Archive for the 'કવિતા' Category

આશા-નિરાશા .

આશા અને નિરાશાઓમાં ઉલઝી જીન્દગી .

સુખ અને દુખના તારોથી જોડાઈ જીન્દગી .

હસી- ખુશીના રંગોના છાંટણાથી    રંગાઈ .

હર પળ ઝંખના, આશા,  ખુશી-આનંદની.

આશા-નિરાશા , સુખ-દુખ એ મનના  ખેલ.

સુખ-દુખ એતો કર્મના લેખ , ન તેનો અંત .

ભાગ્યમાં લખ્યુ એટલુ અને નક્કી સમયે પામે.

માગ્યુ કદી મળે નહી ,  ખાલી થાવુ નિરાશ.

સ્થિતપ્રજ્ઞ બનતાં ,    સમજાય ભેદ ભરમ .

સ્થિતપ્રજ્ઞ તો મ્હાલે નિજાનંદમાં હરપલ .

ન કોઈ દુખ, આશા- નિરાશા, પરમ શાંતિ .

આનંદ-આનંદ-આનંદ .   સત-ચિત્ત-આનંદ.

2 Comments »

તેરા રામજી કરેન્ગે બેડા પાર .

      सीया राम मय  जग जानी

     करहु प्रनाम जोरी जुग पानी .  

   (આજે રામ નવમી અતિ શુભ દિવસ 

     રામ સ્મરણ અને ચિન્તન નો દિવસ )

                       ( ભજન )

તેરા રામજી કરેગે બેડા પાર,   ઉદાસી મન કાહે   કો   કરે.

કાહે કો ડરે રે કાહે  કો ડરે ,    તેરા રામજી ——

નૈયા તેરી રામ હવાલે , લહર લહર  હરિ આપ સંભાલે .

હરિ આપ હી ઉઠાવે તેરા ભાર, ઉદાસી મન કાહે કો કરે .

કાબૂ મે મઝધાર ઉસીકે ,  હાથોમે  પતવાર   ઉસીકે .

તેરી હાર ભી નહી હે તેરી હાર , ઉદાસી મન કાહે હો કરે .

સહજ કિનારા મિલ જાએગા , પરમ સહારા મિલ જાએગા .

ડોરી સોપ કે તો દેખો એક બાર , ઉદાસી મન કાહે કો કરે .

દીના બંધૂ દીના નાથ ,   મેરી ડોરી તેરે હાથ — ૨ .

ઉદાસી  મન  કાહી  કો  કરે .

તૂ નિર્દોશ તૂઝે ક્યા ડર હૈ ,તેરા  પગ-પગ પર સાથી ઈશ્વર હૈ .

જરા ભાવના સે કીજીયો પુકાર ,   ઉદાસી મન કાહે કો કરે .

તેરા રામજી કરેગે બેડા પાર,     ઉદાસી મન કાહે કો કરે .

1 Comment »

આત્મ ચિન્તન-૨

     ( પૂજ્ય તરૂલતાબાઈ મહાસતીજી )

                 (  સંસાર દશા )

 હુ આત્મા છુ …  હુ આત્મા છુ …

સંસાર દશા એ મારી દશા નથી .

અજ્ઞાનને કારણે , પર સંયોગને કારણે…

સંસાર  દશા  ઉભી  થઈ  છે .

એ દશા હવે વધુ વખત નહી જોઈએ .

બહુ ભટક્યો … બહુ રખડ્યો …

આ સંસાર દશામાં ક્યાંય પણ જીવને…

શાંતિ ન મળી … સુખ ન મળ્યુ …

તૃપ્તિ કે આનંદ ના મળ્યા …

એવી ભટકાવનાર …  રખડાવનાર ,

સંસાર દશા હવે નથી જોઈતી   .

અજ્ઞાનને છેદી , સ્વ પરના જ્ઞાનને …

પ્રાપ્ત કરૂ , મારો સંસાર પતી જાય …  .

આ સંસારે મને પીડા આપી …

વેદના આપી , દુઃખ આપ્યુ  …

હવે  એ  દશાને  પામુ …

જે  દશામાં , માત્ર આનંદ…આનંદ…

માત્ર સુખ…માત્ર…સમ્યકવેદન…..

