મુઢ મતિ.
હર શ્વાસમાં સમાય તુ, તુજ થકી હર શ્વાસ.
હર ધડકનમાં સમાય તુ, તુજ થકી હર ધડકન.
પળ પળ તારા વિના વ્યાકુળ, હર પળ ઝંખે મન.
નજર પ્યાસી ઝંખે એક ઝાંખી, કર્ણ ઝંખે ગુણગાન તારા.
તુજ વિણ ન રાત દિન, તુજ વિણ ન કોઈ જીન્દગી.
પડે વિપદા, મારુ જ્યાં હાંક તુ આવે દોડી,રાખે સંભાળ.
હર પળ સાથે રહે, દિલમાં તારો નિવાસ, શોધુ દુનિયામાં.
જડ ચેતન સર્વમાં સમાયેલ તુ, પામી શકુ ન તુજને હુ.
તારી માયા અનંત, અપાર , મુઢ મતિ ન જાણે સમજી.
જીવાત્મા આતુર તુજ મિલન, તુજ ઝંખના જનમો જનમ.