શુભ દિપાવલી.

શુભ દિવાળી, લાવી અનગીનીત ખુશીયાં ઘરમાં.

સ્વપ્નોના રંગ બે રંગી પુર્યા સાથિયા આંગણીએ.

આશાઓના તોરણ બાંધ્યા આગણે, સ્વાગત પ્રભુનુ.

 પ્રગટાવ્યા જ્ઞાનના દીપ,મીટાવ્યો મનનો અંધકાર.

અગણીત દીપમાલા ઝરહળે, ઝગમગી ઉઠ્યુ જીવન.

ભક્તિભાવથી પુજ્યા શ્રીગણેશ ને લક્ષ્મી-નારાયણ.

વરસે વર્ષા રિધ્ધી-સિધ્ધીની, માલક્ષ્મીનુ વરદાન.

તો માસરસ્વતિએ કરી કૃપા, દીધા  જ્ઞાનના દાન.

માગીએ આશિષ શ્રીકૃષ્ણની, રાખો સદા અમી નજર.

આવ્યા શરણમાં તમારી, આપો તમ  ચરણોમાં વાસ.

આપ્યો નિવાસ હ્રદયમાં બિરાજો પ્રેમથી અમ હૈયામાં.

ઈશ્વરને જોડ્યા હાથ,કરી પ્રેમથી પ્રાર્થના ત્યજ્યા રાગ દ્વેષ.

સૌનુ કરો કલ્યાણ, આપો સુખ શાંતિ, મંગલમય વરદાન.

1 Comment »

તે રીતે પડ્યો લંકાપતિ.

   ( કવિ પ્રેમાનંદ કૃત )

 શ્રીરામચંદ્ર રાવણ હણવા કીધી ક્રોધની દ્ર્ષ્ટિ રે

જદ્યપી જુધ દારુણ કીધુ રાવણે બળ-પ્રાણ રે

બળ શક્તિ વિદ્યા નાશ પામ્યા ને ભેદ્યાં મર્મે બાણ રે

અંતકાળ જાણી આપણો ચિત્ત માંહે ચેત્યો ભૂપ રે

વીસ લોચન અવલોકે રામને હ્રદયે આણ્યુ રૂપ રે

તવ સર્વના હિત કારણે કોપે ચડ્યા જગદીશ રે

એક બાણ મૂક્યુ કંઠ માંહે તોહાં ત્રણ છેદ્યાં શીર રે

બીજે બાણે ખટ શીશ છેદ્યાં ત રહ્યુ મસ્તક એક રે

નવ મસ્તક્ની પાડી પંગત તોહે ના મુકે ટેક રે

જ્યમ  ડોલે મગદળ એક દેતો ત્યમ એક શીશે ધીશ રે

શુ એક શૃગે ગિરી ધાતુ ઝરે,સ્ત્રવે રુધિર ગળે તાં રીસ રે

એક મસ્તકે ઉભો રાવણ કરી સુમ્પટ વીસે હાથ રે

અંતકાળે સ્તવન કીધુ ઓળખ્યા શ્રીરઘુનાથ રે

હ્રદે કમળમાં ધ્યાન ધરિયુ નખશીખ નીરખ્યા રામ રે

મને આવાગમનથી છોડાવો હરિ! આવો વૈકુન્ઠ ધામ રે

એવુ સ્મરણ જાણી દાસનુ રીઝ્યા શ્રી જગદીશ રે

પછી અગસ્ત ઋષિનુ બાણ મુકી છેદીયુ દશમુ શીશ રે

જ્યમ ગ્રહ સંગાથે પડે સવિતા મુળ થકો મેર રે

તે રીતે પડ્યો લંકાપતિ શબ્દ થયો ચોફેર રે

શુભમસ્તુ કલ્યાણકારી હરિનુ નામ નિદાનજી

ભટ પ્રેમાનંદ કહે કર જોડી રાખો હરિનુ ધ્યાનજી.

