Archive for the 'કવિતા' Category

મુક્તિદ્વાર .

 

પ્રભુએ કરી અર્પણ એક અણમોલ ભેટ.

મળી એક અણમોલ ભેટ મનુષ્ય જીવન .

ન સમજાય મહત્વ તેનુ , ન કરી કદર .

બની માનવ, જીવન જીવે પશુ સમાન .

વિવેક , મર્યાદા , શરમ , ક્યાં ગયા

માનવજાતીના એ આભુષણ ?

ન પહેચાન સ્વની , વ્યર્થ જવન જીવવુ .

અનેક શક્તિઓથી ભરેલ માનવ જાત .

લક્ષ્ય ચોરાસી ફેરા,  એક મુક્તિદ્વાર

મનુષ્ય જીવન .

મળ્યુ મુક્તિદ્વાર , ન ખોલ્યુ દ્વાર , 

વેડફ્યો અણમોલ મનુષ્ય જનમ .

પીસાય જનમ-મરણની ચક્કીમાં .

No Comments »

પ્રાર્થના .

પ્રથમ સમરુ શ્રીગણેશ , રિધ્ધિ-સિધ્ધિ દાતા .

કરો પ્રદાન અમ , રિધ્ધિ-સિધ્ધિ .

કરુ પ્રણામ શ્રી મા સરસ્વતી,બુધ્ધિ પ્રદાન માતા .

કરો જ્ઞાનના દાન તુજ સંતાન .

લાગુ પાય શ્રી મા દુર્ગા , શક્તિ પ્રદાન માતા .

આપો શક્તિ , એક ઉજ્વળ જીન્દગી પામુ .

વંદન કરુ શ્રી કૃષ્ણ , જગદગુરુ જગપાલક, નાથ .

આપો જ્ઞાનના દાન , પ્રગટે જ્ઞાનની જ્યોત .

થાય અજ્ઞાન રુપી અંધકાર દુર .

કોટી-કોટી પ્રણામ શ્રી હનુમંત મહાવીર.

રામ ભક્ત , આપો ભક્તિના દાન ,

થાય ભક્તિ માર્ગ સરળ , પામુ નીજ મંઝિલ .

શ્રી મહાદેવ ચરણોમાં શાષ્ટાન્ગ , દંડવત પ્રણામ,

મહા યોગી, શિવ શંકર , હે નીલકંઠ , ભોળેનાથ ,

મીટાવો જનમ-મરણના ફેરા , આપો મોક્ષના દાન .

1 Comment »

અલૌકિક બાળક .

પારણામાં ઝુલતુ નાનુ માસુમ સુન્દર બાળક .

લાગે ,ઉતર્યુ સીધુ સ્વર્ગથી અલૌકિક આ બાળ .

આતો બાળક તેમાં વાસ સાક્ષાત ઈશ્વરનો .

ત્યારે તો  ભાસે એક અલૌકિક -દિવ્ય આ બાળ .

અતિ સૌમ્ય ,મૃદુ સુન્દર મુખકમલ દીસે નીખાલસ .

આંખોમાં પ્રેમ ,  ન જાણે  પ્રપંચ , કરે પ્રેમ સૌને .

નાજુક હાથ-પગ  હલાવે ,આંબવા ઉચા શીખરો .

કરે હાથ ઉચા , જાણે સમેટે પુરુ વિશ્વ નીજ અંદર .

કદીક હસે કદીક રડતુ કદી અકરાઈ જાય ,

તો પણ લાગે અતિ પ્યારુ .

તેનુ રુદન પ્યારુ , તેની હસી કિલ્લોલ ,

મીઠા અને લાગે વ્હાલા .

વિશ્વની સારી શાંતિ લપેટી, પોઢે નિરાંતની નીદ્રામાં.

 રમવાને પહોચ્યુ ચાંદ સુરજને તારલીયાની પાસે .

 રમે મેઘધનુષની સાથે, ઘોડો કરી બેસે ઉપર .

ફરે સારુ ભ્રમ્હાંડ .બાળ લીલા અલૌકિક , અજોડ .

 નીદરમાં નીરખે જ્યાં પ્રભુ , મલકી ઉઠે મુખડુ હર્ષથી .

 બાલ્યાવસ્થા સદભાગી .

2 Comments »

વૃધ્ધ માતા .

વૃધ્ધ માતા બેઠાં ખુરશીમાં , જુના ચશ્માં જોવે નવી દુનિયા .

વિચારો અનેક , પડે દ્વિધામાં , એક એ પણ જીન્દગી હતી .

મારુ વતન, રીત ભાત અને સંસ્કારો, જીવનની એક પહેચાન.

