગહન વિચારો અને નિયમ દર્શાવ્યા છે.

 આમ ભક્તિ નવ પ્રકારની  છે. શબરીએ  નવ પ્રકારની  ભક્તિ  કરી  હતી અને  અને નવધા ભક્તિથી જ

 મોક્ષને  પામ્યા.  ત્રેતાયુગમા  રામભગવાને   નવધા  ભક્તિ  બતાવીને ઉચ્ચ પ્રકારનુ જીવન જીવવા માટે

 માર્ગ  બતાવ્યો  છે, અને  નવધા ભક્તિ  દ્વારા આપણને ઉપદેશ આપ્યો છે . તેવીજ રીતે દ્વાપરયુગમાં

 શ્રી શ્રીક્રિષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપીને આપણને શ્રેષ્ઠ જીવનનો રાહ બતાવ્યો છે . આમ

 દરેક  યુગમા ભગવાન અવતાર લઈને આવીને આપણને જીવન રાહ બતાવીને ઉચ્ચ કક્ષાનુ જીવન

 જીવવા માટે સંકેત કરે છે , આજ્ઞા કરે છે અને ભગવાન આશા રાખે છે તેમના બાળકો જીવન રાહ

પર ભટકી ન જાય , ધર્મ અને શાસ્ત્રોએ બનાવેલા નિયમોને અનુલક્ષીને જીન્દગી જીવે,પસાર કરે .

નવધા ભક્તિ, શ્રી રામ પવિત્ર મુખવાણી છે, અને ભગવદગીતા શ્રી ક્રિષ્ણ પવિત્ર મુખવાણી છે.

                   શીરડી  સાઇબાબાથી લગભગ  બધાજ વાકેફ છે,  શ્રી સાઇ સતસરિત્રમાં નવધા ભક્તિનુ

વર્ણન આપ્યુ  છે, લક્ષ્મીબાઇ તેમના ભક્ત હતાં, નાનપણથીજ  સાઇબાબાની સેવા કરતાં હતાં. સાઇબાબાને

 પોતાને હાથે  ભોજન   બનાવીને ખવડાવતાં હતાં,  જ્યારે સાઇબાબાએ  સમાધિ  લીધી ત્યારે લક્ષ્મીબાઇ

તેમની સાથે  હતાં અને સાઇબાબાએ નવધા ભક્તિ સ્વરૂપે ચાંદીના નવ સિક્કા લક્ષ્મીબાઇના હાથમાં

 આપ્યા  હતા . અને તમે મારી  નવધા ભક્તિ કરી છે એમ  કહે  છે. લક્ષ્મીબાઈએ પોતાની આખી જીન્દગી

 સાઈબાબાની સેવામાં વીતાવી હતી અને  તેના ફળ સ્વરૂપે નવધા ભક્તિનુ વરદાન સાઈબાબાએ

લક્ષ્મીબાઈને  આપ્યુ હતુ . સાઈબાબાએ પોતાના ભક્ત ઉપર અસીમ કૃપા કરી. તેમના ગુરુની સેવા

કરીને લક્ષ્મીબાઈ ધન્ય થઈ ગયા . ગુરુ અને શિષ્યનુ એક અજોડ ઉદાહરણ છે !!!

ભગવાન શ્રી રામ અને શબરીમા, ભક્ત અને ભગવાનનુ એક અજોડ અને સદીયો

સુધી ન ભુલાય એવુ અસ્મરણીય ઉદાહરણ છે !!!

2 Comments »

સબંધ

         જીવનમા હરેક સબંધ મહત્વના છે . સબંધો સાચવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીયે .એક બીજા સાથે સબંધ સારા રહે તેમાં થોડી સાવધાની વર્તવાની પણ જરુર છે . જીવનમાં આપણી પાસે ઘણા બધા સબંધો છે .

          પતિ – પત્નિ , માતા – પિતા અને સંતાનો , ભાઈ -બહેન , પરિવારના બીજા સગા તેમજપાડોસી , સમાજ ત્યાર બાદ સ્વ અને આત્મા અને સૌથી મહત્વનો સબંધ આત્મા અને પરમાત્માનો. આત્મા અને પરમાત્મા્નો સબંધ બધાજ લોકો તેને ગૌણ સમજે છે .

      પતિ પત્નિનો સબંધ , આ સબંધ ઉપર આખુ જીવન ટકેલુ છે અને ભાવી પેઢીનો આધાર તેનાપર છે . પતિ પત્નિનો સબંધ વિશ્વાસ અને પ્રેમ ઉપર ટકે છે . અને આ સબંધ મજબુત પણ છે અને નાજુક પણ છે . જો એક્બીજા માટે પ્રેમ અને વિશ્વાસ હોય તો પતિ પત્નિનો સબંધ મજબુત હોય છે.અને સાત જન્મો સુધી નભી શકે છે . જો પતિ પત્નિ  વચ્ચે વિશ્વાસ ન હોય તો સબંધ નાજુક છે . આ સબંધ ક્યારે તુટે તેનો કોઈ ભરોસો નહી . તેમાં ધીમે ધીમે પ્રેમ પણ ઓછો થતો જાય છે અને વાત છુટા છેડા સુધી આવીને ઉભી રહે છે .

            માતા-પિતા અને બાળકો વચ્ચેનો સબંધ , આ સબંધ તો વાત્સલ્ય અને પ્રેમથી ભરેલો સબંધ છે . તેમાં કોઈ સ્વાર્થ નથી અને માતા-પિતા બાળકોને વાત્સલ્ય અને પ્રેમ તો આપે. સાથે સાથે બાળકોને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરે, વધારે મહત્વ બાળકોને આપે.કાળજી રાખીને બાળકોનુ ભવિષ્ય ઉજ્વળ બનાવવા માટે પોતાની જીન્દગી પણ દાવ પર લગાવીને ફરજો પુરી કરીને સાથે સાથે ઉચા સંસ્કારોનુ સિંચન કરીને બાળકોને જીવન જીવવા માટે તૈયાર કરી દે છે .

            ભાઈ-બહેનનો સબંધ નિશ્વાર્થ હોય છે પરંતુ  ઘણી જગ્યાએ પૈસા ખાતર ભાઈ -બહેનના સબંધ પણ બગડતા સમાજમાં જોયા છે . નહીતો ભાઈ તો પિતાની જગ્યાએ છે અને બહેનને વાત્સલ્ય પ્રેમ આપવો જોઈએ . બહેન તો હમેશાં તેના વીરાનુ સુખ ઈચ્છતી હોય છે . અને જો ભાઈને ઘરે જાય અને ભાઈ એટલુજ પુછે આવી બેના ? અને બેનની આંખ ભરાઈ આવે અને ભાઈના પ્રેમમાં એને સ્વર્ગનુ સુખ મળી જાય છે .

         પરિવારના સગા , કાકા-કાકી , મામા-મામી, ફોઈ ફુઆ વગેરે તેમના સબંધો સાચવવા માટે પણ આપણે  હમેશાં ધ્યાન રાખીએ છીએ. બિમાર હોય , કોઈ સારો ખોટો પ્રસંગ હોય આપણે તુરંત દોડી જઈએ છીએ અને સમય આવે કાળજી પણ રાખીએ છીએ .આપણી ફરજ સમજીને સબંધ સાચવવાનો પ્રયત્ન કરીએ
છીએ .

       પાડોસીના સબંધ માટે પણ આપણે તેટલોજ પ્રયત્ન કરીએ છીએ , ઘણી વખત પસંદ હોય કે ન

હોય તો પણ મદદ કરવી પડે . મિત્ર મંડળ માટે પણ સબંધ સાચવવા માટે આપણે હમેશાં પ્રયત્ન

કરીએ છીએ . ઘણી વખત સગા કરતા મિત્ર સાથે વધારે સબંધ વધતો હોય છે અને સગાઓ કરતાં

મિત્રો વધારે મદદ કર્તા હોય છે .