—પ્રેમાનંદ ( રણયક્ષ )

1 Comment »

નવરાત્રિ.

સામાન્ય રીતે આપણા શાસ્ત્રો વેદ પુરાણ વગેરેમાં લગભગ યોગ વિજ્ઞાન

સમાએલુ છે, અને આધુનિક વિજ્ઞાન તેને માનતુ નથી.આધુનિક વિજ્ઞાન

પ્રયોગોને આધારે તેનુ પરિણામ જોઈને પછી તેને માન્યતા આપે અને

તે વસ્તુમાં વિશ્વાસ કરે. જ્યારે યોગ વિજ્ઞાન માણસે જાતેજ પોતાની ઉપર

પ્રયોગ કરીને તેનો અહેસાસ કરવાનો હોય એટલે આપણા શાસ્ત્રોને આધારે પડેલ રિતિ રિવાજો યા તો વાર તહેવાર અને ઉત્સવો ને ન માને. પરંતુ હકિકત તો એ છે, સાસ્ત્રોની દરેક વાતમાં તથ્ય છે અને સચ્ચાઈ પણ છે અને અમુક વખત એ શ્રધ્ધાનો વિષય બની જાય અને ઘણા લોકોને બોલતા સાભળ્યા છે અમે આમાં નથી માનતા.કોઈ પણ વસ્તુ શ્રધ્ધા અને પ્રેમથી કરવામાં આવે તો તેનુ પરિણામ પણ સારુ આવે.

નવરાત્રિના પાવન દિવસોમાં મા શક્તિની અર્ચના  ઉપાસના અને માતાજીની આરાધનાનુ  ખાસ મહત્વ છે.આ દિવસોમાં મા દુર્ગાની આદ્ય શક્તિ પુરા બ્રમ્હાડમાં તિવ્ર બનીને પ્રસરી રહે છે અને આ શક્તિની આપણે નવ દિવસોમાં પ્રેમ અને ભક્તિભાવથી વંદના અને આરાધના કરવાની છે.મા દુર્ગાની  ભક્તિ અને આરાધના આપણે નવ દિવસ ગરબાના રૂપે સમુહમાં એકી સાથે કરીએ છે.

ગરબાની અંદર ત્રણ તત્વો સમાએલા છે, શરીર (સ્થુલ શરીર),આત્મા( શુક્ષ્મ શરીર-આત્મા શુક્ષ્મ શરીરમાં છે) અને ગરબાની જ્યોતની  વચ્ચે જે  અવકાશ રહેલો છે એ છે પ્રાણ તત્વ એને જોઈ શકાતો નથી.    નવરાત્રિ ઉત્સવ માનવજીવનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ નવ દિવસોમાં આદ્યશક્તિ માદુર્ગાના નવ સ્વરૂપો,    શૈલપુત્રી,બ્રમ્હચારિણી,ચંદ્રઘટા,કુષ્માન્ડા,સ્કંદમાતા,કાત્યાયણી,કાલરાત્રિ,મહાગૌરી તથા સિધ્ધિ રાત્રિની વિધિ વિધાનથી   પૂજા અર્ચના કરીને મનોકામના સિધ્ધ કરી શકાય છે.ભગવાન રામે પણ રાવણ સાથેના યુધ્ધ માટે વિજયના આશીર્વાદ લીધા હતા. મનુષ્ય પણ માતાજીના મંત્રોનો શ્રધ્ધાથી જાપ કરીને  માભગવતીની કૃપા પ્રાપ્ત કરી શકે છે .

2 Comments »

બંધન .

કેટલા અને કેમ કરીને ગણવા ,અજોડ અને અતૂટ બંધનો  .

વિધ વિધ અનગીનીત, મોહ અને માયાના આતો બંધનો  .

