શાક્ષાતકાર.
એકજ ચિનગારી
ભડકે દાવાનળ
એક બુન્દ
મોતિ બને
એક ક્ષણમાં
થાય આત્મશાક્ષાતકાર .
હરિ રુઠે —
જો જગ રુઠે
કરે સહાય પ્રભુ
જો પ્રભુ રુઠે
કોણ કરે સહાય ?
પાનખર.
જીવનની પાનખર , આતો વળતા પાણી .
સચેત અને સાવધાન રહેવાનો સમય .
જીભના ચટકા પકડે જોર , ન રહેવુ પરેજીમાં.
જે ચીજ ખાવાની મનાઈ, તે ચીજ લાગે પ્યારી.
ગીતા , રામાયણ , ભાગવત વાંચવાની જરુર ,
ટી.વી.શો અને સિનેમા,ફોન પર ગોસીપ લાગે પ્યારા .
શોધવા આધ્યાત્મિક માર્ગ , તો ગુગલમાં મારવા ફાંફા .
એકાન્તમાં રહીને કરવા ભક્તિ ભજન , પ્રભુ સ્મરણ .
બોલે આ જીવનથી તો કંટાળ્યા, કોણે મોક્લ્યુ ઘડપણ ?
માથે ચાંદી , કર્યા કલપ. શરીરે કરચલી , ચોપડ્યા મેકપ.
મનમાં વિચારે હજુ તો હુ છુ જવાન, ન ભુલાય જવાની.
નિહાળે આયનો ભાંગે ભ્રમ , છતાં સ્વિકારવા નહી તૈયાર.
શોધ્યા ન સુજે કોઈ ઉપાય , જીવે મજબુરીમાં બની લાચાર.
હરે રામ , હરે ક્રિષ્ણ .
રામ અને ક્રિષ્ણમાં ન કોઈ ફરક,
નામ અલગ , કામ એક, અનોખા .
એક કૌશલ્યા નંદન ,
એક દેવકી નંદન .
એક શાંત ધીર દશરથ નંદન ,
એક નટખટ નંદ કિશોર .
એક મર્યાદા પુરુષોત્તમ ,
એક જગદગુરુ શ્રી ક્રિષ્ણ .
એક આપે નવધા ભક્તિ જ્ઞાન ,
એક આપે ગીતા જ્ઞાન .
એક સીતા સંગ શોભે ,
એક રાધિકા સંગ શોભે .
એક સીતા- રામ ,
એક રાધે – શ્યામ .
એક ખાય બોર શબરીના ,
એક ખાય વિદુર ઘર ભાજી .
એક પાપી રાવણ સંહારે ,
એક પાપી કંસ સંહારે .
એક સંગ ધનુષ બાણ ,
એક સંગ સુદર્શન ચક્ર .
એક હોઠ મધુર મુસ્કાન ,
એક હોઠ મધુર બંસી .
એક સંગ વાનર ટોળી ,
એક સંગ ગાયો – ગોપટોળી .
એક શીર જટા ,
એક શીર મોર મુકુટ .
એક આપે શીખ , જીવનમાં શુ ન કરવુ ,
એક આપે શીખ , જીવનમાં શુ કરવુ .
શ્રીરામ નયન, દયા- કરુણા ,
શ્રી ક્રિષ્ણ નયન, દયા- કરુણા .
પતિત પાવન, રામ- ક્રિષ્ણ નામ.
હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે ,
હરે ક્રિષ્ણ , હરે ક્રિષ્ણ , ક્રિષ્ણ ક્રિષ્ણ હરે હરે .
નારી તુ નારાયણી .
લેખક — એચ ચતુર્ભુજ .
પરિચય —
દિવ્યભાસ્કર , ગુજરાત ટાઈમ્સ , ગુજરાત દર્પણ , સંદેશ
નારી યુગ , તિરંગા – ન્યુજરસી.
છેલ્લા ચાર વર્ષથી લખે છે .તેમની વાંચકોને વિનંતી છે કે તેઓની ગુજરાતી સાહિત્યમાં
પા પા પગલી પાડતા નવોદીત લેખક હોય, ભુલ ચુક માફ કરજો. સુજાવ મોક્લશો તો
નવા લખાણમાં માર્ગદર્શન મળશે.