          સ્વ અને આત્મા. આ સબંધ કેટલા લોકો ઓળખે છે અને સાચવી જાણે છે ?  આપણુ મન આત્માનુ સાંભળવા તૈયાર નથી . પોતાની જાતને સર્વસ્વ સમજે છે . સ્વ જ્યારે આત્મા સાથે સબંધ રાખશે ત્યારેજ પાપ કર્મ કરતાં બંધ થશે અને તેનો ઉધ્ધાર થશે .આત્મા અને પરર્માત્માનો સબંધ. આ સબંધ તો બહુજ મજબુત હોવો જોઈએ . અને મનુષ્ય જો પરમાત્માને સમજી શક્શે , પરમાત્મા સાથે સબંધ રાખે તો તેના માટે મોક્ષના દ્વાર ખુલ્લા છે .

1 Comment »

નારી તુ નારાયણી .

લેખક  — એચ ચતુર્ભુજ .

પરિચય —

દિવ્યભાસ્કર , ગુજરાત ટાઈમ્સ , ગુજરાત દર્પણ , સંદેશ

નારી યુગ ,  તિરંગા – ન્યુજરસી.

છેલ્લા ચાર વર્ષથી લખે છે .તેમની વાંચકોને વિનંતી છે કે તેઓની ગુજરાતી સાહિત્યમાં

પા પા પગલી પાડતા નવોદીત લેખક હોય, ભુલ ચુક માફ કરજો. સુજાવ મોક્લશો તો

નવા લખાણમાં માર્ગદર્શન મળશે.

( ગુજરાત દર્પણ — મે – ૨૦૧૦ )

         નારી , નારી તબ હૈ લગતી , પુજા પાઠ સદા જબ કરતી . મંદિર, મસ્જીદ, ગુરુદ્વારેમે વરદાનીસે

ઝોલી ભરતી .તો પણ કહેવાય છે ‘ નારી તુ નારાયણીથી શોભે આ સંસાર ગૃહસ્થ આશ્રમ બની જાય

તો સ્વર્ગ તણો અણસાર ‘  જગતમાં નારી સન્માનનીય વંદનીય પુજનીય છે. માટે માતૃ દેવો ભવ .

માતા પ્રથમ ગુરુ છે . વંદેમાતરમ .

       અનેક વિશેષતાઓ અને યોગ્યતાઓથી સંપન્ન સ્ત્રી શક્તિના મહાન આદર્શો આપણી ભારતીય

સંસ્કૃતિના પાયામાં છે. સામાન્ય રીતે વિવિધ પ્રવૃતિઓ માટે મનુષ્ય જીવન દરમ્યાન શક્તિઓની

ઉપાસના અને આહવાહન કરતા હોઈએ છીએ. દા.ત. વિદ્યાર્થી કાળમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે

વિદ્યાની  દેવી મા સરસ્વતીની આરાધના કરે છે.  યુવાની કાળમાં ધન માટે લક્ષ્મી, મહાલક્ષ્મીની

પુજા કરે છે. સંતાન પ્રાપ્તિ માટે માજગદંબાને ભજે છે . અને અન્ય શક્તિઓ માટે શક્તિઓના

વિવિધ સ્વરુપોને યાદ કરે છે . બહેનો કોઈ પણ સારા સંકલ્પોની ઈચ્છાપુર્તિ માટે જ્યારે વ્રત

અથવા ઉપવાસ કરે છે ત્યારે પણ સામાન્ય રીતે સ્ત્રી શક્તિ અર્થાત દેવીઓના જ નામ આવે

છે .જેમ કે જયા પાર્વતી વ્રત દશામાનુ વ્રત વગેરે .

      આપણા હિન્દુ ધર્મમાં તહેવારોનુ ખુબજ મહત્વ છે . અને દરેક તહેવાર આપણા માટે ખુશીઓ

લઈને આવે છે . થોડા જ સમયમાં આનંદ ભર્યો તહેવાર નવરાત્રિનો આપણી નજાક આવી રહ્યો છે .

નવરાત્રિ એ આપણા માટે સૌથી  લાંબો તહેવાર છે . નવ દિવસ સુધી આપણે નવા કપડા , ઘરેણા

પહેરીને મન મુકીને ખુબ ગરબા કરીએ છીએ . નવરાત્રિના નવ દિવસ દેવીઓની આરતી – પુજા

કરીએ છીએ . દેવીઓને પ્રસાદ ધરાવીએ  છીએ . આ રીતે આપણી સંસ્કૃતિ પ્રમાણે નવ દિવસ

દેવીઓને રીઝવીએ છીએ . દેવીઓને કોઈને કોઈ વાહન પર સવારી બતાવવામાં આવે છે . તે

પણ ભયાનક વાહન . જેમ કે માજગદંબાની વાઘ પર સવારી , મા દુર્ગાને સિહ પર, માખોડીયાર

મગર પર અને મહાકાલી માતાનુ તો પુરુ સ્વરુપ ભયાનક બતાવવામાં આવે છે. કારણ કે અસુર

સંહારીની રુપ ધારણ કરનાર આ દેવીઓનુ પ્રતિક છે.  દુનિયા પર અત્યારે  આસુરી વૃત્તિ, દ્રષ્ટિ, કર્મ

વધી ગયા છે . તેના નાશ કરવા માટે દેવીઓને મોખરે રાખવામાં આવે છે. અને સાથે સાથે કમળ

પર બિરાજમાન કોમળતાની દેવી , પવિત્રતાની દેવી મા લક્ષ્મી, શીતળતાની દેવી મા શીતળા,

સંતોષી માતા, આજ દેવી અનેક લોકોને તેમની સ્વીકાર કરીલી ભુલોને માફ પણ કરે છે. માટે

તેમને કરુણાની દેવી કહેવાય છે. અનેક ભક્તોને માફી આપી તેમના પાપોમાંથી મુક્ત કરે છે .

અને નવુ જીવન પ્રદાન કરે છે . 

   મહારાજા શિવાજી , લાલબહાદુરશાશ્ત્રી , લાલાલજપતરાય કે ધ્રુવ આ બધાના જીવન ઘડતરમાં

માતૃશક્તિએ પોતાના અંતઃકરણની દ્ર્ઢ નીષ્ઠા અને સંકલ્પ શક્તિથી ઉદ્દાત ગુણોનો વ્યવહારિક પ્રયોગ

કર્યો છે.

    નારદજી અને અભિમન્યુ જ્યારે માતાના ગર્ભમાં હતા તે વખતે સાન અને સંસ્કાર મેળવેલા . તેને

લીધે નારદજીએ આખા જગતમાં નારાયણનુ નામ લેતા લેતા લોકોમાં સંસ્કારોનુ સિન્ચન કર્યુ . તેમના

સંસર્ગથીજ વાલિયો લુટારો વાલ્મિકી ઋષિ બની શક્યા . અને અભિમન્યુએ પણ સંસ્કૃતિને માટે મહાભારત

યુધ્ધમાં પોતાની જાતનુ બલિદાન આપ્યુ . તેથીજ શાશ્ત્ર કહે  છે કે પોતાના બાળક્માં સંસ્કાર નિર્માણ થાય

તે માટે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે સારા પુસ્તકોનુ વાંચન અને સતસંગ કરવા જોઈએ.

સંતાનને સંત બનાવવાની કળા મા પાસેજ હોય છે .