પ્રેમની સાંકળમાં બંધાઈને , મુઠીમાં સમાય મારો પરિવાર .

પરદેસ, નોકરી-ધંધાએ બનાવ્યા વિભક્ત કુટુમ્બ, સૌ અલગ.

દિકરો-વહુ બોલતા ગુડ મોર્નિગ, યાદ આવે એ શબ્દ જય શ્રી કૃષ્ણ.

વિચારે , ભાષા અને શબ્દો બદલાયા , પ્રેમ તો છે એટલોજ !!!

પૌત્ર-પૌત્રી બોલે ગ્રાન્ડમા વી લવ યુ વેરી મચ ,

વિચારે , ભાષા અને શબ્દો બદલાયા , પ્રેમ તો છે એટલોજ !!!

પરિવાર કરે અનહદ પ્રેમ અને આપે સન્માન , બીજુ શુ જોઈએ ?

ન બદલાઈ લાગણી અને પ્રેમ , બદલાયો દેશ અને ભાષા .

એ હતી મારી જન્મભુમિ આ છે મારી કર્મભુમિ , ભુમિ તો ભુમિ.

તો શુ કામ કરવી ઝંઝટ , શબ્દો અને ભાષા માટે ? જો હોય પ્રેમ .

જીવનની પાનખર , બધાને અનુકુળ થઈને રહેવુ , કરવો પ્રેમ સૌને .

એમાંજ સાણપણ , સમભાવ અને પ્રેમ , નહીતો બગડે

ઘરનુ વાતાવરણ ને સંસાર, અને બગડે ઘડપણ ને આયખુ.

બીજાને બદલવાની કોશીશ કરવા કરતાં , ખુદ બદલાઈ જાવુ.

1 Comment »

બંસી નાદ.

દીઠા સુન્દર ચાર ચરણ પગદંડી પર સાથે સાથે.

બે ચરણ અતિ સુન્દર કોમળ , રિમઝિમ શોભે પાયલ  .

બે ચરણ અતિ સુન્દર કોમળ,  શોભે  શંખ ,ચક્ર ,કમળ .

અતિ સુન્દર જોડી રાધા-ક્રિષ્ણ, શોભી ઉઠ્યુ સારુ બ્રહ્માન્ડ.

વૃન્દાવન, યમુના તટ ,લહેરાય  કદમની મીઠી ઠંડી છાયા  .

ઝુલા ઝુલે રાધા-ક્રિષ્ણ , દાદુર-મોર- બપૈયા નાચે થૈ થૈ થૈ .

શ્રી ક્રિષ્ણ મધુર બંસી નાદ , ક્રિષ્ણ વગાડે મીઠી મોરલી .

મીઠીશી કોયલડી આજે છે ચુપ, શાંભળવામાં બની મગન .

મધુર બંસી નાદ, ગૈયા ઝુમે ભુલે ચારો ને વાછરડુ, બની મગન .

ગોપી ભુલે સુધ બુધ,ન કોઈ પરવા, દોડે મુકી રડતા બાળ .

પ્રકૃતિ ને ધરતી  થઈ ગઈ લીન , સાંભળવા બંસી નાદ .

શ્રી ક્રિષ્ણ નામ રસ વહ્યો જાય , તૃષાવંત પીએ ભરી ભરી .

2 Comments »

વીરહ .

પીયુ વસે પરદેશ , રળવાને રોટલો .

ભુલે ઘર-બાર, કરે વેપાર , મશગુલ .

પળ લાગે મહિના , મહિના વર્ષો .

પળ – પળ ભારી , ધબકે હ્રુદિયાના ,

ધબકારા . નહી ક્યાંય ચેન , અજંપો .

આંખમાં ન સુકાય આંસુ , વહે અવિરત .

જીન્દગી હવે બની અસહાય , બની બોજ.

આવી યાદ તારી,  ગાઉ ગીત વીરહના .

હાથોમાં મહેન્દી,પહોચી સુગંધ પીયુ દેશ .

વીરહના એ ગીત સાંભળ્યા દુર દેશ .

હ્રદયની ધડકન ને રુદન અથડાયા કાનમાં,

પીયુ દિલ બેચેન ,  વીહવળ , મળવા આતુર .

યાદ આવ્યા બાળ, પત્નિ, ઘરબાર , દિલ બેચેન .

મોક્લ્યા સંદેશ ,

તારલીયા નીરખ્યા નીસ દીન,અંધારી રાત .

 જે દીન નીક્ળે ચાંદ , પધારુ નીજ દેસ .