( ગુજરાત દર્પણ — મે – ૨૦૧૦ )
નારી , નારી તબ હૈ લગતી , પુજા પાઠ સદા જબ કરતી . મંદિર, મસ્જીદ, ગુરુદ્વારેમે વરદાનીસે
ઝોલી ભરતી .તો પણ કહેવાય છે ‘ નારી તુ નારાયણીથી શોભે આ સંસાર ગૃહસ્થ આશ્રમ બની જાય
તો સ્વર્ગ તણો અણસાર ‘ જગતમાં નારી સન્માનનીય વંદનીય પુજનીય છે. માટે માતૃ દેવો ભવ .
માતા પ્રથમ ગુરુ છે . વંદેમાતરમ .
અનેક વિશેષતાઓ અને યોગ્યતાઓથી સંપન્ન સ્ત્રી શક્તિના મહાન આદર્શો આપણી ભારતીય
સંસ્કૃતિના પાયામાં છે. સામાન્ય રીતે વિવિધ પ્રવૃતિઓ માટે મનુષ્ય જીવન દરમ્યાન શક્તિઓની
ઉપાસના અને આહવાહન કરતા હોઈએ છીએ. દા.ત. વિદ્યાર્થી કાળમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે
વિદ્યાની દેવી મા સરસ્વતીની આરાધના કરે છે. યુવાની કાળમાં ધન માટે લક્ષ્મી, મહાલક્ષ્મીની
પુજા કરે છે. સંતાન પ્રાપ્તિ માટે માજગદંબાને ભજે છે . અને અન્ય શક્તિઓ માટે શક્તિઓના
વિવિધ સ્વરુપોને યાદ કરે છે . બહેનો કોઈ પણ સારા સંકલ્પોની ઈચ્છાપુર્તિ માટે જ્યારે વ્રત
અથવા ઉપવાસ કરે છે ત્યારે પણ સામાન્ય રીતે સ્ત્રી શક્તિ અર્થાત દેવીઓના જ નામ આવે
છે .જેમ કે જયા પાર્વતી વ્રત દશામાનુ વ્રત વગેરે .
આપણા હિન્દુ ધર્મમાં તહેવારોનુ ખુબજ મહત્વ છે . અને દરેક તહેવાર આપણા માટે ખુશીઓ
લઈને આવે છે . થોડા જ સમયમાં આનંદ ભર્યો તહેવાર નવરાત્રિનો આપણી નજાક આવી રહ્યો છે .
નવરાત્રિ એ આપણા માટે સૌથી લાંબો તહેવાર છે . નવ દિવસ સુધી આપણે નવા કપડા , ઘરેણા
પહેરીને મન મુકીને ખુબ ગરબા કરીએ છીએ . નવરાત્રિના નવ દિવસ દેવીઓની આરતી – પુજા
કરીએ છીએ . દેવીઓને પ્રસાદ ધરાવીએ છીએ . આ રીતે આપણી સંસ્કૃતિ પ્રમાણે નવ દિવસ
દેવીઓને રીઝવીએ છીએ . દેવીઓને કોઈને કોઈ વાહન પર સવારી બતાવવામાં આવે છે . તે
પણ ભયાનક વાહન . જેમ કે માજગદંબાની વાઘ પર સવારી , મા દુર્ગાને સિહ પર, માખોડીયાર
મગર પર અને મહાકાલી માતાનુ તો પુરુ સ્વરુપ ભયાનક બતાવવામાં આવે છે. કારણ કે અસુર
સંહારીની રુપ ધારણ કરનાર આ દેવીઓનુ પ્રતિક છે. દુનિયા પર અત્યારે આસુરી વૃત્તિ, દ્રષ્ટિ, કર્મ
વધી ગયા છે . તેના નાશ કરવા માટે દેવીઓને મોખરે રાખવામાં આવે છે. અને સાથે સાથે કમળ
પર બિરાજમાન કોમળતાની દેવી , પવિત્રતાની દેવી મા લક્ષ્મી, શીતળતાની દેવી મા શીતળા,
સંતોષી માતા, આજ દેવી અનેક લોકોને તેમની સ્વીકાર કરીલી ભુલોને માફ પણ કરે છે. માટે
તેમને કરુણાની દેવી કહેવાય છે. અનેક ભક્તોને માફી આપી તેમના પાપોમાંથી મુક્ત કરે છે .
અને નવુ જીવન પ્રદાન કરે છે .
મહારાજા શિવાજી , લાલબહાદુરશાશ્ત્રી , લાલાલજપતરાય કે ધ્રુવ આ બધાના જીવન ઘડતરમાં
માતૃશક્તિએ પોતાના અંતઃકરણની દ્ર્ઢ નીષ્ઠા અને સંકલ્પ શક્તિથી ઉદ્દાત ગુણોનો વ્યવહારિક પ્રયોગ
કર્યો છે.