માત-પિતા સંતાનોના વાસ્તલ્ય, પતિ-પત્નિના સ્નેહ બંધનો

મૃત્યુ લોક પર આવન જાવન ,જનમ-મરણની ચક્કીના  બંધનો

ક્યારેક આપે  દુઃખ તો ક્યારેક આપે સુખ આ માયાના બંધનો .

આવી જગતમાં,જીવનમાં જોડ્યા કંઈ કેટલાય નાશવંત બંધનો.

ફસાઈને મોહ માયામાં , ન જાણ્યુ આતો જુઠા દુઃખ દાઈ બંધનો.

આતમરામ અને કાયાનુ, મોટુ એક અજોડ અનોખુ સાચુ બંધન.

આત્મા-પરર્માત્માનુ  ન જોડ્યુ એક અવિનાશી સુખ દાઈ બંધન.

પામવી શાંતિ અને આનંદ , જગતમાં એક  સાચુ  મુક્તિ બંધન.

4 Comments »

રૂપલે મઢ્યુ ગગન .

અંગે  કાળી કામળી ઓઢી પોઢ્યા નીન્દરમાં ચાંદ-સૂરજ .

ટમ- ટમ ઝીણા- ઝીણા દીપ, ઝઘમઘ ચમકે  તારલીયા .

અનગણીત દીપ નભ પર , કાળી કામળીએ જડ્યા હીર .

રૂપલે મઢ્યુ ગગન , કાળી-કાળી રળીયાળી ચમકતી રાત .

ધરતી પર ઝઘમઘ ઝબકારા દે ક્યાંક  ઘૂમતો આગીયો .

મંદ-મંદ મુશ્કરાતા વહેતા ઝરણાં , ખળ-ખળ વહેતી સરિતા .

લહેરાય ધીમા વાયરા, છેડે સંગીતના સૂર,નૃત્ય કરતા વૃક્ષો .

પગદંડી પર પડ્યા પડછાયા,ચાર પગલાં, કોણ ચાલ્યુ જાય .

છમ-છમ પાયલ, ઠુમકતી ચાલ, પીયા સંગ મતવાલી નાર .

ચાંદ સમાન મુખડુ ગોરીનુ , મોહ્યુ મનડુ  નીરખી સુન્દરગોરી .

ચાંદની ઉતરી ધરતી પર  આજે , પ્યારી પ્યારી પુનમની રાત .

1 Comment »

શ્રી શિવષડક્ષર સ્તોત્રમ .

                                  શ્રી શિવષડક્ષર સ્તોત્રમ

                                            [ ૧ ]

                    ૐકારં બિન્દુસંયુકત્મ , નિત્યં ધ્યાયંતિ યોગિનઃ

                    કામદં મોક્ષદં ચૈવ ,  ૐકારાય  નમો  નમઃ

( બિન્દુયુક્ત એવો જે ૐકાર-પ્રણવ કે જે ઈચ્છાને પૂર્ણ કરનાર અને મોક્ષને આપનાર છે .

તેનુ  યોગીઓ નિરંતર ધ્યાન કરે છે . માટે તે ” ૐકાર ” રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                                [ ૨ ]

                             નમંતિ ઋષયો દેવો , નમંત્યપ્સરસાં ગણા

                             નરા નમંતિ દેવેશં , નકારાય નમો નમઃ

( દેવોના ઈશ્વર શંકરને, ૠષિઓ અને દેવો નમન કરે છે .અપ્સરાઓના ગણો નમન કરે છે

અને મનુષ્યો પણ નમન કરે છે .માટે તે ” નકાર ” વર્ણરુપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ).

                                                 [ ૩ ]

                            મહાદેવં મહાત્માનં , મહાધ્યાનં પરાયણમ

                               મહાપાપહરં દેવં , મકારાય નમો નમઃ

( જે મહાદેવ, મહાત્મા, મહાધ્યાન યુક્ત અને મહાપાપને નાશ કરનાર દેવ છે

   તે ” મકાર ” વર્ણરૂપ   શંકરને મારા વારંવાર પ્રણામ હો ) . 