          આદીકાળથીજ નારી ગૌરવપુર્ણ સ્થાન ધરાવતા આવી છે . ભારત દેશમાં જેટલી પણ પાવનકારી

નદીઓ  છે જેમાં લોકો સ્નાન કરી પાવન બની જવાનો આત્મસંતોષ શ્રધ્ધા પુર્વક મેળવે છે . આપણા

દેશમાં નદીઓમાં સ્નાન કરવાથી અનેક જ્ન્મોના કરેલા પાપ કર્મો ધોવાય છે . તે નદીઓના નામ પણ

નારી જાતી પરથી શરુ થાય છે . ગંગા , યમુના , સરસ્વતી , ગોદાવરી , કાવેરી,વિચાર કરો કે આ પણ

નારીઓના મહાન કર્તવ્યોની યાદગાર નથી ?

           જે સ્ત્રી પોતાના બાળકોને રોજ આરતી પુજા , ભજન અને સતસંગ કરાવે છે , તે માતા પોતાના

બાળકોને પાપ કર્મોથી બચાવી શકે છે . જે ઘરમાં સાચા અર્થમાં પ્રભુ ભક્તિ હોય છે તે ઘર સ્વર્ગ સ્માન

હોય છે . ખરેખર સ્ત્રી સંસ્કાર અને સંસ્કૃતિનો પાયો છે . જે સમાજમાંથી સ્ત્રીઓનુ ચારિત્ર ગયુ છે તે સમાજ

છિન્ન ભિન્ન થઈ ગયો છે . અને ક્ર્મે ક્ર્મે નષ્ટ થઈ જાય છે . પાયો જેટલો મજબુત હશે તેટલો સંસ્કૃતિનો

વિકાસ થશે . એટ્લા માટે મનુ ભગવાને કહ્યુ છે,’ यत्र नार्यास्तु पुज्यन्ते रमन्ते देवता ‘ . જ્યાં જ્યાં

નારીની પુજા છે, ત્યાં દેવતાઓ પણ  નિવાસ  કરે છે .

       એક્વાર એક ભાઈ ઘરડા ઘરની મુલાકાતે ગયા હતા . બધા ભાઈ – બહેનોને મળતા હતા , ત્યાં

એક ઘરડા બા ખુબજ રડતા હતા. તેમને રડતા જોઈને પેલા ભાઈ , પેલા બાને પુછે છે કે બા તમે

કેમ રડો છો ? બા કહે છે કે બેટા મારુ એક કામ કરીશ ? આજે મારા દિકરાની વર્ષગાંઠ છે તો મારા

તરફથી મારા દિકરાને આ મિઠાઈ ખવડાવીને આજના દિવસે તેનુ મોઢુ મીઠુ કરાવીશ ? પેલા ભાઈની

આંખમાં આંસુ આવી ગયા . દિકરો તો માને મળવાકે આશીર્વાદ લેવા ન આવ્યો પણ એક ઘરડા ઘરમાં

રહેતી પોતાની માતા ફરજોને કેટલી હદ સુધી નિભાવે છે . આનુ નામ માનુ હ્રદય .

મા ધૈર્યતાની ધરતી છે , મમતાની મુર્તિ છે .

દેવીએ દીધેલુ અમૃત દુનિયાએ ક્યાં પીધુ ?

માતાની મમતાનુ અમૃત તો સૌએ ચાખી લીધુ .

ગંગાના નીર વધે ઘટે છે પણ માતાનો પ્રેમ એક રસ હોય છે.

એક માતા ૧૦૦ શિક્ષકની ગરજ સારી શકે છે . તો હવે આજે દરેક માતાએ પોતાના બાળકોમાં

સંસ્કારોનુ સિન્ચન કરવાની જરુર છે . અને ફરી આપણી અંદરથી ખોવાયેલ દેવી શક્તિને જાગૃત

કરવાની છે . —  ગોળ વિના મોળો કંસાર , મા વિના સુનો સંસાર .

1 Comment »

તારી વાંકીરે પાઘલડીનુ ફુમતુ રે.

    (   આજે એચ ચતુર્ભુજનો એક લેખ અહિયાં મુકુ છુ જે ગુજરાત દર્પણ,

     દિવ્યભાસ્કર, વગેરે ન્યુજ પેપરોમાં નિયમિત લખતા રહે છે. અને

     એક સારા, ઉચી ક્ક્ષાએ પહોચેલા  લેખક છે.  તેમની વિનંતી હતી આ લેખ

    મારા બ્લોગ પર લખુ. )

થોડા દિવસ  પહેલાં એક ગુજરાતી મેલાવડામાં જ્વાનુ  થયુ. રંગમંચ પર, ગામડાનુ દ્રષ્ય હતુ અને

વીસરાયેલા વર્ષોનુ એક કર્ણ પ્રિય (નૃત્ય) ગીત સંભળાયુ. તારી વાંકીરે પાઘલડીનુ ફુમતુરે, મને

ગમતુ રે, આતો અમથી  કહુ છુ રે પાતળીયા ! વિચાર આવ્યો આ છોડી-કન્યા જે, એક યુવાન સામુ

ન્રત્ય કરતાં, ત્રાંસી આંખે જોઈ લે છે. તેણીને , યુવાનની યમુનાજીના કાચબા જેવી છાતી કે તેનુ

નક્શીદાર નાક  કે હસુ હસુ થઈ   રહેલ હોઠ કે મારકણી આંખો ન ગમી અને નિર્જીવ પાઘલડીનુ

ફુમતુ ગમ્યુ ?

     પણ સ્ત્રિને કોણ કળી શક્યુ છે ? મારા માનવા પ્રમાણે ‘ સ્ત્રીની બુધ્ધિ પાનીયે ‘ વગેરે  કહેવતોનો

જનક પુરુષ પ્રધાન સમાજ ભલે સ્ત્રીની બુધ્ધિ ઓછી આંકે પણ સ્ત્રી બુધ્ધિશાળી હોવા ઉપરાંત

મનોવૈજ્ઞાનિક પણ છે.પુરુષને, તેની નજરને અને તેના મનમાં રમતા વિચારોને પળ ભરમાં

પારખી લે સ્ત્રી ભોળપણનો ડોળ ભલે કરે પણ મુર્ખ તો નથીજ. હવે અહી પણ ન્રત્ય કરતી કન્યાને

વિચાર આવ્યો જ હશે કે પુરુષને આંગળી આપીયે તો  પહોચો પકડે , એટલે ફેરવી તોળે છે કે આતો

અમથી ( ખોટુ )  કહુ છુ ,પાતળીયા તેણીને જાણ છે કે યુવાનોને જરાક કોઠુ આપીયે એટલે સાયકલના

ટાયર કે બુટના તળીયા ઘસી મારે. માટે સલામતી અંતર અત્યંત જરુરી.

      આ લખવાની શરુઆત કરી ત્યાંજ અમારા ગટુકાકાની પધરામણી થઈ.ખમીસના ખીસ્સામાં ધોતીયાનો

છેડો, તેલ વગર ઉડતા વાળ, ઝીણી આંખો . આવતા સાથેજ અવાજ કર્યો  કેમ માસ્તર, શુ ધોળા કાગળમાં

કાળા લીટા કરો છો ? કાકા મારા પત્નિના પિયરના ગામના. કાકા– કાકીને બાળક ન હોઈ તેણીને સગી

દિકરીની જેમ સાચવે. ગટુકાકા માણસ ઘણાજ સારા પણ તેમની જીભ બહુ કડવી અને તોછડી. તેઓ એમ

માને છે કે બાલમંદિરના બહેન હોય કે મોટી કોલેજના પ્રિન્સિપાલ, એ બધાય માસ્તર જ   કહેવાય . હુ ટાળુ

તો પણ પોતાનો અભિપ્રાય આપે. મને  કહે , કુવારી કન્યા કે સ્ત્રીઓને પાતળીયા પુરુષ જ કેમ ગમે છે ?