માત્ર સ્વ સ્વભાવનુ અખંડ જ્ઞાન…

એનુ એજ અખંડ…અભય…અવિકારી …

અવિનાશી એવા સ્વરૂપને માણુ …

એવા  સ્વરૂપને જાણુ  .

ઉચ્ચ કુળ મળ્યુ …જૈન ધર્મ મળ્યો…

વીતરાગની વાણી મળી…

સંતોનો સંગ મળ્યો…હવે સંગથી અસંગ થઈ…

આત્મામાં તન્મય થાઉ …બસ થાઓ …

સંસાર બસ થાઓ …

જન્મ મરણ એ સર્વથી પર થઈ …

માત્ર એક…આત્મ ભાવમાં લીન થવુ છે .

એ માટે શુધ્ધાત્માનુ ચિન્તન …

હુ…આત્મા છુ …હુ અત્મા છુ …હુ આત્મા છુ …

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

3 Comments »

આત્મ ચિન્તન-૧.

     {  બા.બ્ર.પૂજ્ય ર્ડા.તરૂલતાબાઈ મહાસતીજી નો ગ્રંથ

                     ” હુ આત્મા છુ ”

     માંથી  લીધેલી આત્મ ચિન્તનની રત્ન કણિકા  }

                       (વીતરાગતા)

હુ આત્મા છુ…… હુ આત્મા છુ.

વીતરાગતા મારૂ સ્વરૂપ……. .

હુ રાગ રૂપ નથી…… દ્વેષરૂપ પણ નથી .

રાગ દ્વેષથી ભિન્ન …. માત્ર શુધ્ધ….

નિર્મળ….. અવિકારી…. સ્વરૂપ મારુ.

રાગ  અને  દ્વેષ  વિકાર છે ,રાગ અને દ્વેષ સમલતા છે.

મારા શુધ્ધ સ્વરૂપમાં રાગ દ્વેષ હોય નહી .

અજ્ઞાને ભૂલ્યો છુ……. ભાન ભૂલી……

રાગાદીને   મારા    માની   રહ્યો છુ .

તેથીજ રાગ અને દ્વેષની પ્રિતિ છુટતી નથી .

આત્માને પામવા માટે, નિજાનંદના અનુભવ માટે,

રુચી બદલવાની જરૂર છે ……

અનંતકાળથી સંસારની રૂચીને કારણે

સંસારે ભટક્યો છુ………….

હવે સંસાર નથી જોઈતો, ભવ નથી જોઈતો .

જન્મ કે મરણ નથી જોઈતા ………

માટે મારી  રૂચીને  બદલી દઉ.

સ્વમાં સમાઈ જઉ, નિજાનંદનો અનુભવ કરૂ .

હુ આત્મા છુ…..હુ આત્મા છુ….. હુ આત્મા છુ .

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

5 Comments »

શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર.

  આજે શિવરાત્રિનો અતિ પાવન અને પવિત્ર દિવસ છે.

  શિવ ઉપાસના અને આરાધનાનો  દિવસ છે .

  પ્રેમથી શિવજીનુ સ્મરણ કરીએ .

                        ૐ નમઃ શિવાય

ન= નાગેન્દ્રહારાય ત્રિલોચનાય,  ભસ્માંગરાગાય મહેશ્વરાય

       નિત્યાય શુધ્ધાય દિગંબરાય,  તસ્મૈય નકારાય નમઃ શિવાય

      ( મોટા મોટા સર્પોના હાર પહેરનારા , ત્રણ નેત્રવાળા ભસ્મના

      અંગરાગને શરીર પર લગાડનારા મહેશ્વર નિત્ય શુધ્ધ અને

      દીશારૂપી વસ્ત્ર વાળા એવા તે નકારાક્ષર રૂપ શંકરને મારા

     નમસ્કાર હો . )

મ= મંન્દાકિની સલીલ ચંદન ચર્ચીતાય, નંદીશ્વરઃ પ્રમથનાથ મહેશ્વરાય

      મંન્દાર પુખ્ય બહુ પુષ્પ સુપૂજીતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય

    ( ગંગાના જલયુક્ત ચંદનને ચોપડનારા , નન્દીના ઈશ્વર , પ્રમથના સ્વામી

    અને મહેશ્વર તેમજ મન્દારનાં પુષ્પ અને બીજા વિવિધ પ્રકારના પુષ્પો વડે

    પૂજન કરાયેલા એવા તે મકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો )

શિ= શિવાય ગૌરીવદનાબ્જવૃન્દ , સૂર્યાય દક્ષાધ્વર નાશકાય

       શ્રી નીલકંઠાય વૃષભધ્વજાય, તસ્મૈય શિકારાય નમઃ શિવાય

      ( કલ્યાણરૂપ, પાર્વતિના વદનરૂપ કમળને ખીલવનારા ,સુન્દર સૂર્યરૂપ

      દક્ષના યજ્ઞનો નાશ કરનારા , શ્યામ કંઠવાળા અને જેમની ધ્વજામાં

     વૃષભનુ ચિન્હ છે એવા તે શિકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો. )

વ= વસિષ્ઠ-કુમ્ભોદભવ-ગૌતમાય , મુનીન્દ્રદેવારચીતશેખરાય

       ચંદ્રાર્કવૈશ્વાનર લોચનાય, તસ્મૈય વકારાય નમઃ શિવાય

        ( વસિષ્ઠ , અગસ્ત્ય ,ગૌતમ વગેરે મહા મુનિઓએ તેમજ દેવોએ જેમને

        માળાઓ અર્પણ કરેલી છે એવા અને ચંન્દ્ર , સૂર્ય અને વૈશ્વાનર અગ્નિરૂપ

        ત્રણ નેત્ર વાળા તે વકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો . )

ય= યજ્ઞ સ્વરૂપાય જટાધરાય , પિનાકહસ્તાય સનાતનાય

        દિવ્યાય દેવાય દિગંબરાય , તસ્મૈ યકારાય નમઃ શિવાય

       ( યજ્ઞ સ્વરૂપ જટાને ધારણ કરનારા , જેમના હાથમાં પિનાક ધનુષ્ય છે

      એવા સનાતન દીવ્ય દેવ અને દિશારૂપી વસ્ત્ર વાળા એવા યકારાક્ષર રૂપ

       શંકરને મારા નમસ્કાર હો . )

                              ( ફલ શ્રુતિ )

          પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠોચ્છિવસંનિધૌ ,

          શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે .

    ( શંકરના આ પવિત્ર એવા પંચાક્ષર સ્તોત્રનો જે મનુષ્ય શંકરની સમિપમાં

   પાઠ કરે છે તે શિવલોકમાં જઈ શંકરની સાથે આનંદ કરે છે . )

4 Comments »

સહાય .

ત્રેતાયુગમાં એક પાપી રાવણ સંહાર કાજે ,

ધર્યો અવતાર મર્યાદા પુરષોત્તમ શ્રી રામ.

કળીયુગમાં તો કરોડો રાવણ મચાવે તાંડવ.

હે દયાળુ શ્રી રામ ક્યારે કરશો અવતરણ  ફ્રરીથી ?

જોઈએ અમે તો  આતુરતાથી વાટ તમારી .

દ્વાપરયુગમાં મામા કંસના સંહાર કાજે ,

ધર્યો અવતાર યોગેશ્વર શ્રી ક્રીષ્ણ .

કળીયુગમાં તો કરોડો કંસ મચાવે હાહાકાર ,

હે દયાળુ શ્રી ક્રીષ્ણ ક્યારે કરશો અવતરણ ફરીથી ?

જોઈએ  અમે તો આતુરતાથી વાટ તમારી .

લાખો અહલ્યાઓ, પીડીત પતિ અને કુટુમ્બ જુલમ.

ચુપ ચાપ સહે જુલમ , બની એક બે જાન પત્થર .

લાખો દ્રોપદીની લુટાય લાજ આજતો , ન કોઈ સહાય .

લાખો  સુદામા જીવે મજબુરીમાં ,  ન કોઈ સહાય .

હજારો પાંડવો  આજે પણ ચાલે નિતિ અને ધર્મના માર્ગે .

હજારો વિદુર છે આજે , કરે તમને નિસ્વાર્થ પ્રેમ .

નિતિ અને ધર્મના માર્ગે આવે અનેક અડચણ ને બાધાઓ.

આજે નિસહાય છે અહલ્યાઓ, દ્રૌપદીઓ ,સુદામા ,વિદુર અને પાડવો ! ! !

હે રામ , હે ક્રીષ્ણ તમારા વિના કોણ કરશે સહાય ?

3 Comments »

અધર્મ .

ધરતી પર પાપ અને અધર્મ વધતાં યુગે યુગે  થાઉ હુ પ્રગટ ! ! !