                                             [ ૪ ]

                            શિવં શાંતં જગન્નાથં , લોકાનાં ગ્રહકારકમ

                            શિવમેક પદં નિત્યં , શિકારાય નમો નમઃ

( જે કલ્યાણરૂપ , શાંત , જગતના નાથ , લોકો પર અનુગ્રહ કરનારા, મોક્ષરૂપી એક સ્થાનભૂત

  અને નિત્ય છે તે ” શિકાર ” વર્ણરૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                         [ ૫ ]

                    વાહનં વૃષભો યસ્ય , વાસુકિ કંઠ ભૂષણમ

                   વામે શક્તિ ધરં દેવ , વકારાય નમો નમઃ

( વૃષભ નંદી જેમનુ વાહન છે , વાસુકી જેમના કંઠનો અલંકાર છે અને પોતાના વામભાગને વિષે જે દેવે

  શક્તિ-પાર્વતિને ધારણ કરેલા છે તે ” વકાર ” વર્ણરૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                         [ ૬ ]

                       યત્ર યત્ર સ્થિતો દેવં , સર્વ વ્યાપી મહેશ્વર 

                       યો ગુરુ:  સર્વદેવાનાં , યકારાય નમો નમ:  

( જે જે ઠેકાણે સર્વ વ્યાપી દેવ મહેશ્વર રહેલા છે .તે તે સ્થાન રૂપ અને જે સર્વ દેવોના દેવ ગુરુ છે

         તે  ” યાકાર ” વર્ણ રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                      [ ૭ ]

                    ષડક્ષરમિદં સ્તોત્રં , ય  પઠેચ્છિવસંનિધૌ

                    શિવલોકમવાપ્નોતિ , શિવેન સહ મોદતે .

( આ છ અક્ષરના સ્તોત્રનો જે મનુષ્ય શંકરની સમીપમાં પાઠ કરે છે તે શિવલોક્ને

   પ્રાપ્ત થઈ શંકરની સાથે આનંદ ભોગવે છે  )

             ૐ શાંતિ :          ૐ શાંતિ :            ૐ શાંતિ:

3 Comments »

ૐ નમઃ શિવાય

   શ્રાવણ માસ અતિ પવિત્ર અને  શિવ પૂજન  અને અર્ચના

  તેમજ  શિવ  આરાધના માટે  ખાસ  મહત્વના પાવન દિવસો .

 પ્રેમથી  ભક્તિભાવ સાથે  ભોળેનાથનુ  સ્મરણ કરીએ .      

                      મહામૃત્યુનજય મંત્ર

                             (વેદોક્ત)

        ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ

        ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મ્રુક્ષીય મામૃતાત

( દિવ્ય ગંધયુક્ત બધાના પોષક હે ત્રિલોચન ‘ભગવાન શિવ’

  અમે આપનુ પૂજન કરીએ છીએ, જેમ પાકુ થયેલ ફળ

 આપોઆપ વૃક્ષ પરથી ડીટામાંથી તૂટી પડે છે તેમ અમને

પણ અમારૂ કાર્ય પુરુ થયે લઈ લેજો. આપની કૃપાથી મૃત્યુથી

મુક્ત થઈ અમૃતમાં વિલિન થઈ  જઈએ  ).

                       મૃત્યુનજય મંત્ર

                         (પુરાણોક્ત)

મૃત્યુનજય મહાદેવ, ત્રાહિમામ શરણાગતમ

જન્મ મૃત્યુ જરા વ્યાધિ, પિડીતં કર્મ બંધનૈ .

( હે મૃત્યુને જીતનારા મહાદેવ આપને શરણે

આવેલ અને કર્મના બંધનો વડે જન્મ,મૃત્યુ

જરા,તેમજ રોગોથી પીડાએલા એવા મારુ

આપ રક્ષણ કરો ) .