ખબર  છે ? પાતળીયા સ્ફુર્તીલા વજનમાં હલકા અને દોડવીર હોય છે. જ્યારે સ્થુલ કાયા વાળો યુવાન

બોદરા જેવો ઢીલો , વજનદાર હોય છે. મે તેમને ટાળવા કહ્યુ , મે નોધ લીધી. હવે અંદર જઈ ચા પીવો.

           કાકા, રસોડા ભણી રવાના થયા એટલે હુ જુના ગીતોના સંસ્મરણોમાં સરી પડ્યો. થયુ આવા ગામઠી

ગીતોમાં કેટલી બધી મીઠાસ અને કેટલા અર્થ સભર છે. અનિચ્છાએ પણ, આઝાદી   પહે્લાં અને પછીના,

અભિનય   –    નૃત્યો – ગીતો – સંગીતની સરખામણીની સરવાણીમાં ખેચાયો. અત્યારની હોલીવુડની નકલ

કરતી, બોલીવુડ્ની ફીલ્મો , જેમાં સંગીતના નામે ઘોઘાટ અને કર્કશતા અને નૃત્યો ? નૃત્યમાં પુરુષ ?

પગની પાની ન દેખાય તેટલા કપડા  પહેરે પણ અભિનેત્રિ  કપડા બારામાં ખુબજ કરકસર કરે. ચિત્ર

પુરુ થયા પછી પ્રેક્ષકને ગીત  યાદ ન રહે .જ્યારે આજે બ્લેક એન્ડ વ્હાઈટ ગીતો જુની પેઢીને યાદ છે.

            સંગીત અને નૃત્યોની યાદ આવતાં દિગદર્શક વ્હી શાન્તારામની ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજે

ની યાદ તાજી થઈ. શાસ્ત્રીય રાગ વડે શણગારેલી સુમધુર ગીતો અને ભારતીય નૃત્યો, જેમાં કુશળતા

પ્રાપ્ત કરતાં પરસેવા સાથે વર્ષો વીતાવવા પડે, શ્રમ સાથે સાધના કરવી પડે. સારાએ શરીરને કસરત

કરાવતા અને મુદ્રાઓ દ્વારા કંઈક  કહેતાં એ નૃત્યો ક્યાં ? આજે તો અમેરિકાથી સસ્તી સી-ડી મંગાવી, તેમાં

દર્શાવાતા નૃત્યો નીહાળી , કોપી કરી , બાળકથી માંડી મોટા પણ દારુ પાયેલ માંકડાની જેમ ઉછલ કુદ કરતાં

ટીવી કે ફિલ્મના  પડદે દેખાય છે. સ્વતંત્રતા હવે સ્વચ્છંદતામાં ફેરવાઈ ગઈ છે તેમ નથી લાગતુ ? ખેર

         ક્યાં છે સુર સમ્રાટ  સેહગલ સાહબ, અને અભિનયના બેતાજ બાદશાહો જેવાકે અશોક્કુમાર, પૃથ્વીરાજ,

સોહરાબમોદી, ( પુકાર ફેઈમ ) ચંન્દ્રમોહન, પ્રાણ, સંજીવકુમાર, રાજકુમાર, બલરાજહાની, અને દીલીપ,

રાજ-દેવની ત્રિપુટી ? જેની ગેરહાજરીમાં આજના મોટા ભાગના કલાકારો જેઓને જુની રંગભુમિવાળા

પડદાની દોરી ખેચવા પણ ન રાખે તેવા આજે કરોડો કમાય છે . ક્યાં છે ગુજરાતી રંગભુમિ અને ફિલ્મોના

અશોકકુમાર કહેવાતા અરવીન્દપંડ્યા કે અસરફ્ખાન કે અભિનયને ઈશ્વર ગણતા અને વેતન રંગભુમિના

પાયાના પત્થર, સ્થાપક વાઘજીઆશારામ ઓઝા ?

       વિચાર વમળમાંથી બહાર આવ્યો અને મારુ જુનુ વતન, ગામ બધુજ યાદ આવ્યુ . વતન કોને

વહાલુ ન લાગે ? જેમ યુવા પત્નિની પ્રિત, એની સગી જનેતાને   ડોકરી  સમજીને ઘણા સ્વાર્થી પુત્રો

દુર ધકેલે છે તેમ આપણને ડોલર્સના મોહ વતનથી ખાસ્સો સમય દુર રાખે છે. પણ એ નિર્વિવાદ

છેકે અંતરમાં ઢબુરાયેલ વતન પ્રેમ આંતરમન કે રીમોટ કંન્ટ્રોલ દ્વારા , હર નવરાશની પળે હર માનવી

અનુભવે છે.

               જગતનો આધ્યાત્મિક ગુરુ એવો દેશ ભારત , જેમાં હીરા જડીત નાની વીટી જેવુ ગુજરાત

તેમાં અંગુઠા જેવડુ કાઠીયાવાડ , શ્રી ક્રિષ્ણ અને સ્વામી સહજાનંદને  સંઘરી , સમાવી તેઓને કાઠીયાવાડને

કર્મભુમિ  બનાવવા પ્રેરણા  સહ મદદ કરી. જ્યાં બબ્બે જ્યોર્તિલીગ ( શ્રી સોમનાથ અને દ્વારીકા પાસેથી

નાગેશ્વર ) ઈશ્વરના દિવ્ય ચક્ષુઓની જેમ ઝ્ળહળે છે. કહેવાય છે કે સંત-સતિ-સિહ- શુરવીરો અને આગળથી

ખબર કરી, ગામ ભાંગતા,  બહેન-દિકરી-સ્ત્રીઓની મર્યાદાનો મલાજો જાળવતા  બહારવટીયાની ભુમિ એટલે

કાઠીયાવાડ. જે ભુમિ પર, હિમાલય કરતાં પણ આયુષ્યમાં મોટો, આભને આંબતો ગિરનાર અડીખમ ઉભો છે.

જેની વજ્ર જેવી છાતી પર હિન્દુ-મુસ્લિમ-જૈનોના ધર્મ સ્થાનો અડગ ઉભા છે. અને હમ સબ એક હૈ ની

આલબેલ પોકારે છે.દ્ર્ષ્યમાન સાબીતી આપે છે.

               મહાત્માગાંધી ( પોરબંદર ) મહાત્માગાંધીના આધ્યાત્મિક ગુરુ , જેમણે જૈન ધર્મને પુર્ણતયા પચાવી

પ્રકાશ રેલાવ્યો તેવા શ્રી રાજચન્દ્ર, સત્યાઈ પ્રકાશના સર્જક, આર્યાવૃતના સનાતન ધર્મને સમજી જનતાને

સમજાવનાર  સ્વામિ શ્રી દયાનંદ સરસ્વતી ( ટંકારા મોરબી ) . આવા અનેક મહામાનવીઓની જન્મભુમિ

એટલે આજનુ સૌરાષ્ટ્ર . આવી કાઠીયાવાડમાં એક બિન્દુ જેવડુ  અને કાળમીઢ પથ્થરો ચીરીને માર્ગ કરતી

મા મચ્છુના કાંઠે મારુ ગામ મોરબી, એક કલા-ક્મ-ઉધ્યોગીક નગરી. આઝાદી  પહે્લાં, બેકાઠે વહેતી આ લોક

માતા હવે આંખોને ઠારે તેવા ઠસ્સાથી , રમતી- ઝુમતી- વહેતી નથી. રામનાથના આરે( ઘાટ ) થી ખાબકી

સામે કાંઠે – કિનારે અડી પાછા જલદી આવવાની હરિફાઈઓ યોજાતી. ત્યાં આજ એટ્લુ પાણી ક્યાં ?