નારદજી અને અભિમન્યુ જ્યારે માતાના ગર્ભમાં હતા તે વખતે સાન અને સંસ્કાર મેળવેલા . તેને
લીધે નારદજીએ આખા જગતમાં નારાયણનુ નામ લેતા લેતા લોકોમાં સંસ્કારોનુ સિન્ચન કર્યુ . તેમના
સંસર્ગથીજ વાલિયો લુટારો વાલ્મિકી ઋષિ બની શક્યા . અને અભિમન્યુએ પણ સંસ્કૃતિને માટે મહાભારત
યુધ્ધમાં પોતાની જાતનુ બલિદાન આપ્યુ . તેથીજ શાશ્ત્ર કહે છે કે પોતાના બાળક્માં સંસ્કાર નિર્માણ થાય
તે માટે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે સારા પુસ્તકોનુ વાંચન અને સતસંગ કરવા જોઈએ.
સંતાનને સંત બનાવવાની કળા મા પાસેજ હોય છે .
આદીકાળથીજ નારી ગૌરવપુર્ણ સ્થાન ધરાવતા આવી છે . ભારત દેશમાં જેટલી પણ પાવનકારી
નદીઓ છે જેમાં લોકો સ્નાન કરી પાવન બની જવાનો આત્મસંતોષ શ્રધ્ધા પુર્વક મેળવે છે . આપણા
દેશમાં નદીઓમાં સ્નાન કરવાથી અનેક જ્ન્મોના કરેલા પાપ કર્મો ધોવાય છે . તે નદીઓના નામ પણ
નારી જાતી પરથી શરુ થાય છે . ગંગા , યમુના , સરસ્વતી , ગોદાવરી , કાવેરી,વિચાર કરો કે આ પણ
નારીઓના મહાન કર્તવ્યોની યાદગાર નથી ?
જે સ્ત્રી પોતાના બાળકોને રોજ આરતી પુજા , ભજન અને સતસંગ કરાવે છે , તે માતા પોતાના
બાળકોને પાપ કર્મોથી બચાવી શકે છે . જે ઘરમાં સાચા અર્થમાં પ્રભુ ભક્તિ હોય છે તે ઘર સ્વર્ગ સ્માન
હોય છે . ખરેખર સ્ત્રી સંસ્કાર અને સંસ્કૃતિનો પાયો છે . જે સમાજમાંથી સ્ત્રીઓનુ ચારિત્ર ગયુ છે તે સમાજ
છિન્ન ભિન્ન થઈ ગયો છે . અને ક્ર્મે ક્ર્મે નષ્ટ થઈ જાય છે . પાયો જેટલો મજબુત હશે તેટલો સંસ્કૃતિનો
વિકાસ થશે . એટ્લા માટે મનુ ભગવાને કહ્યુ છે,’ यत्र नार्यास्तु पुज्यन्ते रमन्ते देवता ‘ . જ્યાં જ્યાં
નારીની પુજા છે, ત્યાં દેવતાઓ પણ નિવાસ કરે છે .
એક્વાર એક ભાઈ ઘરડા ઘરની મુલાકાતે ગયા હતા . બધા ભાઈ – બહેનોને મળતા હતા , ત્યાં
એક ઘરડા બા ખુબજ રડતા હતા. તેમને રડતા જોઈને પેલા ભાઈ , પેલા બાને પુછે છે કે બા તમે
કેમ રડો છો ? બા કહે છે કે બેટા મારુ એક કામ કરીશ ? આજે મારા દિકરાની વર્ષગાંઠ છે તો મારા
તરફથી મારા દિકરાને આ મિઠાઈ ખવડાવીને આજના દિવસે તેનુ મોઢુ મીઠુ કરાવીશ ? પેલા ભાઈની
આંખમાં આંસુ આવી ગયા . દિકરો તો માને મળવાકે આશીર્વાદ લેવા ન આવ્યો પણ એક ઘરડા ઘરમાં
રહેતી પોતાની માતા ફરજોને કેટલી હદ સુધી નિભાવે છે . આનુ નામ માનુ હ્રદય .
મા ધૈર્યતાની ધરતી છે , મમતાની મુર્તિ છે .
દેવીએ દીધેલુ અમૃત દુનિયાએ ક્યાં પીધુ ?
માતાની મમતાનુ અમૃત તો સૌએ ચાખી લીધુ .
ગંગાના નીર વધે ઘટે છે પણ માતાનો પ્રેમ એક રસ હોય છે.