1 Comment »

એકરાર .

તારા સુધી પહોચવાના અનેક માર્ગો છે .

 બધા અલગ-અલગ પંથનો નિર્દેશ કરે છે .

માનુ છુ હુ એકજ માર્ગે દ્રઢ   વિશ્વાસે

આગળ વધવાથી ,  કદાચ તુ મળી જાય .

હે પરર્માત્મા , તને પામવા નીકળીને 

   કેટલોય પંથ કાપી નાખ્યો ,

પરંતુ હજી એજ જવાબ મળે છે  ,

 કે મંઝિલ ઘણી દૂર છે .

ક્યારેક નિરાશામાં અટવાઉ છુ,

લાગે છે આગળ  વધવાની  હિમ્મત  નથી,

પાછા  ફરવાનુ   મન  થતુ   નથી ,

 હુ   ઉલઝનમાં  અટવાઉ છુ .  પણ

દિલમાં પ્રભુની પ્યારી મુરત વસી ગઈ છે.

તો મંઝિલ દૂર હોવા છતાં, એ પાસે લાગે છે .

મારી અભિલાષા જ મારી તૃપ્તિ બની ,

 મનની પ્યાસ સંતૃષ્ટિમાં ફેરવાઈ જાય છે.

ભક્ત અને ભગવાન એકરાર બની જાય છે.

4 Comments »

પિતૃ દેવો ભવ .

           Happy Father’s day .

              पितृ देवो भव .

પિતા ઘરની શાન ,  પિતાથી શોભે ઘર પરિવાર.

પિતા પરિવારની શીતળ  છત્ર-છાયા, ઘરનો મોભો .

પરિવારને કરે અગાધ પ્રેમ , ન કદી બોલે મુખથી .

પ્રેમ અને લાગણી પ્રગટ કરવાની રીત નીરાલી .

હ્રદયમાં ચાલે મનોમંથન , ન દીસે મુખ પર .

દુખના આંસુ પણ રોએ દિલમાં , છુપાવે દુખ-દર્દ .

થાય ઉદાસ , સેવે ચુપકી , સ્વ પર ઉઠાવે ભાર ,

વિપદામાં પણ ખુશી ખુશીથી ઉઠાવે પરિવારનો બોજ .

પરિવારની ખુશી-આનંદમાં જ , પિતાની જીન્દગી .

પુત્રી હ્રદયનો ટુકડો , તો પુત્રમાં દેખે નીજ રૂપ .

ગુસ્સામાં પણ  છુપાય પ્રેમ, વાત્સલ્યથી ભરપુર .

કલેજે મુકી પત્થર ,બની સખ્ત ,કરે સંતાનોના

જીવન રાહ સરળ ,   બનાવે  ઉજ્વળ જીવન .

કરી સંસ્કારોનુ સિન્ચન , કરે બાળકોને  તૈયાર ,

ઉજ્વળ જીવન કાજે , જજુમવા જીવનના સંગ્રામ .

3 Comments »

શોભે સત્ય , સત્યના રૂપમાં .

સત્યની હરેક જગ્યાએ જરૂર છે અને જો સત્ય હોય તો વિજય થાય છે . પણ

સત્ય એના સત્યના  રૂપમાં હોવુ જોઈએ , એની વ્યાખ્યામાં હોવુ જોઈએ .પોતાનુ

સાચુ ઠરાવવા માટે લોકો પાછળ પડે છે, પણ સાચાને સાચુ ઠરાવશો નહી .

