Archive for May 30th, 2011

શાંતિની શોધ .

આત્યારનો જે સમય ચાલી રહ્યો છે તેમાં બધીજ જ જગ્યાએ પુરા વિશ્વમાં

અશાંતિ વર્તાઈ રહી છે . કોઈ પણ દેશ , રાષ્ટ્ર  ક્યાંય શાન્તિ નથી . આતંકવાદથી

ઉભી થયેલ અશાંતિ ,જે પુરા દેશને હલાવી દે અને લોકો પણ ભય અને બીકમાં

જીવતા હોય ક્યાંય પોતાની સલામતી દેખાતી નથી .કોઈ પણ વ્યક્તિ સલામત નથી . ઘરની  બહાર નીકળે

પરંતુ દિલમાં એક ડર હોય ,સહીસલામત ઘરે પાછા પહોચાસે કે નહી ? ઘરે પાછા ફરે પછી થોડી રાહત

અનુભવે .

          દુનિયાના દરેક દેશ વચ્ચે પરમાણુ   હથિયારો બનાવવાની એક અજબની હરિફાઈ ચાલી રહી હોય એમ

લાગે છે . ત્યારે દુનિયા આખી યુધ્ધના ભય નીચે જીવતી હોય . માથા પર હમેશા લટકતી તલવાર હોય .

ત્યાં આગળ મગજને શાંતિ ક્યાંથી હોય ? એક દેશ બીજા દેશની ઉઘ હરામ કરી દે .દરેક દેશને પોતાની

પરમાણુ તાકાત વધારવી છે .અત્યંત આધુનીક ઉપકરણો બનાવ્યા અને આ ઉપકરણોની મદદથી જીવન

સરળ બનાવ્યુ , શારિરીક શ્રમ ઓછો કર્યો ત્યારે માનસિક શ્રમ વધી ગયો . જીવન સરળ તો બન્યુ છતાં

પણ માનસિક પરિતાપ વધતો જાય ત્યાં આગળ શાંતિ ક્યાંથી હોય ? જેટલી પ્રગતિ થઈ રહી છે તેની

પાછળ દોડ ધામ પણ એટલીજ વધી ગઈ છે . લોકો દોડ્યા જ કરે , અત્યારે કોઈની પાસે સમય નથી

નિરાંત નથી .અને આ દોડ ધામને લીધે જ અશાંતિ વધી ગઈ છે .

          જીવનમાં માણસ પાસે ધન દોલત જોઈતા પ્રમાણમાં હોય તો પણ , અત્યારે વધારેને વધારે ધન

કેમ ભેગુ કરવુ બસ તેની પાછળ હોય અને આ પૈસા ભેગા કરવા માટે પણ હમેશાં સતત ચિન્તામાં હોય

બિલકુલ શાંતિ ન હોય . ભગવાને બરાબર જ આપેલુ છે છતાં મનને શાંતિ નથી .ઉન્નતિ થાય તો તેમાં

પણ ઓર આગળ વધવાની ઝંખના અને તેને લીધે મન અશાંત બની જાય .માણસની લાલસાઓજ

માણસને અશાંત બનાવી દે છે , અને અમુક વખતે માણસે પોતાની જાતેજ અશાંતિને આમંત્રણ આપ્યુ

હોય . અને સમાજમાં બોલ્યા કરે ભગવાને મને શાંતિ નથી આપી . અત્યારે બાળકથી માંડીને યુવાન

પ્રૌઢ કે વૃધ્ધ માણસો હોય બધાજ એક માનસિક તનાવમાં જીવતા હોય છે . બધાજ શાંતિની ખોજમાં છે

અત્યારે મંદિર , મસ્જિદ ,ગુરુદ્વારા ,ગિરજાઘર બધેજ માનવ સમુદાયનો ધસારો વધતો ગયો  છે , અહિયાં

શાન્તિ છે .નદીયો ,દરિયા કિનારે ,સરોવર ,પર્વતો અગેરે કુદરતી સૌન્દર્ય માણવા માટે લોકોની ભીડ વધતી

જાય છે .માનવ રચિત , મન આનંદમાં રાખવાના સાધનો વધતા ગયા છે , લોકો તેમાંથી પણ આનંદ લેછે

કોઈ સારો માર્ગ અપનાવીને મનની શાંતિ શોધે તો કોઈ વળી ગલત-ખોટી વસ્તુઓમાં મનની શાંતિ શોધે .

 બધી જગ્યાઓએ બસ શાંતિની ખોજ છે . પશ્ચિમી દેશો પણ હવે આપણી સદીયો પુરાણી ધ્યાન – યોગ

પધ્ધતિ અપનાવી રહ્યા છે . ધ્યાન – યોગથી મનની શાંતિ શક્ય છે .ૠષિ પતંજલિ આપણને બહુજ મોટી

અમુલ્ય ભેટ આપીને ગયા છે .

પરંતુ જેટલી શાંતિ શોધે એટલી દુર ભાગે .દરેકનુ મન અશાંત છે . આ અશાંતિ માટે કોણ જવાબદાર છે ?

જીવન વધારે પડતુ વૈભવશાળી બની ગયુ ?એક બીજાની નકલ અને એક બીજા સાથે જીવનની હરિફાઈ ?

અને આ અસ્થિરતા માણસને ઘણી વખત ખોટા વ્યસનો તરફ દોરી જાય .અને પછી બરબાદી શરૂ થઈ જાય.

મનની અશાંતિ મનની અસ્થિરતા ઉભી કરે છે અને માણસને  આપઘાત કરવા માટે પ્રેરે ,તેના માટે જીવન

કઠીન અને અસહ્ય બની જાય ,તેને આપઘાત સિવાય બીજો માર્ગ દેખાય જ નહી . કેટલી મોટી કરૂણા  ?

બાળકો પણ નશીલી દવાઓનુ સેવન ચાલુ કરી દે. આવતી કાલનો નાગરીક જો આ રસ્તા પર ચાલે તો પછી

શુ પરિણામ આવે સમસ્યા તો ગંભીર છે , પરંતુ તેનો ઉકેલ શોધવો મુશ્કીલ છે .આપણે ભગવાનને પ્રાર્થના

કરી શકીએ .

                   ॐ द्यौः शांति रन्तरिक्षः ग्गूम शांतिः

          पृथ्वि शांतिरापः ,  शांति   रोखधयः   शांतिः  ,  वनस्पतयः  ,

       शांति     विश्वे देवाः    शांति ब्रह्म शांतिः , सर्व ग्गूम स्शांतिः ,  शांति रेव शांतिः

       सा मा शांति रेधि ,  सर्वारिष्ट शांतिर्भवतु

       ॐ शांतिः — शांतिः — शांतिः

  શાંતિ કરો પ્રભુ ત્રિભુવનમાં .

  શાંતિ કરો જલ , થલ , ગગનમાં ,

અંતરિક્ષમાં , અગ્નિમાં , ઔષધિમાં ,

વનસ્પતિ , વન-ઉપવન , સકલ વિશ્વમાં ,

જડ-ચતનમાં , શાંતિ રાષ્ર્ટ નિર્માણ સર્જનમાં ,

નગર ગ્રામ અને મારા ભવનમાં

જીવ માત્રના તન-મનમાં અને જગતના

કણ-કણમાં

ૐ શાંતિઃ — શાંતિઃ — શાંતિઃ

1 Comment »

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help