આવા કાઠીયાવાડના ગીતો- છંદો-ઠાકરથાળીયો- દુહાઓ- રાસગરબાઓ- લોક્ગીતો – ગામઠી ભજનો

જીન્દગીમાં માણવા જીવા છે. હુ ખાસ કરીને ગુજરાતીઓને , અન્ય ભારતીઓને, અંગ્રેજ – અમેરીક્ન

કે ભારત બહારના કોઈ પણ દેશના નાગરીક્ને આગ્રહ  સહ આમંત્રણ આપીશ કે જેઓ અત્યારના

ઘોઘાટીયા- કર્ક્શ ઓરકેસ્ટ્રા અને અર્થ વગરના ગીતોથી કંટાળ્યા હોય તેઓ એક વાર કાઠીયાવાની

મુલાકાત લઈ લોકોની મહેમાનગતી માણી, પછી સૌરાષ્ટ્રના છેવાડા કે ઉડાણના ભાગમાં આવેલ ગામડે

જઈ ત્યાંના દુહા- છંદ- લોક્ગીતો- ગામઠી ભજનો સાંભળે અને રાસ- ગરબા નીહાળે. અહી કંઠ સંગીતને

સાથ- સથવારો આપતા વાદ્યો પણ સસ્તા અને મર્યાદીત  સંખ્યામાં હોય છે.દાઃત એક્તારો ( તંબુરો )

દોક્ડ ( તબલા )  નાની ઝાંઝ, મંજીરા, કરતાલ . અહી માઈક્ને સ્થાન નથી . કારણ અહીના માનવી

ખડતલ અને તેઓનો આવાઝ બુલંદ હોઈ થોડાજ સાઝના સથવારે, તેઓ સુમધુર, કર્ણપ્રિય, ઘોઘાટ

વગરનુ સંગીત પીરસે છે . વળી જો કોઈ મીર ગાયકને શાંભળવા મળે તો સૌરાષ્ટ્રના શાસ્ત્રીય અને

સુગમ સંગીત પરિચય ઉમેરાશે.  કહેવાય છે મીરનુ બાળક  રડે તો પણ સંગીત સંભળાય.

           હવે જ્યારે કોઈ, ચોયણા ઉપર કોડીયુ,  માથે છોગા વાળો ફેટો, ચોયણા પર લટક્તુ રંગબેરંગી

નાડુ અને ભરાવદાર શરીર વાળો કિશાન પુત્ર , કાંખમાં ડાંગ ભરાવી , દુહા લલકારે ત્યારે વગર માઈકે

ભાંગતી રાત્રે બે ત્રણ માઈલ સુધી અવાઝ પહોચે . આજ ધરતીપુત્ર હોઠ પર પાવો મુકી આપણી સમક્ષ

રજુ થાય ત્યારે અનુભવાય કે શ્રી ક્રિષ્ણે હજુ દ્વારીકા નથી છોડ્યુ . દુર- સુદુર પરદેશ સુધી પહોચેલા

સૌરાષ્ટ્રના  રાસ  ગરબા માણવા એ તક લહાવો છે. વળી ઠાકરથાળીના ભજનો કે લોક ગીતો જે ગામઠી

લોકોના અંતરમાંથી ઉદભવેલ અને અર્થ સભર હોય છે. રાત્રે શરુ થાય, પરોઢીએ પુરા થાય. હથેળીમાં

પ્રસાદ લેઈ શ્રોતા ભક્તો ઘેર જાય. ઠાકરથાળી શુ છે તે  સમજવા લેખક્નો (  વચન – વાઘ – વાલ્મિકી

વક્રિભવન ) વાંચવા વિનંતી. હવે તો વાહન વ્યવહારના સાધનો , સગવડો હોઈ કોઈ ખાસ મુશ્કેલી

પડતી નથી . તેમ છતાં  કંઈક મેળવવા કંઈક ગુમાવવુ પડે. જીદગીમામ એક્વાર આવો અલભ્ય લાભ

લેવા જેવો ખરો.

          કોડીયુ =  તમે તમારા મહેનત સ્થિત, લક્ઝરીયસ એપાર્ટમેન્ટમાં , સોફામાં બેસી, મોટા

પડદાવાળા ટી- વી પર વિતેલા વર્ષોના વિસરાતા ગીતો સાંભળી રહ્યા છો, અને કરુણ પણ કર્ણ પ્રિય

પારેવડાં જાજે વીરાના દેશમાં સંભળાય અને જો બહેનની યાદ આવતાં આંખના ખુણામાં ઝાક્ળ ન

બાઝે તો સમજજો કે આ હળાહળ કળીયુગ છે. ચેતવુ સારુ.

3 Comments »

શિવ.

 

            આદી અનાદી, નીરાકાર પરમતત્વનુ સ્વરુપ, પરમેશ્વર શ્રી શિવ શંકર ભોલેનાથ

તેમની મહિમા અને ગુણગાન કરવા માટે આપણે અસમર્થ છીયે.મા સરસ્વતિ રાત દિવસ તેમના

ગુણગાન લખે તો પણ પાર ન આવે. દેવોના દેવ મહાદેવ હમેશાં સમાધિ અવસ્થામાં કૈલાસ પર

બિરાજમાન હોય છે. અંગે ભસ્મ, હાથમાં ડમરુ– ત્રિશુર, ગળામાં સર્પમાલા,  જટામાં ગંગાજી વહે

કેટલુ અલૌકિક સ્વરુપ !!! દર્શન કરતાંજ ધન્ય થઈ જવાય. જેટલા ક્રોધીત છે તેટલાજ ભક્ત ઉપર

જ્લ્દીથી પ્રસંન્ન થઈ જાય એટલા માટેજ ભોલેનાથ  કહયા છે.

            બ્રહ્મા સર્જનનુ કામ કરે, વિષ્ણુ પાલન પોષણ કરે, તો શંકર ભગવાન મૃત્યુને ગતિ આપે છે.

એટલા માટેજ મહામૃત્યુનજય મંન્ત્ર અને મૃત્યુનજય મંન્ત્ર બોલીને પ્રાર્થના કરીયે છીયે. પહેલા જ્યારે

ખાલી હિન્દુ ધર્મ અપનાવતા હતા ત્યારે શંકરભગવાનની પુજા થતી હતી. અત્યારે જ્યારે જુદા જુદા

ધર્મોની સ્થાપના થઈ છે એટલે લોકો પોતાને અનુકુળ આવે તે ભગવાનની આરાધના  કરે છે. છતાં

પણ કોઈ પણ સંપ્રદાય અપનાવ્યો હોય,  શંકરભગવાનની   ઉપાસના દરેક જણ કરે છે. શિવજીની

ભક્તિ દરેક જણ કરતા હોય છે. શિવજી પોતે ધ્યાન અવસ્થામાં બિરાજમાન હોય છે. શ્રી રામનુ

ધ્યાન કરે છે. શિવની શક્તિનો કોઈ પાર નથી, સમુદ્ર્મંથનમાંથી નીકળેલ ઝેર પીધુ છે.

તો કામદેવને બાળીને ભસ્મ કર્યો છે,  ગંગાજીને જટમાં ઝીલી લીધા છે.  શિવજીમાં અપાર શક્તિ

રહેલી છે , છતાં પણ હમેશાં સમાધીની શાંન્ત મુદ્રામાં હોય છે. શિવ-શક્તિ સાથે બિરાજમાન છે.

