મા .
મા તૂ છે મમતાની મૂર્તિ , તૂ છે કરૂણાની દેવી
તારા ચરણોમાં ચારો ધામ . નીજ સુખ – શાંતિ .
પ્રેમ સરિતા તૂ , વહે અવીરત અગાધ વાત્સલ્ય .
હેતનો મહા સાગર તૂ , જેમાં કદી ન આવે ઓટ ,
નીત વ્હાલના ઉછળે મોજાં , પ્રેમ તણુ કવચ .
તારા આંચલમાં મીઠી છાંવ , શીતળતા ઘનેરી .
તારા આંચલની છાંવમા સ્વર્ગનુ સુખ સમાય .
મારા દુખમાં રોએ તૂ , સુખમાં રોએ સુખના આંસુ
મારા સુખમાં આનંદે મ્હાલે તૂ ,દુખમાં તૂ ચિન્તિત.
પર્વત સમા વેઠીને દુખ , મુજને અર્પણ કર્યા સુખ .
તારા આશિર્વાદમાં શક્તિ ,તારા પ્રેમમાં શક્તિ.
તારા ગુણ ગાન માટે શબ્દો પડે છે ઓછા .
અધિક મમત દેખી નીરખુ પ્રભુની મુરત તુજ મહી .
ભગવાન કે ઈશ્વરથી તુ નથી કમ .
તારુ રૂણ ચુકવુ કેમ કરી હુ , શુ કરૂ ઉપાય ?
માની સેવા કરી , માના કલેજાને ઠંડક આપી ,
કરવી કોશીશ , આભાર માનવાની ,
રુણ તો કદી ચુકવવા ન કોઈ શક્તિમાન .
( Happy mothers day ).