સુમંગલ પ્રભાત.
સુમંગલ પ્રભાતે, આકાશમા ઉડતા પક્ષીઓ,
વૃક્ષો પર બેઠેલા પક્ષીઓનો કલરવ. કોયલની કુહુ, કુહુ.
મંન્દિરના ઘન્ટનાદ,આરતીની ઝાલર, નગારા અને શંખ નાદ.
પનિહારીની પાયલની છમ- છમ,દહી મંન્થન કરતી નારીની ચુડીયોની ખન-ખન.
પારણામા ઝુલતુ, શીશુનુ કિલકારી ભરેલ હાસ્ય , અને રુદન.
ગાયોનુ ધણ હાક્તા, ગોવાળીયાની વાસળીના સુર.
ટોળામા ચાલતી ગાયોના ગળાની ઘંટડીના નાદ.
દુધ દોતી નારી, તામડીમા પડતી દુધની ધારના સ્વરો.
કુવામાથી પાણી ખેચતી નારી, પાણી ભરાતા ઘડાનો નાદ.
વહેતો પવન,રેલાવે સંગીત, કાનમા અથડાય સ્વરો.
આકાશની લાલીમા, ખીલતી કુદરત, સુમંગલ પ્રભાત.