માશક્તિ અર્ધાગીની સ્વરુપે તેમની સાથે બિરાજમાન છે,અને આ પ્રેમનુ પ્રતિક છે.શિવજીનુ

અડધુ અંગ માશક્તિ છે.  મનુષ્ય જો ભક્તિ માર્ગ  યા તો યોગ માર્ગ અપનાવી, સાધનાથી આગળ

વધે તો શિવજી સાધકના મોક્ષદ્વાર ખુલ્લા કરે છે.

   ( રાગ શિવ રંજની )

શિવ શિવ રટો ઓ મન મેરે,

સબ દુખ દરિદ્ર દુર  હો તેરે.

ભોલા શંભુ હે શિવ શંકર,

તુમ હી પાલક હો શિવ મેરે.— શિવ.

હે ગિરિજા પતિ ગંગાધારી,

તુમ્હરી શરણમે સુખ ઘનેરે.— શિવ.

મંગલકારી  હે  ત્રિપુરારી,

સુર નર ધ્યાવે સાંજ સવેરે.— શિવ.

હે મૃત્યુનજય હે મહાદેવા,

જનમ મરણ કે ટાલો ફેરે.— શિવ.

No Comments »

મન.

 મન એ એટલો   ગહન વિષય છે, તેના ઉપર પુસ્તકોના પુસ્તક લખાય.

અને સાચુ પણ છે.મનને કેન્દ્રમાં રાખીને વેદ, પુરાણ, શાસ્ત્રો લખાયા. મનુષ્ય જીવન માટે મન અગત્યનુ

છે. પરંતુ કોઈનુ મન તરફ ધ્યાન  નથી જતુ.અને ખાસ કરીને આ જે યુગ ચાલી રહયો છે તેમાં તો

ખાસ. મનુષ્ય જીવન આખુ મન ઉપર આધારીત છે, પરંતુ ક્યારેય મન ઉપર વિચાર નથી કર્યો. મનુષ્યને

મન અનેક નાચ નચાવે. પાપ -પુણ્ય, સુખ-દુખ, જન્મ મરણના ફેરા આ બધાનુ કારણ મન છે. મનના ગુણ

છે, સત્વગુણ , રજોગુણ અને તમોગુણ. આ ત્રણ ગુણોને લીધે ભાવ પેદા થાય છે. ભાવ ઉત્પન થાય એટલે

આપણે વિચાર કરવાના ચાલુ કરીયે અને તેની સાથે મન જોડાય છે, અને આ વિચાર આપણે આચરણમાં

મુકીયે છીયે, એટલે તે કર્મ બને છે. સત્વગુણ વધારે હોય તો  સત કર્મો થાય અને તેને લીધે પુણ્ય કર્મોનો

સંચય થાય.સત્વગુણના ભાવો છે , દયા , ધર્મ, અહિસા, પ્રેમ , ક્ષમા, ઉદારતા. સત્વગુણમાં સદગુણો હોય છે. જ્યારે તમો ગુણ વધારે હોય તો ત્યારે ખરાબ કર્મો વધારે થાય, અને તે પાપ કર્મોનો સંચય

કરે છે.તમો ગુણના ભાવો છે, કામ , ક્રોધ , મદ, મોહ, લોભ ,  ઈર્ષા , દ્વેષ , અહંકાર , કપટ. એટલે આ બધા

ભાવોથી થતા કર્મો  તે પાપ કર્મો છે. રજોગુણ એ મદદ કર્તા છે. રજોગુણનો ભાવ રાગ છે, રાગ એટલે

લગાવ.આમ સારા કર્મો અને ખરાબ કર્મો, આ બન્નેને લીધે પાપ પુણ્યના કર્મ બીજ બને છે, અને તેને

રાગ અને દ્વેષ પોષણ આપે છે, અને તે કર્મો ફુલી ફાલીને મોટા થાય છે, અને તેનો જથ્થો વધતો જાય

છે.

       મનના પ્રકાર છે ચાર.

( ૧ ) મનન કરે ત્યારે મન.

( ૨ )ચિન્તન કરે ત્યારે ચિત.

( ૩ )નિર્ણય કરે ત્યારે બુધ્ધિ.

( ૪ )અભિમાન કરે ત્યારે અભિમાન.

મન એ શુક્ષ્મ શરીરનો વિભાગ છે, એટલે એને બે વિભાગ છે.

( ૧ )બાહ્ય મન.

( ૨ )અંર્તરમન.

બાહ્યમન વિષયો શોધે છે, ઈન્દ્રીયોના વિષયો શોધીને અંર્તરમનને મદદ કરીને જોડાણ કરી આપે

છે, અને બુધ્ધિ તેને જજમેન્ટ કરે છે. અને કર્મબીજ ફ્લીત થાય છે. અને વિચાર્યુ હોય તે કાર્ય કરવા

માટે  તૈયાર થઈ જાય. આપણુ મન  શુક્ષ્મ શરીરમાં રહેલુ છે. મન સાથે ઈન્દ્રીયો જોડાયેલી છે. મન

શાંન્ત થાય તો ઈન્દ્રીયો કાબુમાં આવે તો આગળ વધારાના કર્મો થતા અટકે. ધ્યાન અને પ્રાણાયમથી

સાધના કરવાથી , મન કાબુમાં આવે એટલે કર્મો બળી પણ જાય છે,  અને સાધક માટે મોક્ષના દ્વાર પણ

ખુલ્લા થાય છે. મનનુ આત્મા સાથે જોડાણ તે યોગ છે. અને આ યોગ દ્વારાજ પરમતત્વને પામવુ શક્ય છે.

        આમ મન કર્તા ભોક્તાનુ કેન્દ્ર છે. મન કર્મોમાં વધારો કરે છે ,  મન માણસને જન્મ – મરણના ચક્ર્માં

ફેરવે છે. મન જ જીવનમાં બધુ કરાવે છે. મન ચંચળ છે, જલદી કાબુમાં ન આવે. છતાં પણ જીવનમાં

કોઈ પણ વસ્તુ અશક્ય નથી. મનને પણ યોગ સાધનાથી કાબુમાં લાવી શકાય.

1 Comment »

ફાધર્સ ડે.

 ( Happy fathers day.)

જીવનમાં જેટલુ ઉચુ સ્થાન માતાનુ છે તેટલુજ પિતાનુ ઉચુ સ્થાન છે.બાળકોના ઉજ્વળ ભવિશ્ય બનાવવા

માટે પિતાનુ યોગદાન બહુ મોટુ હોય છે. પિતા ઘરની છત્રછાયા છે, ઘરનો મોભો, ઘરની માન મર્યાદા સઘળુ

પિતાને આધીન છે.જે ઘરમાં પિતા ન હોય તે પરિવાર એકદમ બિચારો બની જાય છે, પિતાની ખોટ બહુ

લાગે. પિતાને હમેશાં પોતાના પરિવારની  બહુજ ફિકર રહેતી હોય છે, અને પરિવારને બધુજ સુખ આપવાની

કોશિશ કરે અને તેના માટે મહેનત કરીને પૈસા ભેગા કરે.ખાસ કરીને દિકરાઓને પોતાનો વારસદાર બનાવી

યોગ્ય કાબેલ બનાવવાની કોશિશ કરે, દિકરાના યોગ્ય શીક્ષણની ફિકર હોય.છોકરાઓનુ જીવન ઉજ્વળ બને

તેના માટે હમેશા માર્ગદર્શન આપે, સાચી સલાહ આપે.પિતાને દિકરી માટે સોફ્ટ કોર્નર હોય છે. દિકરા દિકરી

બંન્નેને સરખો પ્રેમ આપે પરંન્તુ , દિકરી પરણીને સાસરે જ્વાની છે એટલે તેના માટે કુદરતી રીતેજ દીલમાં

વધારે કોમળતા હોય છે.