સાચામાં જો કોઈ સામો માણસ તમારા સાચા સામે જો વિરોધ કરે તો જાણવુ કે તમારુ સાચુ નથી .કંઈક

કારણ છે એની પાછળ, એટલે  સાચુ કોને કહેવાય ? સાચી વાતને સાચી ક્યારે ગણાય ? કે એકલા સત્ય સામુ

જોવાનુ નથી. એનાં ચાર પાસાં હોવાં જોઈએ .સત્ય હોવુ જોઈએ ,પ્રિય હોવુ જોઈએ, હિતવાળુ હોવુ જોઈએ ,

ને મિત એટલે ઓછા શબ્દોમાં હોવુ જોઈએ , એનુ નામ સત્ય કહેવાય .એટલે સત્ય , પ્રિય ,હિત અને મિત

આચાર ગુણાકારે કરીને બોલીશ તો સત્ય છે , નહી તો અસત્ય છે .

                             (    નગ્ન સત્ય , ના શોભે . )

નગ્ન સત્ય બોલવુ એ ભયંકર ગુનો છે . કારણ કે કેટલીય બાબતમાં સત્ય તો વ્યવહારમાં બોલાતુ હોય તે

બોલાય .કોઈને દુખ થાય એવી વાણી સાચી-કહેવાતી જ નથી . નગ્ન સત્ય એટલે કેવળ સત્ય જ બોલીએ

તો એ ય જૂઠુ કહેવાય .

 નગ્ન સ્વરૂપે સત્ય કોને કહેવાય ?  કે પોતાનાં મધર હોય તેને કહેશે ‘ તમે તો મારા બાપના વહુ થાવ ‘

એવુ કહે તો સારૂ દેખાય ? આ સત્ય હોય તો પણ મા ગાળો ભાંડે ને ? મા શુ કહે ? મુઆ મોઢુ ના દેખાડીશ .

અરે આ સત્ય કહુ છુ , તમે મારા બાપના વહુ થાવ , એવુ બધાં કબુલ કરે એવી વાત છે ?  પણ એવુ ના

બોલાય . એટલે નગ્ન સત્ય ના બોલવુ જોઈએ .

                                             ( સત્ય પણ પ્રિય ખપે )

એટલે સત્યની વ્યાખા શુ કરવામાં આવી છે ? વ્યવહાર સત્ય કેવુ હોવુ જોઈએ ? વ્યવહાર સત્ય ક્યાં સુધી

કહેવાય ? કે સત્યનાં પૂછડાં પકડીને બેઠાં છે એ સત્ય નથી . સત્ય એટલે તો સાધારણ રીતે આ વ્યવહારમાં

સાચુ હોવુ જોઈએ .તે ય પાછુ સામાને પ્રિય હોવુ જોઈએ .

લોકો નથી કહેતા કે ‘ એય કાણિયા તુ અહી આવ ‘. તો એને સારુ લાગે ? અને કોઈ ધીમે રહીને કહે ,

ભઈ તમારી આંખ શી રીતે ગઈ ? તો એ જવાબ આપે કે ન આપે ? અને એને કાણિયો કહીએ તો ?

પણ એ સત્ય ખરાબ લાગે ને ? એટલે આ દાખલો મુક્યો ,  સત્ય એ પ્રિય જોઈએ .

નહી તો સત્ય પણ જો સામાને પ્રિયકારી ના હોય તો એ સત્ય ગણાતુ નથી .કો’ક ઘૈડા હોય તો તેને ‘માજી’

કહેવુ .એમને ડોશી કહ્યા હોય તો એ કહે ,રડ્યો  મને ડોશી કહે છે ? હવે અઠ્યોત્તેર વર્ષનાં , પણ પેલાં ડોશી

કહે તો પોષાય નહી શાથી ? એમને અપમાન જેવુ લાગે . એટલે આપણે એમને માજી કહીએ કે ‘માજી આવો’

તો એ રૂપાળુ દેખાય અને તો એ ખુશ થઈ જાય . શુ ભઈ .પાણી જોઈએ છે ? તમને પાણી પાઉ ?  કહેશે

એટલે પાણી-બાણી બધુ ય પાય .

                                                                      ( પૂજ્ય શ્રી દાદા ભગવાન ) .

1 Comment »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.