ભગવાને બ્રમાઁડની રચના કરી છે તેમા, આપણે દરેક વસ્તુનુ બારિકાઈથી અવલોકન કરીએ તો આપણને અજાયબી લાગશે અને વિચારીશુ કૅ ભગવાને આવી રચના કેવી રીતે કરી હ્શે?તો આપ્ણી પાસે કોઇ જવાબ નથી. બુદ્ધિ કામ કરતી બંધ થઈ જશે, આપણુ મગજ આ વસ્તુ માટૅ કામ કર્તુ બન્ધ થઈ જાઇ છૅ. ભગવાનની આ રચના નૅ સમજવા માટે આપણૅ અસમર્થ છીએ.
ભગવાને રચના કરી તેમાં કેટલા બધા ગ્રહોને બનાવ્યા બધાજ ગ્રહો ગોળાકાર, નાના મોટા ગૉળા ઍંમાં અપણી પૃથ્વી તે પણ ગોળ દડો અને કેટલી સુન્દર ,આ સુન્દર્તાની અન્દર જીવ ઉત્પન કર્યા,કેટલી બધી જાતના જીવ , તેમા બુધિશાળી મનુશ્ય્ જેને વાચા આપી,વાણી આપી,અને આ બુધ્ધિથી જ પ્રભુની આ અદભૂત, અજાયબ રચનાને સમજવાની રહી.
પર્વત ,નદી, ઝરણા,સરોવર,સમુદ્ર્ની રચના કરી પર્વત ઉપર સજાવટ કરી આપી, તેની ઉપર નદી,ઝરણા બનાવ્યા જેના પ્રવાહની ગતિથી સંગીતના સુર સંભળાય,સાગરની લ્હેરોમાઁથી સંગીતના સુર સંભળાય, સાભળીને દિલ અને આપણુ મન બંને એકદમ ઝુમી ઉઠે . વૃક્ષ, ડાળી, વેલ,પુશ્પ આ બધાજ ધરતીની સુન્દર્તામાં અનોખો વધારો કરે છે. આ સુનદર્તા એક્દમ આર્ક્શક દેખાય. પુશ્પમાં સુગંધ અને રંગ ભરેલા હોવાથી, રંગબેરંગી પુશ્પો આંખને આર્ક્શિત કરે, સુગંધ મનને આર્ક્શિત કરે.આકશનો વાદળી રંગ, પાણીનો ભુરો રંગ બંન્ને નયનરમ્ય છે
આકાશમાં મેઘધનુશ અતીશય મનમોહક દેખાય છે. રાત્રિના સમયે આકાશમાં ચંન્દ્ર અને તારા એક અનોખુ રુપ લઇને આવે છે .ચંન્દ્ર્નો પ્રકાશ મગજને શાન્ત કરી દઇને આનંદ ભરી દે છે . સુર્યદેવ દરેક્ના જીવનમાં પ્રાણ પુરીને મનુશ્ય જીવન પ્રકાશીત કરી દે છે .
આમ સુર્ય, ચંન્દ્ર ,ધરતી,આકાશ,નદી,ઝર્ણા,સરોવર,સાગર વૃક્ષ,પુશ્પ આ દરેક વસ્તુ કવિઓ અને લેખકોની કલમ અને દિલ ધડકતા કરી દે છે. આપણે ભગવાનની આ અદભુત રચનાને સમજવાનો ગમે તેટલો પ્રયત્ન કરિશુ પરંતુ આપણે તેને પામી શકીશુ નહી આપણે ફ્ક્ત ભગવાનને એટલુ કહી શકીયે હે પ્રભુ તમારો ઘણો ઘણોજ આભાર કે આટલી સુન્દર ધર્તી ઉપર અમને જ્ન્મ આપ્યો તેમાં પણ મનુશ્ય બનાવ્યા અને અમારી આજુબાજુ આટલી સરસ સુન્દર્તા અને સગવડ આપી..
સ્વાસોસ્વાસ માટે હવા આપી જેનુ કોઈ મુલ્ય નથી પ્રકાશ માટે સુર્યદેવ દરોજ પધારે તેનુ કોઈ મુલ્ય નહી પીવા માટે પાણી આપ્યુ,ખાવા માટે ફળ,અનાજ આપ્યા, રહેવા માટે જમીન આપી જેમાં આપણે ઘર બાન્ધુ, ભગવાને આપણને શુ નથી આપ્યુ ? વગર માગે બધુજ આપ્યુ .આપણુ મન ભરાતુ નથી, કેમકે લાલસા ઘણી બધી અરે ઢ્ગલાબન્ધ છે જેનો કોઈ અંન્ત નથી.પર્માત્માએ આપણને વગર માગે આટલુ બધુ આપ્યુ તો હે પ્રભુ તમારો ખુબ ખુબ આભાર ,અમને સતત તમારુ સ્મરણ કરાવજો.