            માતા બાળકો માટે દિલથી વિચારે, જ્યારે પિતા હમેશાં દિમાગથી વિચારે તેથી બાળકોને પિતા

ઘણી વખત થોડા સ્ટ્રીક જણાય, પરંન્તુ બાળકોના ભવિશ્ય માટેજ કર્તા હોય. માતા જેટ્લોજ પ્રેમ કર્તા

હોય પરંન્તુ વ્યક્ત કરવાની રીત જુદી હોય. પિતા જીવનની દિવા દાંડી સમાન હોય છે, હમેશા બાળકોને

સાચા રાહ પર લઈ જ્વાની કોશીશ કરે, અને યોગ્ય માર્ગદર્શન આપે , સાચા સલાહ સુચનો પણ આપે.

ઘરનો મુખ્ય આધાર પિતા ઉપરજ હોય છે.  પિતા કોઈ વખત ગુસ્સો કરે, કોઈ વખત અતિશય વ્હાલ

છ્તાં પણ કરે અનહદ પ્રેમ. પિતા છે, પ્રેરણા મુર્તિ, માર્ગદર્શક, સાચા સલાહકાર, ઘરની માન મર્યાદાના

મોભ સમાન અને ઘરની મીઠી છત્રછાયા. ફાધર ડે, પિતા માટે ખાસ દિવસ, તેમના બાળકો પિતા અને

પરિવાર સાથે ખુશી ખુશીથી મનાવે છે.

3 Comments »

સાઈબાબા.

બધાજ   ભગવાન વિષે  બધાને જ માહિતી હોય  છે પરંન્તુ  આજે  શીરડી સાઈબાબા માટે લખવાનુ     મન થાય છે.  શીરડી સાઈબાબાનુ વ્યક્તિત્વ સાવ જુદુ હતુ. બાર વર્શની ઉમરે શીરડીમા પ્રગટ થયા અને પછીથી ત્યાજ કાયમ માટે નિવાસ કર્યો. તેમનો  જ્ન્મ, ગામ, માતા – પિતા, તેમની જાતી કોઈને ખબર નથી. પરંન્તુ તેમને ગીતા મોઢે હતી અને કુરાનનુ પણ જ્ઞાન હતુ. એટ્લે જ  હિન્દુ અને મુસલમાન તેમના ભક્ત હતા. બાબાની આજ્ઞાથી  રામનવમી અને મુસલમાનોનુ ઉરુસ સાથેજ ઉજવાતુ. સાઈબાબા દરરોજ  ભીક્ષા માગવા નીકળતા હતા. ભીક્ષામા ભેગુ કરેલ ભોજન પશુ-પક્ષીઓને ખવડાવી દેતા હતા. તેમને માટે  ભોજન  લક્ષ્મીબાઈ જાતે બનાવીને પોતાને ઘરેથી લઈ આવતા હતા.લક્ષ્મીબાઈ નાની ઉમરથી , સાઈબાબાએ  સમાધી  સમાધી લીધી ત્યા સુધી બાબાની સેવા કરી છે.બાબા હયાત હતા ત્યારે પણ ભક્તો તેમના દર્શન કરવા માટે જતા હતા. જે ભેટ આવતી હતી તે પૈસા જરુરિયાતમંદને આપી દેતા, પોતાની પાસે એક પણ પૈસો રાખતા  નહી. સાઈબાબા એક અવતારી પુરુષ હતા. તેમના જેવા સદગુરુ અત્યાર સુધી કોઈ થયા નથી.

            સાઈબાબાનુ જીવન એકદમ સાદુ હતુ,  ફાટેલા ક્પડા, સુવા માટે ફાટેલી   ચાદર, માથે   ઈટનુ ઓશિકુ, હાથમા ભીક્ષા પાત્ર.  ન ધન-દોલતનો  મોહ, ન તેમણે કોઈ ધર્મ કે સંપ્રદાયની   સ્થાપના કરી. હમેશા    બોલતા સબકા માલિક એક. શ્રધ્ધા–સબુરી એ એમનો મંત્ર હતો. ભોજનમા જે  મળેતે ખાઈ લેતા. એક મસ્ત ફકીરની    જીન્દગી   વીતાવતા હતા. તેમને ન ગાદીની પરવા, ન ગુરુ હોવાનુ અભિમાન. કોઈ પણ ભગવાન માટે લખવામા આપણે અ સમર્થ છીયે છતા પણ આપણે તેમના ગુણ ગાયા વિના ન રહી શકીયે, સાઈબાબા માટે પણ જેટલુ લખીયે એટલુ ઓછુ છે.

         શ્રી હેમાડપંત લિખીત સાઈસચ્ચરિત્રમા ઘણા બધા પ્રસંગો એવા છે કે જે આપણા દિલને સ્પર્શી જાય. સાઈબાબાની હયાતીમા અને સાઈબાબાની  આજ્ઞાથી હેમાડપંતે આ ગ્રન્થ લખ્યો.આ ગ્રન્થમા એક પ્રસંગનુ વર્ણન આવે છે, રામનવમીના    દિવસે શીરડીમા લાખોને હિસાબે લોકો ભેગા  થતા હતા. લોકો દુર- દુરથી આવતા હતા, આજે એક વૃધ્ધા દુરથી સઈબાબાના દર્શન કરવા માટે નીકળી છે, સાથે તેણે સાઈબાબાને ભોગ ધરાવવા માટે એક રોટલો અને એક કાદો સાથે લીધો છે. પોતે બહુ જ ગરીબ છે એટલે તે સારી વસ્તુ લાવી શકી નથી. છતાપણ પ્રેમથી રોટલો લાવી છે. ચાલતા , ચાલતા રસ્તામા તેને ભુખ લાગે છે, તે ચાલીને થાકીપણ ગઈ છે. એટલે એક ઝાડ નીચે બેઠી, હુ રોટલો ખાઈ જઈશ તો સાઈબાબાને શુ આપીશ.પરંન્તુ તેને ભુખ  બહુ જ લાગેલી હતી એટલે તેણે અડધો રોટલો અને અડધો કાદો ખાઈ લીધો.અને ત્યાથી શીરડી જ્વા માટે નીક્ળી, શીરડી  પહોચી પરંન્તુ ભીડ એટ્લી બધી હતી કે સાઈબાબાની નજીક  પહો્ચી શકાય તેમ ન હ્તુ. આ બાજુ બપોરે ભોજનનો  સમય થઈ ગયો છે, અને સાઈબાબા માટે થાળ ધરાવ્યો, આજે  ભોજનમા જાત-જાતના પક્વાન પીરસાયા છે, પરંન્તુ બાબા  કહે મારે ભોજનની હજુ વાર છે, લોકો સમજી નથી સકતા આજે બાબા આવુ કેમ બોલે છે.ત્યાજ બાબા બોલે છે, ટોળાની  બહાર બુઢી માઈ છે તેને અહીયા લઈ આવો.  માઈને સાઈબાબા પાસે લઈ આવ્યા સાઈબાબાએ તરત જ કહ્યુ માઈ મારો ભોગ ક્યા છે ? માઈને શરમ આવી આ અડધો રોટલો બાબાને કેવી રીતે આપુ ? સાઈબાબા બોલ્યા હુ સવારથી ભુખ્યો બેઠો છુ મને ભોજ્ન નહી કરાવે? વૃધ્ધા તો સાઈબાબાના ચરણોમા પડીની ચોધાર આસુએ રડવા લાગી , મુજ ગરીબ પર આટલી બધી દયા?સાઈબાબાએ એક ગરીબનો રોટલો ખાધો અને પક્વાન ઠોકરાવ્યા , આ હતો બાબાનો ભક્તો પર પ્રેમ.