ઘરમાં  મારે પુનમની મધુર ચાંદની .

1 Comment »

સરી જતો સમય .

સાગર કિનારે, પગ નીચેથી સરતી રેતી ,

સાગર નીર , ભરી અંજલી ,સમેટુ સાગર,

બુન્દ બુન્દ સરતા નીર,  ખાલી રહે હાથ.

બંધ આંખના નીન્દમાં જોએલા સપના ,

જાગે નીન્દમાંથી,ખુલી આંખે સરતા સપના.

જીવન રાહ કઠીન , મંઝિલ દુર અતિ દુર .

હાથમાંથી સરકતો સમય જો જાય એક વાર,

ક્દી ન આવે પાછો , જીવન હાથથી સરક્તુ જાય .

મૃત્યુ તો હકીકત , મુઆ પછી કોઈ ન ફરે પાછુ.

એક સનાતન સત્ય ,  કર્મો લઈને ફરવુ પાછુ .

કર્મો ફેરવે જન્મ મૃત્યુના ચક્રો .

1 Comment »

પદ્મીની .

 સુન્દર નયન ,  મૃગ નયની .

  હોઠ  લાલ ,  ગુલાબ પંખડી.

 ગાલ પર લાલી , ઉગતા સુરજ કિરણોની લાલીમા .

 ગુલાબી વાન , દીસે ખીલતા કમળ સમાન સુન્દર .

નમણી નાક નકશીકા , કેશ લાંબા  રેશમી મુલાયમ .

સુરાઈદાર ગરદન , શોભે  નવ લખા હાર .

ગાલ પર ખંજન , મધુર મુસ્કાન,  ખુલે ગુલાબ પંખડી.

મુખડુ શોભે, પુનમની રાતનો સોળે કળાએ ખીલેલ ચંદ્રમા.

લચકતી પતલી કમર , કોમળ કદમ,  હંસીની  ચાલ.

સુમધુર વાણી , સુભાષી , દાંત મોતીના દાણા સમાન.

ધીરો,સુરીલો અવાજ, કોકીલ કંઠી, શબ્દોમાં રેલાય સંગીત.

અતિ મુલાયમ માખણ સમાન કોમળ, ગુલાબી તન-બદન.

સોલે સજ્યા શણગાર, રેશમ નકશીકામ, સુન્દર વેશભુષા .

તન-બદન મહેકે, હજારો તાજા ખીલેલ લીલીના પુષ્પોની ખુશ્બુ .

સર્વ ગુણ સંપન , તન અને મનની સુન્દરતા શોભે .

શ્રી લક્ષ્મી , માદુર્ગા સમુ મુખડુ ચમકે , તેજ અપાર .

સૌન્દર્ય સામ્રાજ્ઞી  એક નારી , આતો મનુષ્ય.

શ્રેષ્ઠ નારી જાતિ  પદ્મીની .

No Comments »

સુખ – શાંતિ .

નયન તરસે એક ઝાંખી , બંધ આંખે નીરખુ શ્રી હરિ .

કદી ન આંખ ખોલુ , બંધ આંખોમાં સમાય   શ્રી  હરિ .

વાયરાની એક મધુર લહેર અથડાય શબ્દો કર્ણપ્રિય .

સંભળાય શ્રી કૃષ્ણ મધુર વાણી, બોધ, ગીતા  ઉપદેશ .

વાયરા સદા વહેતા રહેજો , રોજ લાવજો નવો સંદેશ .

અજ્ઞાની આ જીવ અંધકારમાં, જ્ઞાન રુપી જ્યોત પ્રક્ટાવજો .

જોડુ બે હાથ, નત મસ્તક,હ્રદયમાં પ્રાર્થના પુષ્પો, કરુ અર્પણ .

ઉઠે કદમ,માર્ગ થાય મોકળો,રાહ તો સતસંગની, મંઝિલ પ્રભુને દ્વાર.

જીહવા ગાયે ગુણ ગાન પ્રભુના દિન રાત , મા સરસ્વતી કૃપા.

મનડુ જઈ બેઠુ , શ્રી હરિ સ્મરણ ચિન્તન , થાય લીન .

ઈન્દ્રિઓના ઘોડાની લગામ બની મજબુત, સ્થિતપ્રજ્ઞ યોગી .

નીજાનંદ , પામુ પરમ સુખ-શાંતિ .

1 Comment »

હુ .

                         હુ કોણ ?

                  અજ્ઞાની  ન સમજે  !

                  જ્ન્મો જ્ન્મના ફેરા

                 બનતાં આત્મજ્ઞાની

                       પામે મોક્ષ .

1 Comment »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.