Archive for May 15th, 2011

માટીના મોલ .

માટી , આમ તો લાગે તેની કોઈ કિમ્મત નથી પરંતુ વિચારીએ અને સમજીએ

તો નકામી લાગતી માટીની કિમ્મત ઘણીજ છે ,અણમોલ છે .

અવિનાશભાઈ વ્યાસની એક રચના યાદ આવી જાય છે .

રાખના રમકડા મારા રામે ,રમતા રાખ્યારે મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે રાખના રમક્ડાં.

 કવિએ કેટલી મોટી અને ગહન વાત કરી છે .તેમની આ રચના આપણને ઘણુ બધુ કહે છે .

ઈશ્વરે જીવ માત્રની રચના માટીમાંથી કરી છે ,માટીમાંથી માનવ જાતનુ સર્જન થયુ છે અને અંત સમયે

પણ અંતિમ પડાવ આવે ત્યારે આપણે માટીમાં જ ભળી જ્વાનુ છે .

આપણે હમેશાં બોલતા હોઈએ છીએ કોઈની સાથે સબંધ નહી બગાડવાનો ,ચપટી ધૂરની પણ જરૂર પડે ,

ચપટી ધૂરનો પણ ખપ છે .આ ચપટી ધૂર ,આ માટી કેટલી અણમોલ છે .ધૂર આંખમાં પડે તો તકલીફ થાય

પરંતુ આ જ ધૂર શ્રી ક્રિષ્ણ ચરણ રજ બનતાં જ પવિત્ર અને અણમોલ બની જાય છે જે દુર્લભ છે .નસીબવંત

આ ચરણ્રરજ પામી શકે .માટીના ધૂરના એક રજક્ણની જો આટલી મહિમા હોય તો માટી કેટલી બધી

મહત્વની છે .જેમ માણસ પંચ મહાભૂતમાંથી બને છે અને પંચમહાભૂતમાં સમાઈ જાય છે ,આ પંચમહા

ભૂતમાં એક તત્વ પૃથ્વીની-ધરતીમાતાની માટી છે .

માટીમાંથી માનવ સર્જાયા અને માનવનુ ભરણ પોષણ માટી જ કરે છે . માટીમાં બીજ વાવતાં જ આપણને

અન્ન,ફળ,ફુલ અને વૃક્ષો ઉગી નીકળે .વૃક્ષો જો પક્ષીઓનુ આશ્રય સ્થાન અને મીઠી છાંવ છે તો મનુષ્યને

પણ આશીયાના બનાવવામાં મદદ રૂપ થાય . આમ જોઈએ તો મનુષ્યની છત્ર છાયા માટી જ છે . જુના

જમાનામાં જ્યારે સંસ્કૃતિ આટલી વિકસેલી હતી નહી ત્યારે ઉપયોગી વાસણો માટીમાંથી બનતાં. અને

આજની તારીખમાં ઉનાળામાં માટલાનુ પાણી ,કુદરતી ઠંડક, મીઠાસ અને મહેક લોકો માણે છે .આપણે

પરદેશમાં આવીને વસ્યા પરંતુ માટલાનુ ઠંડુ અને સુગંધી વાળુ પાણી આજે પણ નથી ભૂલાતુ .ફ્રીજના

પાણીમાં એ ગુણવત્તા ક્યાં છે જે એક માટલાના પાણીમાં છે .આપણા દેશમાં ક્લાઢામાં બનતી ભાખરી

અને બાજરાના રોટલાની મઝા આવતી હતી તે મઝા આજે નોનસ્ટીક પેનમાં બનતા  રોટલા ભાખરીમાં  ક્યાં

આવે છે .આજે પીવાય છે ફ્રીજની બોટલનુ પાણી , કુજાના પાણીની વાત સાવ જુદીજ છે .ભારતમાં ઘણી

જગ્યાએ કુલડીમાં ચ્હા આપવામાં આવે  છે ,માટીના વાસણમાં દહી જમાવે છે , વાહ ભારત દેશની શુ વાત

કરવી  જીવન જીવવાની એક અલગ અને અનોખી રીત-ભાત છે .દરેક વસ્તુની મહત્વતા સમજે ,અને પ્રેમથી

અપનાવી લે.

ધન્ય છે કુભાર જાતીને જેણે માટીના મોલ સમજીને માટીને ગલે લગાવીને માટીનો વ્યવસાય અપનાવ્યો.

તેને રાત-દિવસ માટીમાં જ રમવાનુ , માટી જ તેની જીન્દગી .ગોરા કુભારને કેમ ભુલી જવાય , તેમણે

શ્રી ક્રિષ્ણ ભક્તિ કરતા કરતા પોતાનો વ્યવસાય કર્યો છે .ભક્તિ સાથે તેમણે તેમનો વ્યવસાય નથી છોડ્યો.

અને ભક્તિમાં લીન પોતાના નાના બાળકને માટીની સાથે પગથી ગુદી નાખ્યો .પ્રભુએ તેમની ભક્તિની

પરિક્ષા કરી પરંતુ તેમણે પ્રભુ ભક્તિ અને સ્મરણ નથી છોડ્યુ .

 મનુષ્ય જીવનમાં માટીના મોલ બહુજ  ભારી   છે ,  તો આજે અણમોલ માટીમાંથી બનેલ માટીનુ પૂતળુ 

 મનુષ્ય , માનવ બનીને   માનવ ધર્મ   નિભાવે તો દુનિયામાં સુખ-શાંતિ બની રહે .

3 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.