          સાઈબાબા અન્તર્યામી હતા ભક્તના દરેક ભાવ સમજી જ્તા હતા. ભક્તોને અનેક રુપ ધારણ કરીને મદદ કર્તા હતા. અને આજે પણ કરે છે.  આ કામ ફ્ક્ત ભગવાન જ કરી શકે. સાઈબાબા એક સાચા સંન્ત, એક સાચા સદગુરુ હતા. સાઈબાબા પોતે બોલતા હતા એક દિવસ શીરડીમા માણસો કીડીયારુની જેમ ઉભરાશે.અને આજે એ હકિકત છે, દરરોજના લાખો લોકો દર્શન કરવા શીરડી આવે છે. આજે એક પવિત્ર ધામછે. આવુ સુન્દર સ્વરુપ, આવુ સુન્દર વ્યક્તિત્વ ધરાવતા, અનેક ગુણોથી શોભીત મારા ગુરુ, મારા પ્રભુને, કોટી-કોટી નમશ્કાર. ચરણોમા સત-સત પ્રણામ.

2 Comments »

મધર ડે.

           ૯  મે, મધર ડે  છે. માતા માટે ખાસ દિવસ.

 મધર ડે– માતૄ દિન. કોઈ પણ દેશ હોય પુર્વ કે પચ્શિમ, દરેક જ્ગ્યાયે માતાનુ મહત્વ ઘણુજ છે.માતાનુ સ્થાન ઉચુ છે. શાસ્ત્રમા પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે. માતા શબ્દ શાભળતાજ મનની અંન્દર એક આદરભાવ જાગે, અને માતા માટે પ્રેમ ઉભરાઈ આવે.દુનિયામા માતાની જ્ગ્યા કોઈ ન લઈ શકે. દુનિયામા એક મા જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે. પ્રેમની સામે તેને કોઈ અપેક્ષા હોતી નથી. બાળકો માટે પ્રેમ અને કાળજી એજ એનુ જિવન છે. માને જો તેના છોકરો અથવા છોકરી   બહારથી આવતા મોડુ થાય તો સૌથી વધારે     ચિન્તા માતાને  થાય છે, માતાને બે છોકરા હોય કે દશ બધાને માટે સરખો   પ્રેમહોય  છે. માતા જેવી કાળજી કોઈ ન કરી શકે. બાળક નાનુ હોય પછી તે મોટુથાય તો પણ તેને   તેટ્લીજ પરવા હોય છે. એટલેજ ઘણી વખત છોકરાઓ તેમની માતાને   કહેતા હોય છે મમ્મી અમે હવે મોટા થઈ  ગયા. ચિન્તા ન કરશો.  છોકરાઓને  કોણ  સમજાવે  માને મન  હજુ  તમે   નાના  છો.

       અહિયા પરદેશમા મા–બાપ અને છોકરાઓ દુર દુર રહેતા હોય અને બધા વ્યસ્ત એટલા હોય છે, ઈચ્છા હોવા છતા પણ વારંવાર મળી શકતા નથી. એટલે આ દિવસે બધા  ભેગા થાય છે, અને ઘણીજ  ખુશીથી મધર ડે ઉજવે છે. જ્યારે આપણા દેશમા દરરોજ મધર – ડે હોય. ઘણી જ્ગ્યાયે તો બાળકો દરરોજ ઉઠીને માતાને પગે લાગતા  હોય છે, અને આર્શિર્વાદ મેળવતા હોય છે. તો ઘણી વખત પરિક્ષા હોય,ઈન્ટર્વ્યુ માટે જતા હોય,અથવા તો કોઈ પણ સારા કામ માટે બહાર જાય તો માતાને પગે  લાગીને આર્શિર્વાદ મેળવીને  બહાર જાય. સાચેજ   ભારતીય  પરંપરા  સંસ્કારોથી  ભરેલી   છે. માતા જે પ્રેમ બાળકોને કરે તેવો પ્રેમ પિતા પણ  બાળકોને ન કરે શકે. માતાને બાળકો માટે લાગણી પણ ખુબજ હોય છે.બાળકો મોટા થાય અને લગ્ન પછી માતાની પરવા હોય કે ન હોય, પરંન્તુ માતાના પ્રેમમા ક્યારેય ક્મી નથી આવતી. માતાનો પ્રેમ સતત સરિતાની જેમ વહેતોજ રહે છે. બાળકો પ્રેમ આપે કે ન આપે, માતાનુ હ્રદય એટલુ બધુ કોમળ છે હમેશા પ્રેમથી ભરેલુ છે. માતાનો બીજો અર્થજ પ્રેમ છે.

No Comments »

વિભાજન.

ભગવાને મનુશ્યને આ ધરતી પર મોક્લ્યો ત્યારથી બસ દરેક વસ્તુનુ વિભાજન કરતો આવ્યો છે.આ મારા રમકડા આ તારા રમકડા, આ મારા કપડા આ તારા ક્પડા, આ તારો રુમ આ મારો રુમ.આ મારુ ઘર આ તારુ ઘર, આ મારી  મિલકત આ તારી મિલકત. તેને માટે  મોટા ઝગડા, અને કોર્ટ  કચેરી સુધી પણ જ્વાનુ, આમ   દરેક વસ્તુમા વિભાજન,દરેક્મા વહેચણી.અગર તારુ-મારુ જ્ગ્યાયે અમારુ શબ્દ આવી જાયતો બધા પશ્રોનો ઉકેલ આવી જાય.

           ભગવાને માણસ બનાવીને મોક્લ્યો તો પછી, હુ હિન્દુ, તુ મુસ્લિમ. હુ બ્રામંણ તુ વાણીયા.હુ ગુજરાતી, તુ મરાઠી. એટ્લીથી બસ નથી  જુદા ધર્મ બનાવ્યા, જુદા જુદા સંપ્રદાય બનાવ્યા.ભગવાનને પણ વહેચી નાખ્યા. અરે કેટલુ બધુ કન્ફ્યુજન ! એક પર્ર્માત્મા છે, એક       ભગવાન અને ધર્મ માટે ઝગડાઅને મારા-મારી. મનુષ્યએ હદ વટાવી દીધી  છે. ભગવાન પણ વ્યન્ગમા હસતા હશે.

                  પરંન્તુ  આ માણસને જ્યારે પ્રેમ વહેચવાનો હોય ત્યારે તેનુ મન અને દિલબંન્ને એકદમ સંકુચિત થઈ જાય છે. સમાજમા, પરિવારમા સાચો પ્રેમ કરી નહી શકે.પ્રેમ વહેચી નહી શકે. જ્યા સ્વાર્થ હશે ત્યા ખોટો પ્રેમ બતાવશે. અરે ભગવાનને પણખોટો પ્રેમ બતાવીને ઉલ્લુ બનાવવા તૈયાર થઈ જ્શે. પ્રેમની વહેચણી કરતા નહીઆવડે.  બધી વસ્તુમા  વહેચણી કરશે પરંન્તુ પ્રેમની વહેચણી નહી કરે. પ્રેમ વહેચેતો આ દુનિયા, આ સંસાર કેટ્લો સુખી થઈ જાય. કજિયા, કંકાસ, ઝગડા ઓછા થઈજાય. દિલમા પ્રેમ ન હોય અટ્લે, તેની જ્ગ્યા ઈર્શા અને સ્વાર્થ લઈ લે.

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.