એક માતા ૧૦૦ શિક્ષકની ગરજ સારી શકે છે . તો હવે આજે દરેક માતાએ પોતાના બાળકોમાં
સંસ્કારોનુ સિન્ચન કરવાની જરુર છે . અને ફરી આપણી અંદરથી ખોવાયેલ દેવી શક્તિને જાગૃત
કરવાની છે . — ગોળ વિના મોળો કંસાર , મા વિના સુનો સંસાર .
અમી નજર .
તારલીયા ટમટમે આકાશ , અંધારી રાતલડી સોલે સજ્યા શણગાર.
તમરા, ગાયે એકી સાથે ગીત , કર્ણપ્રિય હજારો ઘંટડીઓના નાદ .
કરે નૃત્ય વૃક્ષોના પાંદડા , લહેરાએ, બાલ સમા છોડ નાચી ઉઠ્યા .
મધુર ચાંદની , શીતળ વાયરા , રાતરાણી મહેકી ઉઠી મઘ-મઘ .
પંખીડા પોઢ્યા , નીન્દરમાં ફેરવે પાસુ , પાંખોનો ફડફડાટ .
ખળ- ખળ વહેતા ઝરણા , ગાયે લોરી પોઢારે ધરતીમાને પ્રેમથી .
સંગીતના આ સુર , સૃષ્ટી બની લીન , સાંભળતાં પોઢી નીદરમાં.
મધુર સંગીત , અજબ શાંતિ , સુન્દર ભવ્ય આ અજોડ રાતલડી .
શંખનાદ , મંદિરની ઝાલર , ઢોલ – નગારા , ઘંટનાદ , ધુપ દીપ .
ધીરે ઉઘડે મંદિર દ્વાર , રાધા – ક્રિષ્ણ ખોલે નયન , અમી નજર .
અમી નજર પડે , સૃષ્ટિમાં પુર્યા પ્રાણ , દયાળુ ભગવંત , કૃપાળુ .
જાગ્યા સૌ બાળ નર ને નારી છોડીને મોહ નીદ્રા , પામે પ્રભુ કૃપા .
નીરખ્યા શ્રી રાધા – ક્રિષ્ણ .
એક સત્ય .
એક સુરજ , એક ચાંદ , એક આકાશ , એક વાયુ, એક અગ્નિ.
એક મનુષ્ય જાત , જાતિ અનેક- હિન્દુ, મુસ્લિમ,શીખ,ઈસાઈ.
એક ધરતી , અનેક દેશ-વિદેશ , ભિન્ન-ભિન્ન નિરાલા .
એક પત્થર ઘાટ ઘડ્યા અનેક, અનેક સ્વરુપ પ્યારી મુરત.
એક ભગવાન, સ્થાન આપ્યા અનેક, ચારો તીરથ ધામ.
એક ઈશ્વર પ્રભુ શ્રી હરિ , વિધ-વિધ આપ્યા નામ હજાર.
એક તત્વજ્ઞાન , અનેક શાસ્ત્રો, વેદ, પુરાણ, ગીતા, રામાયણ.
એક ધર્મ નિભાવવો , નિર્માણ કર્યા અનેક ધર્મ સંપ્રદાયો,
એક જગદ ગુરુ શ્રી કૃષ્ણ , બન્યા અનેક ધર્મ ગુરુ.
એક માર્ગ પરમતત્વ પામવા , શોધ્યા માર્ગ અનેક
એક ધ્યેય , એક આત્મા , એક પરમતત્વ , અનેક મનમાં વિચાર .
સ્મરણ .
સુખદ સ્મરણ કરાવે હમેશાં હર્ષ અને સુખદ આનંદ.
દુખદ સ્મરણ તો લઈને આવે દિલમાં દર્દ અને દુખ .
સુખ અને દુખ બંને તો ગુમાવે મનની શાંન્તિ, બેચેની.
મન તો શોધે નિત્ય શાંન્તિ હર પળ હર જગા, વ્યાકુળ.
શાંન્તિની શોધમાં ભટકે ચારો દિશા રોજ રોજ , બેખબર.
મંદિર – મંદિર, પુજા અર્ચના , નિત્ય પાઠ , કથા શ્રવણ .
શ્રી કૃષ્ણ, પવિત્ર મુખ વાણી, આપે ગીતા ઉપદેશ.દયાળુ ભગવંત.
આપે બ્રહ્મ જ્ઞાન , કરે આજ્ઞા , કર નિરંતર સ્મરણ ચિન્તન મારુ.
શ્રી કૃષ્ણ સ્મરણ સુખદાઈ , પરમ શાન્તિ – શાન્તિ – શાન્તિ .