હે ક્રીષ્ણ , હે યશોદા નંદન , કરેલ વાયદો અને વચન વિસરે તુતો.

ધર્મના નામે ચાલે ધતિન્ગ,  લોભ-લાલસા બન્યા તૃષ્ણા ચારો તરફ.

રાજકારણ નેતાને સ્વીસ બેન્કમાં બેલેન્સની લાલસા.

પરિવાર ને સગા સબંધીમાં ચાલે હરિફાઈ, બનવા કરોડપતિ.

વૈભવશાળી જીવન જીવવાની ચાલે મોટી દોડ , દંભી જીવન .

એક ટુકડો ભુમિ કાજે ધરતી  લોહીથી રંગાય, ક્રૂર બન્યો માનવી .

લાલસા ને તૃષ્ણા કરાવે અધર્મ અને મોટા પાપ, ન કોઈ સીમા.

ભુલાવે લાજ-શરમ, વિવેક-મર્યાદા,પ્રેમ અને દયા જે મોટા આભૂષણ .

પાપોથી ભરેલ દુનિયા, આનાથી ન મોટો કોઈ ભાર ધરતી પર !

અજ્ઞાની આ બાળકો તારા, કરુણા જનક મનોદશા, બન્યા દીશા હીન.

હે કૃપાળુ , હે દયાસાગર , હવે તો કરો અમ પર દયા અને કૃપાદ્રષ્ટિ .

અમને મોટી આશા તમારા આગમનની , છે શ્રધ્ધા નથી હવે સબુરિ .

સંભળાય બંસી નાદ, શુ આવી ગયા પ્રભુ ?  થાય ભણકારા !

હવે તો આવી ગયો સમય , પ્રગટ થવાનો , આપના આગમનનો ! ! !

1 Comment »

खांफ.

      

                    अब डर नही मुझे मोतका

             क्या सेतानोसे बडा खांफ है मोतका ?

               सेतानोकी बस्तीमे है मेरा बसेरा !!!

No Comments »

પ્રેમ નગર .

પ્રેમ  રૂપી  અમી ઝરણુ  સ્વર્ગથી  ઉતર્યુ .

ખોબલે-ખોબલે પીધા અમી ઝરણા અમે .

જીવન સરિતા બની ખળખળ વહ્યા અમે .

દૂરથી  વિશાળ  પ્રેમ સાગર દીઠો   અમે .

 પુર વેગે દોડ્યા  સાગર સમીપ  અમે .

મારી ડુબકી , સાગર હિલોળે અમને .

પ્રેમ સાગરમાં,પ્રેમ રંગે રંગાયા અમે .

હિલોળા મારતા મોજાં ધકેલે કિનારે અમને .

પ્રેમ રસ પીને, પટકાયા કિનારે અમે .

વાસ્તલ્ય,પ્યાર,સ્નેહ અને પ્રેમની ઈટ,

અને વિશ્વાસની રેતથી,બાંધ્યા ઘર અમે .

વસાવ્યુ એક પ્રેમ નગર અમે .

પ્રેમ નગરમાં વસ્યા અમે .

1 Comment »

દુર્બુધ્ધિ.

રહેલા મેલ અને ડાઘ કર્યા દૂર, દિલ સાફ કર્યુ મે .

આપવા આસન પ્રભુ ,  તારે લાયક બનાવ્યુ મે .

સંઘર્યા હતાજે, દિલમાં અગણીત રાગ  અને દ્વેષ

કર્યા દૂર અવગુણો, તારા ચરણોમાં શીશ નમાવ્યુ મે.

ચંચળ મન આતો ,ફસાય દિલ માયાના બંધનમાં

દિલમાં ભર્યો પ્રેમ અને દયા ,દિલ મારુ સજાવ્યુ મે .

મોહમાયા ન છોડે પીછો ,  બંધનમાં ફસાય દિલ.

હવે ન ડગ મગે દિલ ,  સાચો રાહ પકડ્યો  મે .

અંધશ્રધ્ધા ને માયાની  બેડીઓ  તોડીને  મે

શ્રધ્ધા – સબુરીથી જીવન સાર્થક બનાવ્યુ મે.

હે દયાસાગર જો કરે દયા તૂ

દુર્બુધ્ધિ  તાંડવ  થાય  શાંન્ત .

1 Comment »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.